________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૮૭ | મિથ્યાષ્ટિગુણસ્થાનકે જે જ્ઞાન હોય છે તે વિદ્વત્તાવાળું જ્ઞાન હોઈ શકે છે. માનમોભાની લાલચવાળું જ્ઞાન હોઈ શકે છે. પોતાને પૂજાવાની અને બીજાને હરાવવાની ભાવનાવાળું વાદવિવાદાત્મક જ્ઞાન હોઈ શકે છે. પણ મારો આત્મા કેમ નિર્મળ થાય? મારું સત્તાગત શુદ્ધ સ્વરૂપ હું કેમ પ્રાપ્ત કરું? આવા પ્રકારના શુદ્ધ આત્મસ્વભાવના આલંબનવાળું જ્ઞાન હોતું નથી. તેથી તે જ્ઞાન વાસ્તવિક જ્ઞાન જ કહેવાતું નથી. તથા મિથ્યાદેષ્ટિ ગુણસ્થાનકે જે જ્ઞાન હોય છે તે અવેદ્યસંવેદ્યપદાત્મક જ્ઞાન હોય છે. જે વસ્તુ વેચવા યોગ્ય નથી અર્થાત્ અવેદ્ય છે, સાચી નથી. ભ્રમાત્મક છે તેને સાચી માનીને સંવેદન કરનારું આ જ્ઞાન છે. તળાવ, નદી કે સરોવરના પાણી ઉપર ઉડતા પક્ષીની જે છાયા પાણીમાં પડે, તેને જ પક્ષી માનીને તેને પકડવા દોડનારા મત્સ્યના જ્ઞાન જેવું આ જ્ઞાન છે. તેને અવેદ્યસંવેદ્યપદાત્મક જ્ઞાન કહેવાય છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો જે અવેદ્ય છે તેને સંવેદ્ય માનનારું આ મિથ્યાજ્ઞાન છે. આવું જે મિથ્યાજ્ઞાન છે તે બ્રમાત્મક હોવાથી આત્માને દુઃખ આપનાર હોવાથી ખરેખર તો તે જ્ઞાન જ નથી.
સર્વ વીતરાગ ભગવંતોએ આત્માનું જેવું સાચું સ્વરૂપ કહ્યું છે તેવી શ્રદ્ધા વિનાનું, મનની માનેલી મિથ્યા કલ્પનાઓ યુક્ત શ્રદ્ધાવાળું જે દર્શન તે ખરેખર સાચું દર્શન જ નથી. આત્માનું સાચું સ્વરૂપ આવા પ્રકારનું છે. સર્વથા પરભાવના સંગ વિનાનો આત્મા છે. પરભાવનો સંગ એ મહા-ઉપાધિરૂપ છે. કારણ કે તેનાથી જ રાગ-દ્વેષ વગેરે થાય છે. રાગલેષાદિ દોષો ઉપાધિથી થાય છે. માટે આ આત્મા તેવા પ્રકારના અશુદ્ધ અધ્યવસાયોથી સર્વથા મુક્ત છે. શરીરધારી હોવાથી ઉપચારે ભલે મૂર્ત છે તો પણ તાત્ત્વિકપણે અમૂર્ત છે. જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ તથા જ્ઞાનના આનંદસ્વરૂપ આ આત્મા છે. પોતાના સહજ સ્વભાવવાળો તથા દ્રવ્યથી નિય. પર્યાયથી અનિત્ય. શરીરમાત્ર વ્યાપી આ આત્મા છે. આવી પાકી શ્રદ્ધા તે જ સાચું દર્શન-સમ્યગ્દર્શન છે. આવા પ્રકારની શ્રદ્ધા વિનાનું આત્માની એકાન્ત નિત્યતા અથવા એકાન્ત અનિત્યતા ઈત્યાદિ મિથ્યા માન્યતાથી યુક્ત શ્રદ્ધાવાળું જે દર્શન તે સાચું દર્શન નથી.
અભેદજ્ઞાની કોને કહેવાય ? તથા ભેદજ્ઞાની કોને કહેવાય? તે સમજાવે છે - અનુભવાત્મક જે શ્રુતજ્ઞાન છે કે જેનાથી કેવલ આત્માનું જ્ઞાન થાય છે. આત્માને જ પ્રધાનતાએ યથાર્થ રીતે જાણે છે, તેની જ લગની લાગે છે, તેના જ સ્વરૂપને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જેની તીવ્ર બની છે. સર્વ વસ્તુઓને ગૌણ કરીને આત્મદશામાં જ જે લયલીન થઈ જાય છે તેને અભેદજ્ઞાન અથવા ઉત્સગેજ્ઞાન કહેવાય છે અને દ્રવ્ય શ્રુતજ્ઞાન રૂપ જે શાસ્ત્રો છે તેના અક્ષરોના આલંબનવાળું એટલે કે શાસ્ત્રવાક્યોને અનુસરનારું સર્વ દ્રવ્યોના વિષયના