________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૪૩
શ્રી હેમચંદ્રાચાર્યજી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ મહાત્મા પુરુષોએ ભગવાન શ્રી મહાવીરપ્રભુની વાણીને અનુસારે સર્વનયાશ્રિત આ ધર્મ પ્રકાશિત કર્યો છે, અનેક શાસ્ત્રરચના દ્વારા સ્યાદ્વાદગર્ભિત ધર્મ વિસ્તાર્યો છે.
દ્રવ્યાર્થિકનયથી નિત્ય, પર્યાયાર્થિકનયથી અનિત્ય, નિશ્ચયનયથી સાધ્યની પ્રધાનતાવાળો, વ્યવહારનયથી સાધનની પ્રધાનતાવાળો, ક્રિયાનયથી ક્રિયાની અપેક્ષાવાળો અને જ્ઞાનનયથી જ્ઞાનની અપેક્ષાવાળો આમ સ્યાદ્વાદથી ગર્ભિત રાગ-દ્વેષ રહિત થઈને મુક્તિનું કારણ બને તેવો ધર્મ પ્રકાશિત કર્યો છે. તેઓને વારંવાર હૃદયના અત્યન્ત બહુમાનપૂર્વક અમારા નમસ્કાર હોજો. તેઓ શુદ્ધ માર્ગના ઉપદેશક છે. તેથી જ સમસ્ત વિશ્વ વડે પૂજ્ય છે. અનંત ઉપકાર કરનારા છે અને અમારા તો સવિશેષ ઉપકારી છે. અમે જે કંઈ પામ્યા છીએ તેમાં આ સઘળા આચાર્ય મહારાજાઓ અને ઉપાધ્યાયજી ભગવંતોનો પરમ ઉપકાર છે. ભવભાવના નામના ગ્રંથમાં કહ્યું છે કે -
“કેવલજ્ઞાન-કેવલદર્શન રૂપી ચંદ્રમા આથમી ગયે છતે પ્રકાશિત કર્યું છે ત્રણે ભુવન જેણે એવા અને બહુ જીવોએ કરેલા સંદેહો જેઓને પૂછી શકાય એવા અર્થાત્ અનેક મનુષ્યોના પૂછાતા પ્રશ્નોના યથાર્થ ઉપદેશ આપવા દ્વારા આપ્યા છે ઉત્તરો જેઓએ એવા બહુશ્રુતપુરુષોનું કલ્યાણ થાઓ.'' ||૫૦૬॥
“જેઓ ત્રણે લોકમાં પૂજ્ય છે. જેઓનું જ્ઞાન ત્રણે લોકમાં અત્યન્ત નિર્મળ છે. જેઓ પૂજ્યોને પણ પૂજનીય છે તથા જેઓ જ્ઞાની છે અને ચારિત્રસંપન્ન છે.” ૫૦૫
તથા શ્રી ઉપદેશમાલામાં પૂજ્ય ધર્મદાસગણિજીએ પણ કહ્યું છે કે -
“ત્રણ જાતના જીવો આરાધક છે સાવદ્યયોગનો સર્વથા ત્યાગ કરીને સર્વોત્તમ સાધુધર્મ પાળનારા પ્રથમ આરાધક છે, શ્રાવકધર્મ પાળનારા બીજા આરાધક છે અને સંવેગના (વૈરાગ્યના) પક્ષ વાળો માર્ગ છે જેઓને તે ત્રીજા આરાધક જાણવા.'' પ૧૯
“ઉત્તમ ચારિત્રવાળા મુનિ શુદ્ધ થાય છે. સમ્યગ્દર્શનાદિ ગુણોથી વિભૂષિત એવો શ્રાવક પણ શુદ્ધ થાય છે તથા ચારિત્ર અને ક્રિયામાં ઢીલો પણ સંવેગના પક્ષની (વૈરાગ્યની) રુચિવાળો જીવ પણ શુદ્ધ થાય છે. આમ ત્રણ પ્રકારના જીવો આરાધક જાણવા.’’ II૫૧૩॥
“સંવેગપાક્ષિક જીવોનું લક્ષણ શાસ્ત્રોમાં સંક્ષેપથી આ પ્રમાણે કહ્યું છે. તેઓ ચારિત્ર અને ક્રિયામાં ઢીલા હોવા છતાં પણ (પરિણામની ધારા નિર્મળ હોવાથી) કર્મોનો નાશ કરે છે. ૫૧૪