________________
उ७८ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર અને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો એ આત્માનું કાર્ય છે અને તે આત્મા જ છે. માટે આત્માને મેળવવા લાયક કર્મકારક પણ આત્મા જ છે. આ કર્મકારક છે.
(૩) આ આત્મા જેટલા પ્રમાણમાં આત્મદશામાં સ્થિર રહે તેટલા પ્રમાણમાં તેનાથી જ કર્મોની નિર્જરા થતાં પૂર્ણગુણી આત્મા પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્મતત્ત્વની પ્રાપ્તિનું કરણકારક પણ આત્મા જ છે.
(૪) પ્રાપ્ત કરેલું – એટલે કે પ્રગટ કરેલું આત્મસ્વરૂપ આ આત્માને જ આપવાનું છે. અન્ય કોઈ પરદ્રવ્યને કંઈ આપવાનું નથી. માટે સંપ્રદાનકારક પણ આત્મા જ થાય છે.
(૫) આત્માનું શુદ્ધ, નિર્મળ ક્ષાયિકભાવનું કેવલજ્ઞાનાદિક જે શુદ્ધ સ્વરૂપ મેળવવાનું છે. તે પોતાના આત્મામાં જ સત્તાગત રહેલું છે એટલે ત્યાંથી જ મેળવવાનું છે. જ્યાંથી પ્રાપ્ત કરવાનું હોય છે તેને અપાદાનકારક કહેવાય. એટલે આત્મા જ અપાદાનકારક છે.
(૬) પ્રાપ્ત કરેલું આત્મસ્વરૂપ આ આત્મામાં જ રાખવાનું છે. અન્યત્ર ક્યાંય મુકવાનું નથી. પ્રગટ કરેલા તે સ્વરૂપને સાચવવા માટેની તિજોરી પણ આ આત્મા જ છે. માટે આધારકારક પણ આત્મા જ છે. આ રીતે આત્મતત્ત્વની પ્રાપ્તિમાં આ આત્મા જ છએ કારકમય છે.
આ પ્રમાણે આ આત્મા જ પોતાના સ્વરૂપનો કર્તા છે, કાર્યરૂપ પણ છે. કર્તાસ્વરૂપ, કર્મસ્વરૂપ હોવા છતાં કરણ સ્વરૂપ પણ પોતે જ છે. તથા સંપ્રદાન, અપાદાન અને
અધિકરણાત્મક પણ આ આત્મા પોતે જ છે. આ પ્રમાણે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે. ગાથા ૨૧૧૨ થી ૨૦૧૮ માં આ સાત ગાથાઓ તથા તેના
અર્થો પનરમા વિવેકાષ્ટકના સાતમા શ્લોકમાં આ જ ગ્રંથમાં લખ્યા છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
આ પ્રમાણે હોવાથી આ આત્મા પોતે જ પોતાના સ્વરૂપનો કર્તા છે. આત્માના પોતાના જ પ્રગટ થયેલા જ્ઞાન અને વીર્યગુણો આત્મતત્ત્વ પ્રગટ કરવામાં કરણ રૂપે કામ કરે છે. તેથી કરણભૂત જ્ઞાન-વર્યાત્મક આત્મા દ્વારા જ પૂર્ણ આત્મતત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્મા જ કરણ કારક છે. તથા આ આત્મામાં જ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ અને સિદ્ધત્વ ઈત્યાદિ અનેક ધર્મો રહેલા છે. તેથી આવા પ્રકારના સત્તાગત અનંત ધર્મોના સમૂહથી યુક્ત એવો આ આત્મા જ સત્તાગત ગુણોને પ્રગટ કરવાપણા રૂપે કર્મકારકને (કાર્યતાને) પામેલો છે. તથા અસ્તિત્વ આદિ અનંત ધર્મો અને પર્યાયોના પાત્રભૂત (આધારભૂત) પણ આ આત્મા જ છે.