________________
૨00
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
जयन्ति । अतः शमतास्पदमुनीनां महाराजत्वं सदैव जयति । अतः शमाभ्यासवता भवितव्यमित्युपदेशः ॥८॥
- વિવેચન :- રાજાની રાજ્યલક્ષ્મી જેમ જયવંતી હોય છે તેમ મુનિમહારાજની શમતાભાવ રૂપી રાજ્યની લક્ષ્મી સદા વિજયવંત હોય છે. રાજાની રાજ્યલક્ષ્મી પરિમિત. અનિત્ય, સ્વદેશપૂરતી અને અનેક ઉપાધિઓ વાળી, બીજાને ઈર્ષ્યા કરાવનારી, બીજાને લુંટવાની ઈચ્છા થાય તેવી હોય છે. પરંતુ મુનિ મહારાજની શમતાભાવની સામ્રાજ્યસંપત્તિ અપરિમિત, નિત્ય, સર્વત્ર પ્રસરતી, નિરુપાધિક, બીજાને અનુકરણ કરવાની ભાવના થાય તેવી તથા કોઈથી ન લુંટી શકાય તેવી હોય છે. તેથી રાજાને રાજા કહેવાય છે જ્યારે મુનિને મહારાજા કહેવાય છે બન્ને સાથે મળે ત્યારે રાજાનું આસન નીચે હોય છે. મુનિરાજનું આસન ઉંચું હોય છે. કારણ કે તેમની સંપત્તિ અક્ષય-અખુટ અને અપરાભવનીય હોય છે.
રાજાની રાજ્યલક્ષ્મી (વર્તમાનકાલે ગાડીઓ વડે જેમ શોભે છે તથા) ભૂતકાળમાં (પ્રાચીનકાળમાં) હાથી-ઘોડાથી શોભતી હતી તેમ મુનિરાજની શમતા રાજ્યની સંપત્તિ જ્ઞાન અને ધ્યાન વડે શોભતી હોય છે. તેથી કવિ જ્ઞાનને હાથીની અને ધ્યાનને ઘોડાની ઉપમા આપીને મુનિરાજની શમતાસામ્રાજ્યની લક્ષ્મી સમજાવે છે. રાજા-મહારાજને ત્યાં જેમ ગર્જના કરતા હાથીઓની સંપત્તિ હોય છે તેમ મુનિ મહારાજાને ત્યાં કોઈથી પણ પરાભવ ન પામે તેવું ગર્જના કરતું અર્થાત્ અપરાભવનીય એવું જ્ઞાન હોય છે. તે જ્ઞાનથી તેમની શમતાભાવ રૂપ રાજ્યલક્ષ્મી શોભે છે તથા રાજા-મહારાજાઓના રાજ્યમાં હણહણાટ કરતા અર્થાત્ નાચતા-કુદતા ઘોડાઓની સંપત્તિ હોય છે, તેમ મુનિમહારાજાઓને ત્યાં આજ્ઞાવિચયવિપાકવિચય-અપાયરિચય-સંસ્થાનવિચય તથા પ્રથકૃત્વવિતર્ક સવિચાર અને એકત્વવિતર્ક અવિચાર એમ અનેક વિષયોમાં રંગ જમાવતા એવા ઉત્તમ ધ્યાનની સંપત્તિ હોય છે. આ રીતે જ્ઞાનરૂપી હાથી દ્વારા અને ધ્યાનરૂપી ઘોડા દ્વારા મુનિરાજશ્રીની શમતાભાવના રાજ્યની લક્ષ્મી શોભે છે.
આ રીતે જ્ઞાન રૂપી ગજ દ્વારા અને ધ્યાનરૂપી અશ્વ દ્વારા સુશોભિત એવી નિર્ઝન્ય સ્વરૂપવાળા (અર્થાત નિષ્પરિગ્રહી) મુનિરાજની રાજ્યસંપત્તિ સદાકાલ જય પામે છે. આ કારણથી શમતાના ભંડાર એવા મુનિઓનું મહારાજાપણું હંમેશાં જયવંતુ વર્તે છે. તે કારણથી આત્માર્થી મુમુક્ષુ જીવે શમતાભાવ જીવનમાં લાવવા સદા તેના અભ્યાસવાળા થવું જોઈએ. l૮.
ક,
રાજ
છä શમાષ્ટક સમાપ્ત
એક