________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૩ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ગુરુનિશ્રા અવશ્ય આદરણીય છે. પણ
ज्ञानाचारादयोऽपीष्टाः, शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ॥६॥
ગાથાર્થ :- શુદ્ધ એવા પોતપોતાના ક્ષાયિકભાવના પદની પ્રાપ્તિ સુધી જ જ્ઞાનાચારદર્શનાચાર આદિ ઈષ્ટ માનેલા છે. જ્યારે આ જીવને નિર્વિકલ્પક એવી ત્યાગદશા આવે છે ત્યારે વિકલ્પો કે આચારોની ક્રિયા સંભવતી નથી. ll
ટીકા - “જ્ઞાનારીરી” કૃતિ-જ્ઞાનાવરીયા વાસ્તવિનયતિ–નિ:શહૂર્વसमितिगुप्त्यादयः आचाराः, आचर्यन्ते गुणवृद्धये ते आचाराः । शुद्धस्वस्वपदावधिशुद्धः स्व इति स्वकः, तस्य पदस्य अवधिः मर्यादा, तावद् इष्टाः, शुभोपयोगदशायां सविकल्पतां यावद् आचाराः इष्टाः वल्लभाः, यदा निर्विकल्पे चिन्तनारहिते त्यागे विकल्पो न । इदं त्याज्यं इदं ग्राह्यमिति विकल्परहिते त्यागे निष्प्रयासस्वरूपैकत्वरूपे विकल्पचिन्तना न।
વિવેચન :- જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર આમ પાંચ પ્રકારના આચારો તથા તેના ઉત્તરભેદો અનુક્રમે ૮ + ૮ + ૮ + ૧૨ + ૩ = કુલ ૩૯ આચારો પણ નિર્વિકલ્પક અવસ્થામાં સંભવતા નથી. જ્યાં સુધી દોષનો સંભવ હોય ત્યાં સુધી દોષના નિવારણ માટે અને ગુણોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ માટે આચારપાલન આવશ્યક હોય છે. જ્યારે આત્મા પોતે જ ક્ષાયિકભાવવાળો બનવાથી નિરતિચાર આત્મતત્ત્વનો આરાધક જ બની જાય છે ત્યારે આવા પ્રકારના વાડરૂપ આચારો તેમાં સંભવતા નથી.
ઉચિતકાલે જ ભણવું, વિનયપૂર્વક ભણવું, બહુમાનપૂર્વક ભણવું, ઉપધાનાદિ તપ કરવાપૂર્વક ભણવું, ગુરુનામ વગેરે ગોપવ્યા વિના ભણવું, વ્યંજનો સ્પષ્ટ બોલવા, અર્થો વિચારવા અને ઉભયમાં ચિત્ત સ્થિર કરવું. આ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.
વીતરાગપ્રભુની વાણીમાં શંકા ન કરવી, અન્ય મતની ઈચ્છા ન કરવી, સાધુ-સાધ્વી ઉપર ધૃણા ન કરવી, અમૂઢ દૃષ્ટિવાળા બનવું, ગુણીના ગુણોની પ્રશંસા કરવી, અન્યને સ્થિર કરવા, વાત્સલ્યભાવ રાખવો. જૈનશાસનની પ્રભાવના કરવી. આ આઠ દર્શનાચાર જાણવા.
પાંચ સમિતિ પાળવી અને ત્રણ ગુપ્તિ પાળવી તે આઠ પ્રકારનો ચારિત્રાચાર જાણવો. છ બાહ્ય અને છ અભ્યત્તર તપ કરવો તે બાર પ્રકારનો તપાચાર જાણવો. બલ-વીર્યને ગોપવવું નહીં, યથોચિત ધર્માનુષ્ઠાનોમાં પ્રયત્નશીલ બનવું, યથાસ્થાને યથોચિત આદરભાવ