________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૧ तत्त्वावलम्बनीभूतानां समता वनिता, समक्रियाः-साधवः मे ज्ञातयः-स्वजना इति कृत्वा बाह्यवर्ग-पुत्रकलत्रादिकं त्यक्त्वा धर्मसन्यासवान्-गृहस्थधर्मत्यागवान् भवेत् ।
औदयिकसम्पदां विहाय क्षयोपशमजां स्वीयां साधनसम्पदां भजति । अनादिपरसङ्गादिविभावसम्पदां गृह्णन्-इच्छन्-भुञ्जन्-भवाटव्यां परिभ्रमति । स एव सम्यग्ज्ञानदर्शनेन चारित्रसाधनधर्मपरिणतो मोक्षसाधको भवति ॥३॥
વિવેચન - જ્યારે આ જીવને તત્ત્વનું ભાન થાય છે ત્યારે જ સમજાય છે કે આ સાંસારિક સગપણો એક ભવ પૂરતાં જ છે. સર્વે જીવો મૃત્યુ બાદ ભિન્ન ભિન્ન સ્થાને જાય છે. નવા નવા જીવોની સાથે આ સાંસારિક સંબંધો થાય છે અને નાશ પામે છે. એક પણ સંબંધ કાયમી નથી. એક ભવમાં પણ આ સંબંધ બદલાતા રહે છે, અનિયત છે. કર્મના ઉદયમાત્રથી જ થયેલા છે, મોહજન્ય છે, પાધિક છે. વિયોગકાલે દુઃખ જ આપનારા છે. માટે જ્ઞાનીઓએ જે કહ્યું છે કે “કોનાં છોરૂ કોનાં વાછોરૂ” ઈત્યાદિ પંક્તિઓ સત્ય છે. તેથી તત્ત્વજ્ઞાની આત્મા આ બાહ્યસંબંધોનો ત્યાગ કરીને અભ્યત્તરસંબંધ (અંદર રહેલા પોતાના સ્વરૂપાત્મક ગુણોનો જ સંબંધ) કરવામાં પ્રીતિ કરે છે.
આત્માના એક શુદ્ધસ્વરૂપની જ સાધના કરવામાં તત્પર બનેલા સાધક આત્માને “સમતા” શમભાવ (રાગ-દ્વેષરહિતતા) એ જ એક કાન્તા છે. વલ્લભ એવી પત્ની છે. શારીરિક ભોગ યોગ્યને બદલે પોતાના સ્વરૂપના ભોગને યોગ્ય જો કોઈ સાચી-સદા સાથે રહેનારી પત્ની હોય તો તે સમતા નામની પત્ની છે. આ રીતે તત્ત્વજ્ઞાનના આલંબનવાળા બનેલા સાધક આત્માને સમતા એ જ પત્ની અને પોતાની સમાન સાધનાની ક્રિયા કરનારા સાધુસંત પુરુષો એ જ મારા જ્ઞાતિજનો છે અર્થાત્ સ્વજનો છે. આમ અભ્યત્તરદૃષ્ટિ ખીલે ત્યારે બાહ્યવર્ગ જે પુત્ર-સ્ત્રી-બંધુ-માતા-પિતા આદિનો ત્યાગ કરીને આ જીવ ગૃહસ્થધર્મનો એટલે કે સાંસારિક સગાઈનો સંન્યાસવાળો (ત્યાગવાળો) બને છે.
માતા-પિતા-પતિ-પત્ની-પુત્ર-મિત્ર ઈત્યાદિક સાંસારિક સ્વજનોની જે પ્રાપ્તિ થાય છે તે મોહનીયકર્મ અને નામકર્મના ઉદયથી થાય છે માટે “ઔદયિક ભાવની” સંપત્તિ કહેવાય છે. જો કે આ જીવને સાંસારિક જીવન જીવવામાં ઉપરોક્ત સ્વજનો સહાયક છે. માટે જ સંપત્તિ કહેવાય છે. આ કુટુંબ જેને જીવંત હોય તેને તે તે રૂપે મદદગાર પણ બને છે. માટે જ ભાગ્યશાલી કહેવાય છે પરંતુ તે તમામ બાહ્યસંપત્તિ છે, મોહજન્ય પણ છે અને મોહ કરાવનારી પણ છે. રાગ-દ્વેષના નિમિત્તરૂપ છે. માટે આવા પ્રકારની ઔદયિકભાવની સંપત્તિનો ત્યાગ કરીને આ જીવ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતકર્મોના ક્ષયોપશમથી થનારી જ્ઞાન-દર્શન