________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક – ૮
૨૫૧
જોઈએ. વેન = કયા પ્રકારે પોતાની ગુરુતા પ્રગટ થવી જોઈએ ? તેનો ઉત્તર આપે છે કે ‘“શિક્ષામાત્યેન અને આત્મતત્ત્વપ્રજાશેન' તેનો અર્થ આ પ્રમાણે છે -
સ્વયં પોતે જ પોતાના આત્માને સમજાવી શકે તેવો ન થાય ત્યાં સુધી ગુરુનિશ્રા ત્યજવી નહીં, મોહનો ઉદય અનાદિનો છે. તેના સંસ્કારો બલવાન છે. વિશિષ્ટ મુનિને પણ ક્યારેક ક્યારેક આવેશમાં લાવી દે છે. તેથી પોતાનું શ્રદ્ધાબળ, જ્ઞાનબળ અને ચારિત્રબળ પરિપક્વ ન બન્યું હોય, મોહના ઉદયની સામે પોતે જ પોતાના આત્માને શિક્ષાદાતા ન થાય. તેથી જ્યાં સુધી પોતે જ પોતાના આત્માને માર્ગમાં સ્થિર રાખે તેવો ન થયો હોય, ત્યાં સુધી ગુરુની નિશ્રા ત્યજવી નહીં, અર્થાત્ જ્યારે સ્વયં સમર્થ થાય ત્યારે ગુરુની નિશ્રા સંભવતી નથી. કારણ કે આ ગુરુની નિશ્રા એ પરનિમિત્ત છે, પરાનુયાયિતા છે. પ્રારંભકાલે ઉપકારી છે પણ સમર્થકાલે તે અતાત્ત્વિક છે.
જ્યાં સુધી પોતાનામાં આત્માના શુદ્ધ ધર્મનો પ્રાગ્ભાવ (આવિર્ભાવ) થતો નથી ત્યાં સુધી અવશ્ય ગુરુનિશ્રા જરૂરી છે. માટે રાખવી. આ આત્મા સ્વછંદી અને દોષિત ન બની જાય માટે જ્યાં સુધી સંશય-વિપર્યયાદિ દોષોથી રહિત એવા શુદ્ધ ધર્મનો પ્રકાશક આ આત્મા બનતો નથી. પોતે જ પોતાને શુદ્ધ ધર્મ સમજાવી શકે અને શુદ્ધ ધર્મમાં આત્માને સ્થિર રાખે તેવો બનતો નથી ત્યાં સુધી અવશ્ય ગુરુનિશ્રા રાખવી જોઈએ. ક્ષાયિકભાવ ન આવે અને ક્ષયોપશમભાવ હોય ત્યાં સુધી ગુરુની નિશ્રા સેવવી જોઈએ. કારણ કે ક્ષયોપશમભાવ કર્મના ઉદયથી મિશ્ર છે. શંકરસ્વરૂપ છે. આત્માનું પતન થવાનો ભય છે તે નિર્ભય અવસ્થા નથી.
કેવા ગુરુની નિશ્રા રાખવી ? ઉત્તમ ગુરુની નિશ્રા રાખવી. ઉત્તમ એટલે સ્વનું અને પરનું એમ ઉભયનું કલ્યાણ કરનારા, પોતે આત્મતત્ત્વ પામનારા અને બીજાને પણ આત્મતત્ત્વ પમાડનારા, રત્નત્રયીના ભાવથી પરિણત થયેલા-શરીરના અંગે અંગમાં વીતરાગધર્મની શ્રદ્ધાજ્ઞાન અને રમણતાથી રંગાયેલા, ગુરુતત્ત્વના દ્રવ્યથી અને ભાવથી જે જે ગુણો હોવા જોઈએ તે તે ગુણોથી યુક્ત એવા ગુરુની નિશ્રા રાખવી. પુણ્યના ઉદયથી શરીરની રૂપવત્તા, પ્રભાવ, તેજસ્વિતા, સ્પષ્ટ વાણી ઈત્યાદિ જે ગુણો તે દ્રવ્યથી ગુણો જાણવા અને મોહનીયકર્માદિના ક્ષયોપશમથી જે ગુણો વિવેક-વિનય-પરોપકારનો ભાવ-ઉચ્ચ ચારિત્ર ઈત્યાદિ જે ગુણો તે ભાવગુણો જાણવા. સારાંશ કે પુણ્યોદયજન્ય ગુણો તે દ્રવ્યગુણો અને ક્ષયોપશમજન્ય જે ગુણો તે ભાવગુણો, આવા પ્રકારના ગુણોથી યુક્ત એવા ગુરુની નિશ્રા અવશ્ય રાખવી તથા આત્મતત્ત્વ જ સમજાવનારા, બાહ્યભાવોથી પોતે પણ દૂર રહેનારા અને શિષ્યવર્ગને પણ દૂર રાખનારા આવા ગુરુની નિશ્રા અવશ્ય રાખવી.