________________
જ્ઞાનસારની ગરિમા
“જ્ઞાનસાર એ ભવોદિધ તરવામાં વહાણ છે”
एवं कारणकार्यपूर्वकाधिकारद्वात्रिंशत्फलकोपेतं ज्ञानसारं नाम यानपात्रम् । यदारूढाः मिथ्याज्ञानभ्रमणभीषणमतत्त्वैकत्वतारूपजलगम्भीरम्, असंयमपाथोधिमुल्लङ्ध्य सम्यग्दर्शनप्रतोलीमण्डितम्, सम्यग्ज्ञाननिधानोपेतम्, सम्यक्चारित्रानन्दास्वादमधुरम्, असङ्ख्येयप्रदेशस्वसंवेद्यतत्त्ववेदकतासम्पत्प्रवणम्, जिनप्रवचनप्राकारोत्सर्गापवादपरिखासंयुतम्, नयगमनिक्षेपानेकगुणौघं लभन्ते स्याद्वादपत्तनं भव्याः । इति ज्ञानसारफलोपदेशकं ग्रन्थस्य मौलिरूपमन्त्याधिकारमाह श्रीमत्पाठकेन्द्रः
118 11
૮૫૬
વિવેચન :- ઉપરની પંક્તિઓમાં નીચે મુજબની કલ્પના કરી છે
(૧) જ્ઞાનસાર એ બત્રીસ પાટીયાઓનું બનેલું વહાણ છે. (૨) અસંયમ - (અવિરતિ) એ સમુદ્ર છે.
(૩) સ્યાદ્વાદ એ સામા કિનારાનું ભવ્યનગર છે. (૪) મિથ્યાજ્ઞાન-મિથ્યાતત્ત્વનો આગ્રહ એ પાણી છે. (૫) સમ્યગ્દર્શન એ સામા નગરનો દરવાજો છે. (૬) સભ્યજ્ઞાન એ ધનનો ભંડાર છે.
(૭) સમ્યક્ચારિત્ર એ આનંદના આસ્વાદની મધુરતા છે. (૮) આત્મતત્ત્વનું સંવેદન એ સંપત્તિ છે.
(૯) જિનેશ્વર પ્રભુનું પ્રવચન એ કિલ્લો છે.
જ્ઞાનસાર
(૧૦) ઉત્સર્ગ અને અપવાદનું નિરૂપણ એ કિલ્લાને ફરતી ખાઈ છે. (૧૧) સાત નયો અને ચાર નિક્ષેપા એ અનેક જાતની સુંદરતાનો સમૂહ છે.
ઉપર પ્રમાણે ૧૧ જુદી જુદી રીતે ઉપમાઓ આપીને ટીકાકારશ્રી દેવચંદ્રવિજયજી મહારાજશ્રી જ્ઞાનસારનો મહિમા સમજાવે છે કે આ જ્ઞાનસાર નામનો જે ગ્રંથ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવ્યો છે તે આ સંસારસાગર તરવામાં શ્રેષ્ઠ વહાણ સમાન છે. વહાણ જેમ લાકડાનાં પાટીયાં પરસ્પર જોડવાથી બને છે. એમ પૂર્વ પૂર્વ અધિકારો કારણ સ્વરૂપે અને પછી પછીના અધિકારો કાર્ય સ્વરૂપે એમ કારણ-કાર્યતાના સંબંધ વાળા બત્રીસ અધિકારો રૂપી બત્રીસ પાટીયાં પરસ્પર જડીને બનાવેલ આ જ્ઞાનસાર એ ખરેખર સંસારસમુદ્ર તરવામાં યાનપાત્ર-વહાણ છે. મોટી સ્ટીમર છે.