SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૪ તપોષ્ટક - ૩૧ જ્ઞાનસાર યુવાન હોય છતાં, પાંચ ઈન્દ્રિયોના વિષયો આત્માને રાગાદિ મોહદશા કરાવવા દ્વારા નરકનિગોદમાં લઈ જનારા છે. આમ સમજીને જે તેનો ત્યાગ કરે છે સંસારની સન્મુખતાને ત્યજીને સંસારની વિમુખતાને જે સેવે છે. ભોગ યોગ્ય કાળ હોવા છતાં અને ભોગનાં અનેકવિધ સાધનો-વિષયો સામે હોવા છતાં તેને ત્યજીને જે ત્યાગી બને છે તેના ત્યાગને તપ કહેવાય છે. જ્ઞાની મહાત્માઓનો આવો ઉત્કૃષ્ટ તપ હોય છે તેને પ્રાતિસ્રોતસિક વૃત્તિ કહેવાય છે. આત્મતત્ત્વને અનુકૂલ અને સંસારીભાવને પ્રતિકૂલ એવી જે પ્રવૃત્તિ તેને તપ કહેવાય છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ આદિ કરવાનું મન થાય, આવા પ્રકારના ભાવતપની આચરણાનો જે પરિણામ થાય છે તે જ આત્માના શુદ્ધ સ્વરૂપની તન્મયતા છે. વિભાવનો ત્યાગપરિણામ એ જ સ્વભાવને અનુસરવાની મનોવૃત્તિ છે. જીવનમાં આ જ કરવા જેવું છે. આ જ ભવમાં નિયમો મોક્ષ થવાનો છે, આમ જાણતા હોવા છતાં, રાજાસાઈ કુટુંબમાં ઉછેર હોવા છતાં, ભોગસામગ્રીમાં મોટા થયા હોવા છતાં નદીના સામા પ્રવાહે ચાલવાની જેમ ઉત્કટ જ્ઞાન-ધ્યાન માર્ગ આરાધવો અને તેમાં સહાયક એવો બાહ્યતપ કરવો એ જ પ્રાતિસ્રોતસિકી વૃત્તિ છે અને તેને જ ભાવતપ કહેવાય છે. આવા પ્રકારના તપ દ્વારા જ સકલ કર્મોનો ક્ષય થાય છે. માટે દ્રવ્યતપ કરવાપૂર્વક ભાવતપ આરાધવો જોઈએ. રા. धनार्थिनां यथा नास्ति, शीततापादि दुस्सहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥३॥ ગાથાર્થ :- જેમ ધનના અર્થી જીવોને ઠંડી-ગરમી વગેરે પ્રસંગો દુઃસહ હોતા નથી તેમ સંસારથી વિરક્ત અને તત્ત્વજ્ઞાનના અર્થી જીવોને પણ શીત-તાપાદિ દુસ્સહ હોતા નથી. ૩ll 'ટીકા :- “થનાર્થનામ” યથા થનાર્થનાં શીત-તાપતિ દુર્દ નાતિ, धनोपार्जनकुशलाः शीतादिकं सर्वमपि क्षमन्ते । तथा तत्त्वज्ञानार्थिनां भवविरक्तानामनशनादिकं तपो न दुस्सहम् । कार्यार्थी कारणे न प्रमाद्यति । अतः परमानन्दकार्यकर्ता अनशनादितपःकष्टानुष्ठाने न दुस्सहत्वं मन्यते ॥३॥ વિવેચન :- જેમ ધનના અર્થી જીવોને ઠંડી-ગરમી અને આદિ શબ્દથી ભૂખ-તરસ વગેરે દુસ્સહ હોતાં નથી. એટલે કે ધન ઉપાર્જન કરવામાં જ રચ્યા-પચ્યા રહેનારા જીવો ઠંડી-ગરમી, ભૂખ અને તરસ વગેરે સર્વ પ્રકારની પ્રતિકૂલતા સહન કરે છે. ધન ઉપાર્જનની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy