SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮ ૨૫૫ નથી. કારણ કે શરીરનામકર્મ અને આહારપર્યાપ્તિ નામકર્મનો ઉદય હોવાથી આહાર ગ્રહણ કરે તો પણ રતિ-અરતિ થવાની જ નથી માટે તપાચાર-સેવનની જરૂર નથી તથા વિભાવમાં જતા જ નથી. તેથી ધ્યાનની આવશ્યકતા નથી. તેથી આ પંચાચારનું પાલન પોતપોતાના શુદ્ધ પદની પ્રાપ્તિ સુધી જ આવશ્યક છે. ક્ષાયિકભાવની પ્રાપ્તિ પછી કોઈપણ જાતની બાધકતા નથી. માટે સાધકતા સંભવતી નથી. (અર્થાત્ સિદ્ધતા થઈ ચૂકી છે.) क्रिया बलवीर्यादिरूपापि न, तत्र स्वरूपावलम्बिगुणवर्त्तने वीर्यस्य स्वक्षेत्रावगाढत्वेन न चलनता, परभावग्रहणे तु परग्राहकत्वेनोन्मुखवीर्यप्रवृत्तौ कार्याभ्यासतः विषमीकृतवीर्यत्वेन चलनतारूपा क्रियाऽस्ति । अतः स्वरूपमग्नानां स्वस्वप्रदेशव्याप्तगुणानां तत्तत्प्रदेशगत-वीर्यसहकारवृत्त्या प्रदेशान्तरागमनरूपा वीर्यचलनक्रिया न । क्रिया द्विविधा बाधका साधका चैव । तत्र मिथ्यात्वासंयमकषायप्रेरितचेतनापरिणामाः पराभिलाषकत्वेन परग्रहणाय प्रेरयन्ति वीर्यं सा अभ्यन्तरा, कुदेवसेवनादिरूपा बाह्यक्रिया बन्धहेतुत्वेन बाधका भण्यते, या तु शुद्धदेवगुरुसेवनाश्रवनिरोधसंवरपरिणमनरूपा कर्मबन्धरोधरूपा साधका उक्ता । निर्विकल्पे ध्यानसमाधौ बाधकक्रियाऽभावसाधकबाह्यक्रियाऽभावः, गुणानुयायिवीर्यपरिणमनरूपा अभ्यन्तरा क्रियाऽस्ति, तथापि ग्रहणत्यागरूपक्रियाऽभावेन क्रिया नेत्युक्तम् ॥६॥ નિર્વિકલ્પદશા આવે ત્યારે જેમ વિકલ્પો નથી હોતા, તેમ ક્રિયા પણ હોતી નથી. આ વાત સમજાવે છે કે – બલ-વીર્યાદિને ધર્મ અનુષ્ઠાનમાં પ્રવર્તાવવા રૂપ (ધમ) ક્રિયા હવે (ક્ષાયિકભાવ આવ્યા પછી) સંભવતી નથી, પોતાના આત્માનું શુદ્ધ આત્મતત્ત્વાત્મક જે સ્વરૂપ છે, તે સ્વરૂપના અવલંબનાત્મક ગુણમાં પ્રવર્તમાન એવું જે વીર્ય, તે લબ્ધિવીર્ય તો પોતાના જ આત્મપ્રદેશોવાળા ક્ષેત્રમાં અવગાહીને રહેલું છે. તેથી તે પ્રાપ્તગુણોમાં પ્રવર્તતા વીર્યને ગમનાગમન કરવારૂપ ચલનાત્મક ક્રિયા કરવાની રહેતી જ નથી. પરંતુ પરપદાર્થને ગ્રહણ કરવાના કાલે પરપદાર્થનું ગ્રહણ-મોચન કરવાને માટે તેની સન્મુખ કરણવીર્યની પ્રવૃત્તિ થયે છતે આત્મપ્રદેશોમાં મન-વચન-કાયાના આલંબને વપરાતું કરણવીર્ય, જ્યાં કાર્ય નિકટ હોય ત્યાં અધિક અને કાર્ય જ્યાં દૂર-દૂર હોય ત્યાં હીન-હીનતર એમ વિષમરૂપે વપરાયું છે વીર્ય જેમાં એવું યોગાત્મક વિર્ય પ્રવર્તવાથી ચલનાત્મક (આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા રૂ૫) ક્રિયા હોય છે. પર-પદાર્થના ગ્રહણ-મોચનરૂપ યોગાત્મક વીર્યરૂપ ક્રિયા તેરમા ગુણઠાણે પણ હોય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy