________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૭૯ આવા પ્રકારના ધર્મો અને પર્યાયોના આધારભૂત એવા આત્મામાં જ કારણભૂત એવા જ્ઞાન-વર્યાદિ ગુણાત્મક આત્મા વડે અસ્તિત્વાદિ અનંત ગુણોના ભંડાર એવા આ આત્માને ચેતનાલક્ષણવાળો આ જીવ છે. એમ જે જાણે છે. તે જ આત્માને જાણી શકે છે. “આત્મતત્ત્વને જાણવારૂપ જે આ પ્રવૃત્તિ છે” તે પણ વિભાવદશાનો ત્યાગ કરીને આત્મા સ્વભાવદશામાં એકાગ્ર બને તો જ થઈ શકે છે. તેથી આત્મતત્ત્વને જાણવારૂપ આ પ્રવૃત્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ રત્નત્રયીને વિષે ભાસનાત્મક (જાણવા રૂ૫) જ્ઞપ્તિ, નિદ્ધર રૂપ (શ્રદ્ધામય) રુચિ અને આચરણ આચરવા રૂ૫ આચાર એમ આ ત્રણે ગુણોની એકમેકતા અર્થાત્ અભેદપરિણતિ જો કરવામાં આવે તો જ થાય છે. તેથી આવા પ્રકારની ત્રણે ગુણોની આ એકતા પ્રાપ્ત કરવી અત્યન્ત આવશ્યક છે. આવી ત્રણે ગુણોની એકતાતન્મયતા વિશિષ્ટ મુનિને જ હોય છે. સંસારીને કે શિથિલ મુનિને આવા પ્રકારની અભેદપરિણતિ સંભવતી નથી. આવા પ્રકારના શાસ્ત્રકારના આ કથનથી સમજાય છે કે - આત્મા વડે આત્માને જાણીને તેવા પ્રકારના આત્મતત્ત્વ ઉપર અતિશય દઢ રુચિવાળા બનીને તે જ આત્મતત્ત્વનું આચરણ કરવું. આમ ત્રણે ગુણોમાં હળીભળી જવું, લયલીન થઈ જવું, એકાગ્ર બની જવું એ જ મુનિનું મુનિપણું છે. આ જ સાચું મુનિપણાનું સ્વરૂપ છે.
भावना च मिथ्यात्वाज्ञानासंयमैकत्वेन पौद्गलिकसुखं सुखत्वेन निर्धार्य ज्ञात्वा च तदाचरणप्रवृत्तस्यानन्तकालं तत्त्वानवबोधेन निदाघज्वरपरिगत इव मृत्तिकालेप इवावगुण्ठितः कर्मपुद्गलैः न चोपलब्धः तत्त्वश्रद्धान-ज्ञान-रमणानुभवलवोऽपि । तेनैव निसर्गाधिगमादिकारणेन अनादिनिधनोऽयं जीवोऽनन्तज्ञानादिपर्यायालिप्तामूर्तस्वभावोऽवगतः निर्धारितश्च साध्योऽहं साधकोऽहं सिद्धोऽहं ज्ञानदर्शनानन्दाद्यनन्तगुणमयोऽहमिति ज्ञप्तिरुचि-आचरणरूपं मुनिस्वरूपम् । उक्तञ्च -
ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે – મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ અને કાષાયિક મનોવૃત્તિઓ ઈત્યાદિ અશુભ ભાવોની સાથે આ જીવની અનાદિકાલથી એકતાતન્મયતા-લયલીનતા હોવાથી મોહ અને અજ્ઞાનદશાના કારણે પદ્ગલિક સુખને જ સુખ છે એવો મનમાં પાકો નિર્ણય કરીને તેને જ સુખબુદ્ધિએ જાણીને તે પદ્ગલિક સુખસામગ્રી પ્રાપ્ત કરવા માટેની જ સવારથી રાત સુધી વિવિધ પ્રકારની આચરણાઓ આચરવામાં નિરંતર પ્રવૃત્તિશીલ બનેલા આ જીવને અનંત અનંત કાલથી સાચા આત્મતત્ત્વનો બોધ ન થયેલો હોવાથી શુદ્ધ આત્મતત્ત્વનું ભાન જ નથી. આત્માના સ્વરૂપનો અને ગુણોનો ક્યારેય વિચાર પણ કર્યો નથી, ક્યારેક ધર્મ કર્યો હશે તો પણ ભોગબુદ્ધિ જ આગળ રાખી હશે.