________________
૪૯૨
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
ननु नया इति कः पदार्थः ? " नीयन्ते प्रदर्श्यन्ते इति नया: " सामान्यादिरूपेण अर्थं प्रकाशयन्ति स्वार्थप्रापणेन प्रापकाः कुर्वन्ति तत्तद् विज्ञानमात्मनः इति कारकाः, अपूर्वं साधयन्ति शोभनामन्योन्यव्यावृत्त्यात्मिकां विज्ञप्तिं जनयन्ति अतः साधकाः, एवं निर्वर्तकोपलम्भकादिपर्यायाः तत्त्वार्थतः ज्ञेया: । अत्र कर्तृ-क्रिययोरभेदोऽस्ति, यतः स एव पदार्थः कर्ता इत्येवं व्यपदिश्यते स्वतन्त्रत्वात् । तथा स एव च साध्यात्मना वर्तमानक्रिया इत्याख्यायते । अतोऽनयोर्नात्यन्तिको भेदः ।
જ્ઞાનસાર
હવે એવંભૂતનયનું સ્વરૂપ કહે છે. આ નય વ્યંજન (એટલે શબ્દ) અને અર્થનો (પદાર્થનો) પરસ્પર સંબંધ કરે છે. જે શબ્દથી વાચ્ય (અભિધેય) જે અર્થ થતો હોય તેનો જ પરસ્પર સંબંધ જોડે છે. જેમકે “આ ઘટ છે” આવા પ્રકારનો જે શબ્દ પ્રવર્તે છે તે ઘટશબ્દ ઘટમાં ત્યારે જ વપરાય કે જ્યારે ઘટપદાર્થ ઘટસંબંધી ચેષ્ટામાં પ્રવૃત્ત હોય, અર્થાત્ જલને ધારણ કરવું, જલને લાવવું-લઈ જવું ઈત્યાદિ ચેષ્ટા કરવામાં સમર્થ એવો જ પદાર્થ જ્યારે જલાદિને ધારણ કરવાની કે લાવવા-લઈ જવાની ક્રિયાને કરતો હોય ત્યારે જ ઘટ શબ્દનો વાચક તરીકે અને ઘટપદાર્થનો વાચ્ય તરીકે ઉપયોગ કરે છે. પરંતુ જલાધારાદિ ક્રિયા કરીને નિવૃત્તિમાન ઘટને આ નય ઘટ કહેતો નથી, ખાલી પડેલા ઘટ, ઉંધા વાળેલા ઘટ, કાણા ઘટ, તિરાડવાળા ઘટને આ નય ઘટ કહેતો નથી. આ પ્રમાણે જે પદાર્થનું જેવું નામ છે તેવું જ કામ હોય અને તેવું જ કામ તે પદાર્થ કરતો હોય ત્યારે જ યથાર્થતાને જોઈને વસ્તુ તરીકે સ્વીકારનારો જે અભિપ્રાય તે એવંભૂત નય કહેવાય છે. પ્રત્યેક શબ્દો પોત-પોતાની વાચ્ય ક્રિયામાં પ્રવર્તતા હોય ત્યારે જ તે તે શબ્દથી વાચ્ય તરીકે તે તે વસ્તુને જે નય સ્વીકારે છે તે એવંભૂતનય કહેવાય છે.
પ્રશ્ન :- આ નયો એ શું પદાર્થ છે ? કોઈ તેવા માણસો છે ? કે માણસોના મનના અભિપ્રાયો છે ? કે ભિન્ન ભિન્ન દૃષ્ટિઓ છે ? આ નયો છે શું ?
ઉત્તર :- જેના વડે પદાર્થો જણાવાય, પદાર્થોનું સાચું સ્વરૂપ દેખાડાય, પદાર્થોના સ્વરૂપને જણાવનારા આ વિચારવિશેષો છે, માનસિક અભિપ્રાયો છે. આ નયો એ માણસો નથી પણ માણસોના વિચારો, અભિપ્રાયો, આશયો છે.
(૧) આ નયો સામાન્ય અને વિશેષ, ભેદ અને અભેદ, વૈકાલિક અને વર્તમાનકાલીન ઈત્યાદિ રૂપે પદાર્થને પ્રકાશિત કરે છે. પોત-પોતાના નિયત અર્થને જણાવે છે માટે પ્રાપક કહેવાય છે.