________________
૨૫૨
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
અને
સાધક એવો આપણો આ આત્મા બાધક ન બની જાય તે માટે આત્મતત્ત્વની પ્રાપ્તિ સુરક્ષા માટે કાંટાળી વાડની તુલ્ય આવા ગુણોપેત ગુરુની નિશ્રા અવશ્ય રાખવી. જ્યારે આ આત્મા આત્મતત્ત્વથી સંપન્ન બને છે ત્યારે આ નિશ્રા પરનિમિત્તવાળી છે પરાનુયાયિતા છે. સંકલ્પ-વિકલ્પવાળી છે. માટે નિર્વિકલ્પકાળે જરૂરી નથી માટે ત્યાજ્ય છે. પણ પૂર્વકાલે આદરવાની છે. પૂર્વકાલમાં અતિશય બહુમાનપૂર્વક તે નિશ્રા સ્વીકાર્ય છે.
गुरो ! अतीतानन्तकालाप्राप्तं स्वात्मधर्मनिर्द्धार - भासन- रमणं तत्तवोपदेशाञ्जनेन प्राप्तमात्मानुभवसुखं भुक्तम् । अहो ! गुरूणां कृपा, यया परमामृतास्वादनं भवति । अतः यावद् न पूर्णानन्दः तावत्तव चरणौ शरणम् । उक्तञ्च -
नाणस्स होई भागी, थिरयरो दंसणे चरित्ते अ । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचन्ति ॥१॥
(બૃહત્કલ્પભાષ્ય ગાથા-૫૭૧૩) अत एव परित्यज्य चक्रवर्त्तित्वं इभ्यश्रेष्ठित्वं गृह्णन्ति श्रमणत्वं, सेवन्ते गुरुचरणारविन्दान् तत्त्वजिज्ञासापटवः ॥५॥
હે ગુરુજી ! ભૂતકાળમાં પસાર થયેલા અનંતા પણ કાલમાં પ્રાપ્ત ન થયેલી એવી મારા પોતાના શુદ્ધ આત્મતત્ત્વની જે શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા છે, તે તમારા ઉપદેશાત્મક અંજન આંખમાં આંજવા દ્વારા મારી આંખ ખુલવાથી પ્રાપ્ત થઈ છે. તથા કંઈક અંશે આત્માના શુદ્ધ તત્ત્વના અનુભવનું સુખ મેં માણ્યું છે, અનુભવ્યું છે. અહો ઘણા જ આનંદની વાત છે કે મને આવી ગુરુની કૃપા પ્રાપ્ત થઈ છે. જે ગુરુની કૃપા વડે પરમ અમૃતનો આસ્વાદ મેં કર્યો છે. આ કારણથી જ્યાં સુધી ક્ષાયિક ભાવનો અભેદરત્નત્રયીના પરિણામાત્મક પૂર્ણાનંદ મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્ષાયોપશમિકભાવવાળા એવા મને તમારા ચરણકમળનું શરણ હોજો, ક્યારેય આ નિશ્રાથી હું મુક્ત ન હોઉં. શ્રી બૃહત્કલ્પભાષ્ય ગાથા-૫૭૧૩ માં કહ્યું છે કે -
“ગુરુકુલવાસથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર્શનગુણમાં અને ચારિત્રગુણમાં અત્યંત સ્થિર થવાય છે. તેથી યાવજ્જીવ (જીવનના અંત સુધી) જે ગુરુકુલવાસ ત્યજતા નથી તે પુરુષો ધન્ય છે.”
આ કારણથી જ તત્ત્વની જિજ્ઞાસામાં ચતુર એવા પુરુષો ચક્રવર્તિપણાનો, વિશિષ્ટ શ્રેષ્ઠિપણાનો પણ ત્યાગ કરીને (બાહ્ય ભાવોથી ઘણું ઘણું સુખી સંસારીજીવન હોવા છતાં પણ તેનો ત્યાગ કરીને) શ્રમણપણું સ્વીકારે છે અને ગુરુજીના ચરણ-કમલને સેવે છે. માટે