SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર ટીકા :- “યથા યોદૈરિતિ” યથા યોધે-સુમટે: વૃતિં યુદ્ધ-સમ, સ્વામિનनृपे, उपचर्यते, जयपराजयहर्षविषादश्लोकाश्लोकादिकं स्वामिन्येव "अयं नृपः जितः, अयं पराजितः लोके इत्युक्तिर्भवति, तच्च स्वामित्वांशं ममत्वैकत्वेन, तथा संग्रहेण शुद्धे आत्मनि अविवेकेन-अज्ञानेन असंयमेन कर्म-ज्ञानावरणादि तस्य स्कन्धः-समूहः तस्य ऊर्जितं साम्राज्यमस्ति इत्यनेन स्वस्वरूपकर्तृत्वभोक्तृत्वपरावृत्ती ग्राहकतादिशक्तिपरिग्रहणेन तत् कर्तृत्वापत्तिः जीवस्योपचर्यते-उपचारः क्रियते, असदारोपः उपचारः, परभावकर्तृत्वादिपरिणत्यभावेऽप्यौपाधिककर्तृत्वाद्युपचारोऽनाરીતઃ રૂતિ (અનાલિત: તિ) iઝા વિવેચન :- આ સંસારમાં કોઈ એક દેશના રાજાને બીજા દેશના રાજા સાથે જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ત્યારે જો કે સૈન્યના સુભટો જ યુદ્ધ કરે છે રાજા તો (આજના કાલ પ્રમાણે વડાપ્રધાનો-મિનિસ્ટરો-રાષ્ટ્રપતિઓ તો) પોતપોતાની ઓફિસમાં જ બેઠેલા હોય છે અથવા ઘરે જ હોય છે. તેઓ કંઈ યુદ્ધ કરવા જતા નથી. છતાં સુભટો વડે કરાયેલું તે યુદ્ધ જેમ સ્વામિમાં (રાજામાં) ઉપચાર કરાય છે. આ દેશનો રાજા જીત્યો, આ દેશનો રાજા હાર્યો ઈત્યાદિ કહેવાય છે. કારણ કે સુભટોની જીતથી “જય, હર્ષ અને પ્રશંસાદિ” અને સુભટોના પરાભવથી “પરાજય-વિષાદ (ખેદ-દુઃખ) અને અપકીર્તિ આદિ“ સારાં-નરસાં ફળો સ્વામિમાં જ ઉપચાર કરાય છે. જે દેશ જીતે તે દેશના રાજાને જ સામેના-દેશના ધનભંડારાદિ મળે છે. સુભટોને કંઈ મળતું નથી. જગતમાં પણ “આ રાજા જીત્યો, આ રાજા હાય” એવી ઉક્તિ પ્રવર્તે છે. આવા પ્રકારની લોકોક્તિ પ્રવર્તવાનું કારણ એ છે કે સ્વામીમાં રહેલ જે સ્વામિત્વ રૂપ અંશ (ધર્મ) છે તે પારકા દેશની સાથે મમતા રૂપે એકતાને પામેલું છે. બીજા રાજાનો જે દેશ છે, જે ધન-ભંડારાદિ છે, તેની સાથે માયા-મમતાથી એકતાબુદ્ધિ રાજાની થયેલી છે. પરની સાથેની એકતાબુદ્ધિથી આવો ઉપચાર કરાય છે. તેવી જ રીતે સંગ્રહાયથી સર્વે પણ આત્મા સિદ્ધ પરમાત્માની જેમ શુદ્ધ-બુદ્ધ છે, અનંત જ્ઞાનાદિના સ્વામી છે, દેવ-નારકાદિ પર્યાય રહિત છે, રાગાદિ ભાવોના અકર્તા છે, સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી અવસ્થાઓથી રહિત છે. તો પણ અવિવેકના કારણે એટલે કે અજ્ઞાનદશા અને અસંયમદશાના કારણે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના જે જે કર્મોના સ્કંધો (સમૂહ) આ જીવે પૂર્વકાલમાં બાંધેલા છે, તે કર્મસ્કંધોના ઉદયનું ઘણું પ્રબળ સામ્રાજ્ય છે. તે કર્મોના ઉદયની પ્રબળતાના ૧. અહીં સ્નાલાડાયા પાઠ હોવો જોઈએ, એમ લાગે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy