________________
૧૪૪ જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર પર્યાયોનું ચિંતન-મનન કરે છે. ઈન્દ્રની સાથે સ્પર્ધા કરે એવી ચક્રવર્તીની લીલા મળી હોય તો પણ ક્ષણમાત્રમાં જ તેનો ત્યાગ કરે છે. અરે ઘણું શું કહીએ? આત્માના ગુણોના આનંદના અનુભવમાં જ રસિક એવા તે મહાત્માઓને બીજું બધું જ દુઃખદાયી દેખાય છે. યથાર્થપણે પરિપૂર્ણ પ્રત્યક્ષ થયો છે આત્માનો અનુભવ જેને એવા તે અનુભવમાં જ રસિક મહાત્મા પુરુષો ઘોર પરીષહોને પણ સહન કરે છે. ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરે છે. સ્વરૂપની સાથે જ એકતા પામવા સ્વરૂપ ધર્મધ્યાન-શુકલધ્યાન ધરે છે. આ કારણથી આવા પ્રકારના આત્મજ્ઞાનનો આસ્વાદ લેનારા જીવો જ ધન્યવાદને પાત્ર છે. સંવેગરંગશાલા નામના ગ્રંથમાં કહ્યું છે કે –
તે પુરુષો ધન્ય છે અતિશય કૃતાર્થ છે કે જેઓને પોતાના તત્ત્વની રુચિ પ્રાપ્ત થઈ છે. તથા જે પુરુષોને પોતાના આત્મતત્ત્વના બોધનો અનુભવ મળ્યો છે તે જ પુરુષો સર્વે ભવ્ય જીવોને પૂજ્ય છે. [૧]
“જેઓને નિર્મળ જ્ઞાન પ્રગટ થયું છે, અને સ્વભાવના ઉપભોગ રૂપ સાચું તત્ત્વ પ્રાપ્ત થયું છે તે જ સાચા તાત્ત્વિક રીતે પરમ સુખી છે. તેઓનું નામ પણ સુંદરતર છે. રા
તે મહાત્માઓનો જન્મ અને જીવન સફળ છે કે જેઓ પોતાના આત્મતત્ત્વના બોધમાં જ રસિક છે, સ્વાનુભવ-રક્ત છે. સ્વભાવદશામાં જ લયલીન છે. આ કારણથી આવા જ્ઞાની પુરુષો જ્ઞાનમાં જ ડૂબેલા રહે છે. જેમ મરાલ એટલે કે રાજહંસ માનસરોવરમાં જ લીન રહે છે તેમ. માટે આત્મજ્ઞાનના રસિક બનવું. ////
निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥२॥
ગાથાર્થ - “નિર્વાણની પ્રાપ્તિના કારણભૂત એવું એકપણ પદ (સુવાક્ય) જો વારંવાર વિચારાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. અતિશય વધારે જ્ઞાનના આગ્રહની જરૂર નથી. /રા
ટીકા :- “નિર્વાઇપમિતિ”-નિર્વાપર્વ-નિષ્ફર્મતાતુપમ, બ્રમપિ स्याद्वादसापेक्षम्, मुहुर्मुहुः-वारंवारं भाव्यते-आत्मतन्मयतया क्रियते, वाचना-प्रच्छनापरावर्तनाऽनुप्रेक्षा-धर्मचिन्तन-परिशीलन-निदिध्यासन-ध्यानतया करणं कर्तृत्वं, कार्यत्वं, कारणत्वं, आधारत्वं आस्वादनं विश्रामः स्वरूपैकत्वम्, तदेवोत्कृष्टं ज्ञानं, येनात्मा स्वरूपलीनो भवति, अनाद्यनास्वादितात्मसुखमनुभवति । तत्पदमप्यभ्यस्यम्, शेषेण वाग्विस्ताररूपेण भूयसाऽपि वेदनज्ञानेन न निर्बन्धः । किं बहुतरेण जल्पज्ञानेन ? भावनाज्ञानं स्वल्पमप्यमृतकल्पमनादिकर्मरोगापगमक्षममिति ॥२॥