________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૩૭ ઉપરના નિર્મળ આકાશ તરફ નજર નાખીને દેખે છે. ત્યાં આકાશ નિર્મળ હોવા છતાં પણ જોનારની ચક્ષુમાં ભ્રમ ઉપજાવે તેવો તિમિરનો રોગ હોવાથી નીલા-પીલા-લાલ ઈત્યાદિ પટ્ટાઓ વડે મિશ્રતા એટલે જુદા-જુદા રંગવાળાપણું અર્થાત્ કાબરચીતરાપણું જે રીતે દેખાય છે તે જ રીતે અવિવેકના કારણે અર્થાત્ અભેદબુદ્ધિ રૂપ મિથ્યા ઉપયોગના કારણે, રાગાદિ અશુદ્ધ અધ્યવસાયોના કારણે મિશ્રતા-એકતા “આ શરીર એ જ હું છું” આવી એકતાબુદ્ધિ જીવને થાય છે.
આ આત્મા મોહના ઉદયથી પરદ્રવ્યની સાથે એવી એકમેકપણાની પરિણતિવાળો બન્યો છે કે જેને લીધે અનાદિકાળથી મોહના વિકારો વડે વિક્રિયાપૂર્વકની પરિણતિવાળો જ દેખાય છે. વાસ્તવિકપણે આવો અશુદ્ધ નથી, પણ મોહના ઉદયના કારણે થયેલા ભ્રમથી તેવો દેખાય છે. શુદ્ધ એવું પણ આકાશ તિમિરના રોગવાળાને તિમિરના કારણે અશુદ્ધ દેખાય છે. તેમ નિશ્ચયનયથી આ આત્મા નિર્વિકારી, અખંડ જ્ઞાનમૂર્તિમય છે. છતાં પણ પરદ્રવ્યની સાથે એકતા રૂપે વિકારથી અંકિત થયેલો દેખાય છે.
વાસ્તવિક સ્વરૂપે આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, અનંત જ્ઞાનમય છે. પરદ્રવ્યની સાથે લેપાવું-એકમેક થવું તે આત્માનું સ્વરૂપ નથી. પરંતુ મોહની પરાધીનતાથી આ જીવ અશુદ્ધ, અજ્ઞાની, રાગાદિ ભાવવાળો બન્યો છે. તેથી વિવેક બુદ્ધિ લાવીને મોહનો નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અને પરદ્રવ્ય સાથે એકમેક બનેલા જીવને વિભિન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. ननु आत्मनः परभ
वे परोपाधिजन्यविकारेण विकारता कथमिति निवारयन्नाह
કોઈ શિષ્ય કદાચ આવો પ્રશ્ન કરે કે જો આ આત્મામાં પરભાવનું કર્તુત્વ નથી, આત્મા શુદ્ધ બુદ્ધ જ છે, પરદ્રવ્યથી ભિન્ન જ છે તો પછી પરોપાધિથી થયેલા વિકારો વડે વિકારીપણું કેમ આવે છે? આવી શંકાનું નિવારણ કરતાં જણાવે છે કે -
यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा ॥४॥
ગાથાર્થ :- જેમ સૈનિકો વડે કરાયેલું યુદ્ધ (યુદ્ધની હાર-જીત) સ્વામીમાં જ ઉપચાર કરાય છે તેમ કર્મના સ્કલ્પોથી (પુણ્ય અને પાપના ઉદયથી) પ્રાપ્ત થયેલું શુભાશુભ ફળ શુદ્ધ એવા આત્મામાં ઉપચાર કરાય છે.