________________
૨૫૬
ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર
આ કારણથી સ્વરૂપમાં મગ્ન થયેલા આત્માઓને પોતપોતાના આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેલા જે આત્મગુણો છે. તે ગુણોમાં લયલીન થવા રૂપે, તે તે આત્મપ્રદેશોમાં રહેલા વીર્યનો સહકારવિશેષ મળવાથી ગુણોની સાથે એકાગ્રતા કરવા રૂપ વીર્યપ્રવૃત્તિ અવશ્ય હોય છે. પરંતુ સ્થાનાન્તરમાં ગમનાગમન કરવા રૂપ વીર્યની ચલનાત્મક ક્રિયા હોતી નથી. સાધક આત્માઓની ગુણોમાં મગ્નતા રૂપ વીર્ય-પ્રવૃત્તિની ક્રિયા હોય છે પરંતુ સ્થાનાન્તર થવા રૂપ ગમનાગમનાત્મક ચલનક્રિયા હોતી નથી. કંઈક ઉંડા વિચારો કરીએ તો ક્રિયા બે પ્રકારની હોય છે. એક બાધક અને બીજી સાધક. આ બન્ને ક્રિયા અભ્યત્તર અને બાહ્યના ભેદથી બે બે પ્રકારની હોય છે.
ક્રિયા
બાધક
સાધક
બાહ્ય
અભ્યત્તર બાહ્ય
અભ્યતર
વસ્તુસ્થિતિ સમજવા માટે કલ્પનાકૃત આ ચિત્ર આલેખેલું છે. ત્યાં નામકર્મના ઉદયજન્ય મન-વચન-કાયાની જે શુભ તથા અશુભ યોગાત્મક પ્રવૃત્તિ છે. તે બાહ્યક્રિયા કહેવાય છે. બહારથી જણાય તેવી છે. વાચિક-કાયિક ક્રિયા બીજા લોકો વડે જોઈ પણ શકાય છે. માટે દેખાતી તે ક્રિયા બાWક્રિયા છે અને મોહનીયકર્મના ઉદયથી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના ઉદયની પરવશતાથી ચેતનામાં થયેલા પરિણામો (ઉલટી બુદ્ધિભોગના ભાવો તથા ક્રોધાદિ કષાયો) તે અભ્યન્તરક્રિયા કહેવાય છે. (૧) પર-પદાર્થ પ્રત્યેની અભિલાષાના કારણે પરપદાર્થને લેવા માટે શારીરિકાદિ વીર્યને
જે પ્રોત્સાહિત કરે તેવી મોહાત્મક ઈચ્છા, ઘેલછા, તીવ્ર રાગાદિની પરિણતિ તે બાધક અભ્યત્તરક્રિયા છે. આ બધી ક્રિયા આત્મસ્વરૂપની બાધક પણ હોવા સાથે આન્તરિક પરિણતિરૂપ છે. માટે અત્યંતર છે. તેથી બાધક અભ્યત્તર ક્રિયા કહેવાય
છે. (ચિત્રને અનુસાર નંબર-૨) (૨) કુદેવાદિ (કુદેવ-ગુરુ અને કુધર્મ)ની સેવા કરવી, તેમના પ્રવચનો સાંભળવાં, તેમને
આહારાદિ આપવા તથા શારીરિક સેવા-સુશ્રુષા કરવી તે મન-વચન-કાયાની યોગાત્મક ક્રિયા છે. માટે બાહ્ય છે. તથા મિથ્યાત્વાદિ-ભાવને પોષનારી છે. આત્મ-સ્વરૂપને હાનિ કરનાર છે. માટે બાધક પણ છે. આમ કુદેવાદિની સેવા તે બાધક-બાહ્યક્રિયા છે. (નંબર-૧)