________________
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર વિષમતા બરાબર સમજાઈ ગયેલી છે તેથી સ્વભાવદશાના અનંત આનંદના અનુભવમાં આ મુનિઓ ગરકાવ થઈ જાય છે.
આ વિષયમાં પૂર્વાચાર્યોની પરંપરાવાળો સંપ્રદાય જ પ્રમાણ છે. તે પરંપરાવાળો સંપ્રદાય આ પ્રમાણે જણાવે છે કે - જઘન્યસંયમસ્થાનથી પ્રારંભીને ઉત્કૃષ્ટ સુધીનાં સંયમસ્થાનો અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તે સંયમસ્થાનોમાં કોઈ મુનિ ક્રમે ક્રમે અધિક અધિક વિશુદ્ધિ દ્વારા આરોહણ કરે છે અને કોઈ મુનિ એકદમ વધારે વિશુદ્ધિની વૃદ્ધિ પામવાથી વચ્ચે વચ્ચેનાં કેટલાંક સંયમસ્થાનો છોડીને ક્રમ વિના સહસા ઉપર આરોહણ કરનારા પણ બને છે તે ક્રમે અને અક્રમે ઉપર ચઢનારા મુનિઓમાં ૧ માસ, ૨ માસ, ૩ માસ આદિ બાર માસના સમય પ્રમાણ સંયમ પાળવાથી પ્રગટ થયેલા “સંયમભાવ” વડે અનેક સંયમસ્થાનોને ઓળંગી ઓળંગીને ઉપરના ટોચના સંયમસ્થાનમાં વર્તતા અને સંસારી ભાવોથી વિરક્ત એવા આ મુનિ આવા પ્રકારના દેવો-સંબંધી સુખને પણ ઓળંગી જઈને આત્મસુખમાં રમતા હોય છે આમ જાણવું.
ધર્મબિન્દુ નામના ગ્રંથમાં છટ્ટા અધ્યાયના ૩૬મા શ્લોકમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે. તે ગ્રંથની સાક્ષી આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે –
શ્રી ભગવતીજીસૂત્રમાં કહ્યું છે કે ૧ માસ૨ માસ આદિ ચારિત્રપર્યાયથી પ્રારંભીને ૧૨ માસના ચારિત્રપર્યાયથી મુનિવર પુરુષો સર્વ દેવો કરતાં પણ ઉત્તમ એવું શ્રેષ્ઠ તેજ પ્રાપ્ત કરે છે.”
ધર્મબિન્દુના આ જ શ્લોકની વૃત્તિમાં (આ શ્લોક ઉપરની ટીકામાં) “તેજ”નો અર્થ ચિત્તસુખલાભ કરેલો છે માનસિક અત્યન્ત આનંદ. ગુણોના અનુભવનું માનસિક વિશિષ્ટ સુખ આવો અર્થ ત્યાં ટીકામાં કરેલો છે. આવા પ્રકારના આત્માના ગુણોના અનુભવ રૂપ સુખની વૃદ્ધિ આત્મજ્ઞાનમાં મગ્ન મહાત્માને જ હોય છે. પી.
ज्ञानमग्नस्य यच्छर्म, तद् वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥६॥
ગાથાર્થ :- જ્ઞાનમાં મગ્ન આત્માને જે સુખ છે તે જીભ દ્વારા કહેવાનું શક્ય નથી. પ્રિયાના આલિંગનના સુખ સાથે કે ચંદનના ઘોળના સ્પર્શના સુખ સાથે તે સુખ સરખાવી શકાતું નથી. દા.