________________
૫૦૪
માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર
વિવેચન :- આત્મતત્ત્વની સાધનાના ભલે ભિન્ન ભિન્ન માર્ગો હોય, કોઈ આત્મા સવિશેષ તપ આરાધે, કોઈ આત્મા સવિશેષ જ્ઞાન આરાધે, કોઈ આત્મા સવિશેષ ચારિત્રગુણ આરાધે, કોઈ આત્મા તત્ત્વચિંતન આરાધે. આમ ભિન્ન ભિન્ન પ્રકારે અનેક ભેદોથી ભેટવાળા સાધનાના માર્ગો પણ અનેક છે. પંચ પરમેષ્ઠિના ગુણોનું ધ્યાન કરવાના માર્ગ રૂપ સાધનાની પદ્ધતિવાળા સાધનાના ઉપાયો અનેક છે. જ્યારથી આ જીવ દ્રવ્યથી પણ ધર્મની આચરણમાં જોડાય છે ત્યારથી ધર્મમાર્ગમાં પ્રવેશ પામે છે.
આવા પ્રકારના દ્રવ્યાચરણથી આરંભીને યાવતુ શુક્લધ્યાનની દશા આવે ત્યાં સુધી, અપુનર્બન્ધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર પ્રમત્ત-અપ્રમત્ત મુનિ, જિનકલ્પિક મુનિ, સ્થવિરકલ્પિકાદિ મુનિઓ વગેરે જે કોઈ આરાધનાના માર્ગમાં પ્રવેશે છે, એટલે કે મોહના ક્ષયોપશમની વૃદ્ધિ કરતાં કરતાં આગળ વિકાસ સાધે છે તે સર્વે પણ આત્મતત્ત્વના આરાધક આત્માઓ મધ્યસ્થ સ્વભાવવાળા હોય છે, એટલે કે રાગ-દ્વેષ રહિત ઉચિત માર્ગ ઉપર ચાલવા સ્વરૂપ મધ્યસ્થ-ભાવવર્તી હોય તો તેવા મહાત્મા પુરુષો મધ્યસ્થમાર્ગે ચાલવા દ્વારા અખંડિત એવા પરમ બ્રહ્મમય શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરનારા બને છે.
- ઉપરોક્ત કથનથી આ વાત સ્પષ્ટ સમજાય છે કે સાધનના સર્વે પણ ઉપાયો શુદ્ધ એવા એક આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં જ સમાપ્ત થઈ જાય છે. કારણ કે મોક્ષ માટેની સાધનાના ઉપાયો ભલે ભિન્ન ભિન્ન હોય પરંતુ સર્વેનું સાધ્ય મુક્તિની પ્રાપ્તિ રૂપ એક છે. કોની જેમ ? અનેક નદીઓ જેમ એક સમુદ્રમાં જ મળે છે તેમ અહીં સમજી લેવું.
જેમ ભિન્ન ભિન્ન નદીઓ ભિન્ન ભિન્ન માર્ગોથી આવતી હોવા છતાં પણ અંતે એક સમુદ્રમાં જ સમાપ્ત થઈ જાય છે અથવા અમદાવાદ-સુરત-મુંબઈ જેવા કોઈપણ એક નગરમાં પ્રવેશ પામવાના માર્ગો અનેક હોય છે છતાં પણ ભિન્ન ભિન્ન માર્ગો દ્વારા પ્રવેશ એક ગામમાં જ થાય છે. તેમ આત્મતત્ત્વની સાધનામાં જ એકમેક પરિણામ પામેલા મહાત્મા પુરુષોના સર્વે સાધનો (ઉપાયો) શુદ્ધ આત્મ-સ્વભાવમાં જ સમવતાર પામે છે. તે માટે શક્ય બને તેટલો રાગ-દ્વેષનો અભાવ થાય તેવો પ્રયત્ન કરવો. llll
स्वागमं रागमात्रेण, द्वेषमात्रात्परागमम् । न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥७॥
ગાથાર્થ - રાગમાત્રથી અમે (જેનોએ) પોતાના આગમને સ્વીકાર્યું નથી અને દ્વેષમાત્રથી પરના શાસ્ત્રને અમે ત્યર્યું નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિ માત્ર વડે અમે સ્વાગમને સ્વીકાર્યું છે અને પરાગમને ત્યજ્યું છે. ll