________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩પ૯ ટીકા :- “છિત્તિ રૂત્તિ, વૃથા:-તત્ત્વજ્ઞા:, જ્ઞાનલાપ પૃવિણતાં-સ્પૃહી एव विषवल्लिस्तां छिन्दन्ति, यस्याः फलं यत्फलम्, मुखशोषं च पुनः मूर्छा च पुनः दैन्यं यच्छति-ददाति इत्यनेन स्पृहाविषलता मुखशोषादिकं वितरति, इच्छकः दीनो भवति । तेन विषमविषोपमविषयस्पृहा निवारणीयेति ॥३॥
વિવેચન :- આત્મતત્ત્વને જે જાણનારા છે. આ આત્માના શુદ્ધ સ્વરૂપને જ મેળવવાની જેને લગની લાગી છે. આત્માની નિર્મળતા પ્રાપ્ત કરવાનું જ જેનું લક્ષ્ય છે તે જ સાચા જ્ઞાની પુરુષો કહેવાય છે. આવા જ્ઞાની પુરુષો સમ્યજ્ઞાન રૂપી દાતરડા વડે સ્પૃહા (લાલસાવિષયોની ભૂખ) રૂપી ઝેરની વેલડીને પોતાની હૃદય-ભૂમિમાંથી ઉખેડીને છેદી નાખે છે. જેમ દાતરડા વડે ભૂમિ ઉપર ઉગેલી વેલડી છેદાય તેમ જ્ઞાનના બળે પંડિત પુરુષો પોતાના હૃદયમાંથી ઉઠતી વિષયોની લાલસાનો ઉચ્છેદ કરે છે. વિષયોની ભૂખને જ છેદી નાખે છે.
આ વિષયોની લાલસા કેવી છે? ઝેરની વેલડી જેવી છે. જેમ ઝેરની વેલડી કડવાં ફળ આપે છે. મુખને સુકવી નાખે છે, ધીરે ધીરે મૂછ-બેહોશતા અને મૃત્યુ આપે છે. તેમ આ વિષયોની લાલસા (સ્પૃહા) પણ મુખશોષ-મૂછ અને દીનતા રૂપી અણગમતાં દુઃખદાયી એવાં માઠાં ફળોને આપે છે. સ્પૃહાવાળા જીવને જે જે વિષયોની ભૂખ તેના હૃદયમાં જાગી હોય છે તે તે વિષયો જ્યાંથી જ્યાંથી મળવાનો સંભવ લાગે છે ત્યાંથી ત્યાંથી ગરીબડો થઈને, વિવેક ચૂકીને, હાથ જોડીને, માથું નમાવીને, પગે પડીને ભીખારીની જેમ વિષયસુખો માગ્યા જ કરે છે. તે તે વિષય આપનારાની પાછળ ફર્યા જ કરે છે. આ સૌથી પ્રથમ દીનતા (લાચારી) નામનું સ્પૃહાનું ફળ છે. વારંવાર માગણી કરવા પડે અને તે માગણીઓ ન પ્રાપ્ત થતાં મુખ શોષાઈ જાય છે. મુખ ઉપર ગ્લાનિ-હતાશા આવે છે. રડવું પણ આવી જાય છે. સ્પૃહાનું આ બીજા નંબરનું ફળ છે. ત્યારબાદ અતિશય ચિંતાઓ-વિચારો અને દુઃખનો અતિરેક થતાં મૂછ-બેહોશતા આવે છે. સ્પૃહાનું આ ત્રીજું ફળ છે. આમ વિષયોની લાલસા એ ખરેખર વિષની વેલડી જ છે. વિષની વેલડી જે જે ફળ આપે છે તે તે ફળ આ લાલસાસ્પૃહા આપે છે. તેથી વિષમ-ભયંકર વિષ અર્થાત્ કાળકૂટની ઉપમાવાળી આ વિષયોની સ્પૃહાને જીવનમાંથી દૂર કરવી જોઈએ, કાઢી નાખવી જોઈએ. સ્પૃહા એ વિષની વેલડી તુલ્ય છે માટે દૂરથી જ ત્યાજ્ય છે. ૩ll
निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली-सङ्गमङ्गीकरोति या ॥४॥
ગાથાર્થ - વિદ્વાન પુરુષે સ્પૃહાને ચિત્તરૂપી ઘરમાંથી બહાર કાઢી નાખવી જોઈએ કે જે સ્પૃહા પરભાવદશાની પ્રીતિ રૂપી ચંડાલણીની સોબત (સંગ) કરે છે. all