________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૯૩ (૨) આત્મામાં તેવા તેવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, જ્ઞાનનો પ્રાદુર્ભાવ કરે છે તે માટે કારક કહેવાય છે.
(૩) જે જ્ઞાનદેષ્ટિ અપૂર્વ અર્થ સાધી આપે છે, પરસ્પર વ્યાવૃત્તિ સ્વરૂપ સુંદર જ્ઞાનદશાને જન્મ આપે છે - તે કારણથી આ નયોને સાધક પણ કહેવાય છે.
(૪) આ જ રીતે નવા નવા અર્થની બુદ્ધિમાં રચના કરે છે. માટે નિર્વર્તક કહેવાય છે. તથા વિશિષ્ટ વિશિષ્ટ જ્ઞાન આપે છે. માટે ઉપલંભક પણ કહેવાય છે. આ રીતે આ નયોના જ કારક-પ્રાપકસાધક-નિર્વર્તક અને ઉપલંભક વગેરે પર્યાયવાચી શબ્દો પણ તત્ત્વભૂત અર્થથી ભરેલા જાણવા.
ઉપરોક્ત સર્વે વ્યુત્પત્તિસિદ્ધ અર્થમાં કર્તા અને ક્રિયાનો પરસ્પર અભેદ જાણવો. કારણ કે તે જ પદાર્થ જ્ઞાન કરાવનાર તરીકે સ્વતંત્ર હોવાથી કર્તા કહેવાય છે. તથા તે જ પદાર્થ સાધ્યમાન સ્વરૂપે - કરાતી ક્રિયાની અપેક્ષાએ વર્તમાનક્રિયા સ્વરૂપ છે આમ પણ કહેવાય છે. આ કારણથી આ બન્નેમાં (કર્તા અને ક્રિયામાં) આત્મત્તિક ભેદ નથી.
अथैते नयाः तन्त्रान्तरीयाः मतान्तरीया, अथ च स्वतन्त्राः सप्त वा जिनवचनविभजनशीलाः पक्षग्राहिणः मतिभेदा वा । एवं सर्वत्र मिथ्यात्वादपि प्रतिपत्तिं प्राप्नोति तेन पुनः सूरिराह-इति अत्रोच्यते, नैते तन्त्रातरीयाः, नापि स्वतन्त्राः । किं तर्हि ? तदाह-विज्ञानगम्यस्य जीवादेः स्वसंवेद्यस्य वाच्यस्यार्थस्य घटपटादेरध्यवसायान्तराणि विज्ञानभेदाः, वस्त्वेवानेकधर्मात्मकमनेकाकृतिना ज्ञानेन निरूप्यते । एकवस्तुविषया ज्ञानविशेषाः ते चोदाहरन्ति ।
પ્રશ્ન :- આ સર્વે નયો શું અન્ય અન્ય શાસ્ત્રકારો છે? કે નવા નવા મતો છે? કે સ્વતંત્ર સાત પ્રકારના વિચારવિશેષો છે કે જિનેશ્વર પરમાત્માના વચનનો વિભાગ કરવાના સ્વભાવવાળા પોતપોતાના પક્ષને જ પકડી રાખનારા સ્વતંત્ર એવા બુદ્ધિભેદો છે ? આ નયો એ છે શું? આવા એકાન્તવાદવાળા અથવા ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા મિથ્યાત્વથી ભરેલા એવા નયોથી પણ શું સમ્યગ્બોધ પ્રાપ્તિ થાય? આવો પ્રશ્ન થવાથી સૂરિમહારાજ ઉત્તર આપે છે.
ઉત્તર :- આ સાત નયો એ અન્ય અન્ય નવા નવા શાસ્ત્રકારો પણ નથી અને નવા નવા મતભેદો પણ નથી. તથા સ્વતંત્ર અભિપ્રાયો પણ નથી. ત્યારે છે શું? એ તો કહો.
વિશિષ્ટ એવા જ્ઞાનથી જાણી શકાય તેવા જીવ-અજીવ વગેરે તાત્ત્વિક પદાર્થો કે જે