________________
૨૫૪
ત્યાગાષ્ટક - ૮
વિજ્ઞાનસાર
સાથે વિધિ સાચવવી. આ ત્રણ વિર્યાચાર જાણવા.
ગુણોની વૃદ્ધિ માટે (અને દોષોની હાનિ માટે) જે આચરણ કરાય તેને આચાર કહેવાય છે. શુદ્ધ એવા પોતપોતાના તે તે પદની પ્રાપ્તિ સુધી જ આ આચારપાલન ઈષ્ટ છે. મોહનીય અને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમ ભાવવાળી શુભ એવી ઉપયોગદશા હોય અને સવિકલ્પક અવસ્થા હોય ત્યાં સુધી જ આ આચારો પાળવા ઈષ્ટ માનેલા છે. ક્ષાયિકસમ્યકત્વની પ્રાપ્તિ સુધી દર્શનાચાર, ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી જ્ઞાનાચાર, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ચારિત્રાચાર તથા ક્ષણમોહ ગુણસ્થાનક સુધી જ તપાચાર અને વીર્યાચારનું પાલન ઈષ્ટ માનેલું છે. ત્યારબાદ તે તે કર્મોનો ક્ષાયિકભાવ પ્રાપ્ત થયેલ હોવાથી અતિચારનો (દોષનો) સંભવ જ નથી. માટે આચારપાલન રહેતું જ નથી. જ્યાં સુધી ભય હોય છે ત્યાં સુધી જ વાડ અર્થાત્ મર્યાદા હોય છે. મોહનીયકર્મ આદિનો ક્ષયોપશમભાવ જ્યારે હોય છે ત્યારે કંઈક અંશે ઉદય પણ સાથે છે માટે તે શુભોપયોગ કહેવાય છે. આત્માને ઉપકાર કરે તેવા ભાવોનું સેવન કરવાનો અને આત્માને નુકશાન કરે તેવા ભાવોને તજવાના વિકલ્પો પણ ઉઠે છે. આમ સવિકલ્પક દશા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ આવા આચારો પાળવાને ઈષ્ટ (અર્થાત્ પ્યારા) માનેલા છે.
જ્યારે ક્ષાયિકભાવ પ્રાપ્ત થાય છે ત્યારે આંશિક ઉદય જે હતો તે પણ નથી. તેથી કોઈ બાધકતત્ત્વ છે જ નહીં. અર્થાત્ દોષોનો યોગ જ નથી. માટે ચિન્તનાથી રહિત એવી ત્યાગદશા આવે છતે વિકલ્પો ઉઠતા જ નથી. “આ વસ્તુનો ત્યાગ કરું અને આ વસ્તુને ગ્રહણ કરું” આવા વિકલ્પો વિનાની ત્યાગદશા (ક્ષાવિકભાવ) જ્યારે આવી જાય છે ત્યારે આવા પ્રકારના શુભવિકલ્પો પણ સંભવતા નથી. કારણ કે આ ત્યાગ જ નિઃપ્રયાસ-એટલે કે સહજપણે સ્વરૂપની સાથે એકત્વ રૂપ છે. એટલે કે ક્ષાયિકભાવ આવે છતે એવો પરભાવોનો ત્યાગ પ્રાપ્ત થાય છે કે જેમાં બુદ્ધિપૂર્વકના પ્રયત્નો કર્યા વિના જ સહેજે સહેજે શુદ્ધ આત્મતત્ત્વાત્મક સ્વરૂપની સાથે એકતા (તન્મયતા) રૂપ આ ત્યાગદશા બની જાય છે. ક્ષાયોપથમિકભાવ હોય ત્યાં જ આ બધી ચિન્તવના-વિચારણા, હેયોપાદેય = ત્યાગ-ગ્રહણ કરવાના વિકલ્પો ઉઠે છે. પરંતુ ક્ષાવિકભાવ કાલે નિર્વિકલ્પકદશા હોય છે. તેથી આવા તરંગો ઉઠતા જ નથી. માટે જ કેવલી પરમાત્માને લાયોપથમિક ભાવવાળું ભાવમન તો હોતું નથી જ. પરંતુ પ્રશ્નોના ઉત્તર આપવા સિવાય) આવી વિચારણા કરવારૂપ દ્રવ્યમન પણ હોતું નથી જ, પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ છદ્મસ્થપણામાં ઘણું જ તપ અને ધ્યાન કર્યું, પરંતુ કેવલપણામાં આવો કોઈ તપ આચર્યાની કે ધ્યાનસ્થ થયાની વાત આવતી