________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૫૭ યારૂઢી: = જે વહાણ ઉપર ચઢેલા ભવ્ય લોકો સ્યાદ્ધવાદ નામના ભવ્યનગરને પ્રાપ્ત કરે છે. અસંયમ એટલે અવિરતિભાવ, પાંચે ઈન્દ્રિયોના વિષયો સેવવા, અનેક પ્રકારનાં પાપો કરવાં, અઢારે પાપસ્થાનકો સેવવાં તે રૂપી પાથોધિ = સમુદ્ર છે. તે સમુદ્રમાં અગાધ પાણી છે. વિપરીત જ્ઞાનરૂપી ભ્રમણાથી ભયંકર બનેલ અને મિથ્યાતત્ત્વની સાથે જ એકતાવિપરીતબુદ્ધિ એ રૂપી અગાધ પાણીથી ભરેલો અને ઘણો ઊંડો આ સમુદ્ર છે. પણ જો જ્ઞાનસારનો અભ્યાસ કરવા દ્વારા તે વહાણ ઉપર જે જે ભવ્ય જીવો ચઢે છે તે તે ભવ્ય જીવો આવા સમુદ્રને પણ ઓળંગીને સામા કિનારે રહેલા “સ્યાદ્વાદનગરમાં” સુખે સુખે પહોંચી જાય.
આ સ્યાદ્વાદ નગર કેવું છે? જેમ ભવ્યનગરને ચારે તરફ કિલ્લો હોય કે જેથી ચોર -લુંટારા પ્રવેશ ન કરી શકે-તેમ આ સ્યાદ્વાદનગરને જિનેશ્વર પરમાત્માનાં પ્રવચન રૂપી સુંદર અને મજબૂત કિલ્લો છે. જેથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયો રૂપી બંધહેતુઓ આ નગરમાં પ્રવેશી શકતા નથી અને આત્માના સમ્યકત્વાદિ ગુણસમૂહને લુંટી શકતા નથી. કદાચ કોઈ લુંટારા કીલ્લો કુદીને અંદર પ્રવેશ કરવાની હિંમત કરે તો તેવી હિંમત જ ન કરી શકે અને અંદર આવીને લોકસમૂહને લુંટી ન શકે તે માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગને જણાવવા રૂપી કીલ્લાની ચારે બાજુ ઊંડી ખાઈ કરી છે. કે જેથી કોઈ લુંટારા સાહસ કરીને કિલ્લા ઉપર ચઢે જ નહીં આવા પ્રકારના કિલ્લાવાળું આ નગર છે.
આ નગરમાં રહેનારા ભવ્ય જીવો સુખે સુખે પ્રવેશ-નિર્ગમન કરી શકે તે માટે સમ્યગ્દર્શન રૂપી સુંદર એક દરવાજો (પ્રવેશદ્વાર) છે તેના વડે સુશોભિત આ નગર છે. આ નગરમાં સમ્યજ્ઞાન રૂપી ઘણા ધનભંડારો છે. જેમ ધનભંડારો વડે ગામ શોભે તેમ સમ્યજ્ઞાન વડે સ્યાદ્વાદનગર શોભા પામે છે. તથા સમ્યક આચરણા રૂપી ઘણા જ આનંદના આસ્વાદની મધુરતાથી ભરપૂર ભરેલું આ નગર છે. જે ગામના લોકો આનંદની મધુરતા માણતા હોય તે જ નગર પ્રશંસાને પામે છે તેમ આ સ્યાદ્વાદનગરમાં વસતા લોકોમાં સમ્યફ આચરણા રૂપી આનંદની લહેરો ઉછળે છે. દરેકના મુખ ઉપર આનંદનું તેજ ઝળકે છે. મુખ ઉપર ઘણી સારી કાન્તિ અને ઓજસ ચમકે છે.
જે નગરમાં વસતા લોકોના ઘરોમાં સુખસંપત્તિ હોય ધનાઢ્યતા હોય તો જ તે નગર શોભા પામે છે. તેવી જ રીતે સ્યાદ્વાદનગરમાં વસતા સર્વે લોકોના એક એક આત્મામાં જે અસંખ્ય આત્મપ્રદેશો છે તેમાંના એક એક આત્મપ્રદેશમાં પોતાના આત્માનું જ અનુભવવા યોગ્ય જે તત્ત્વસંવેદનજ્ઞાન છે તે રૂપી સંપત્તિથી ભરપૂર ભરેલું આ નગર છે. તથા જે નગરમાં રસ્તાઓ, તળાવો, વાવડીઓ, બાગ-બગીચાઓ ઈત્યાદિ હોય તો તે ગામની શોભા,