________________
૧૨૪
મોહત્યાગાષ્ટક - ૪
જ્ઞાનસાર
ભાવોથી ભિન્ન માનતો છતો જરા પણ ખેદ પામતો નથી, હૈયામાં દુઃખ, સુખ કે આશ્ચર્ય ધારણ કરતો નથી. કારણ કે જે મૂઢ-અજ્ઞાની હોય છે તે જ કર્મકૃત વિચિત્રતાને પોતાનું સ્વરૂપ માની લે છે. અને તેના કારણે હર્ષ-શોકાદિ પણ કરે છે. પણ અમૂઢ-જ્ઞાની આત્માની માન્યતા તેવી હોતી નથી, તે કર્મકૃત વિચિત્રતા એ પરદ્રવ્યનું નાટકમાત્ર છે, મારું સ્વરૂપ નથી. હું તો સિદ્ધપરમાત્માની સમાન અનંત ગુણોનો સ્વામી છું. મારું અસલી રૂપ તો તે છે. આ તો નાટકની જેમ કૃત્રિમ-નાશવંત અને ચાલ્યું જવાવાળું પરદ્રવ્યકૃત સ્વરૂપ છે તે ખરેખર મારું સ્વરૂપ નથી.
આવા પ્રકારની અલિપ્ત દશા જાગૃત હોવાથી પૂર્વકાલમાં બાંધેલા પુણ્ય-પાપકર્મના ઉદયજન્ય સુખ-દુઃખનો અનુભવ કરવા છતાં અલ્પ પણ ખેદ પામ્યા વિના આવેલી પરિસ્થિતિઓમાં મધ્યસ્થભાવે (હર્ષ-શોકાદિ-પામ્યા વિના) આ મહાત્મા વર્તે છે. તે તત્ત્વજ્ઞાની મહાત્મા મનમાં આવા પ્રકારનો વિચાર કરે છે કે હે જીવ ! તેં જ પૂર્વકાલમાં આ કર્મ બાંધ્યું છે અને તારે જ ભોગવવાનું છે. તો હવે સંતાપ શેનો ? કર્મ કરવાના કાલે હોંશે હોંશે બાંધ્યાં છે. તે કાલે કર્મો બાંધવામાં અરિત અને અનાદર હતાં નહીં, અરે અરે ! આવું કર્મ મારે કેમ કરાય ? મારાથી આવું પાપ ન થાય, આવો જરા પણ ક્ષોભ-અપ્રીતિ કે પાપ કરવાનો અનાદર પણ કર્યો નથી, હોંશે હોંશે રાચી-માચીને પાપ કરવામાં તું કુદી પડ્યો છે તો પછી હવે ભોગવવાના કાલે આટલો બધો દ્વેષ નાખુશીભાવ કેમ કરે છે ? કર્મોના ઉદયથી આવેલી સાનુકુળ કે પ્રતિકુલ પરિસ્થિતિને ભોગવવાના કાલે “આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે” આવી ઈષ્ટાનિષ્ટની પરિણતિ જ (રાગ-દ્વેષાત્મક પરિણામ જ) નવા કર્મના બંધનું કારણ બને છે. ઉદયકાલે જેટલી વધારે આસક્તિ અને આકુળ-વ્યાકુળતા કરાય છે તેટલો વધારે ચીકણો નવા કર્મનો બંધ થાય છે.
-
આ કારણથી પુણ્યોદયકાલે મળેલી સુખસામગ્રીમાં કે પાપોદયકાલે મળેલી દુઃખસામગ્રીમાં સદા અવ્યાપકપણે જ રહેવું જોઈએ. એટલે કે સુખમાં અંજાવું નહીં અને દુ:ખમાં મુંઝાવું નહીં. તે બન્નેમાંથી એક પણ પરિસ્થિતિ જીવની પોતાની નથી, જીવને ઉપકાર કરનારી નથી, રાગ અને દ્વેષ કરાવવા દ્વારા ગુણોને ભુલાવનારી છે. અર્થાત્ પુણ્યોદય પણ સુખમાં આસક્તિ કરાવવા દ્વારા આત્મગુણોના સુખનો આવારક છે અને પાપોદય પણ
૧. હિટ્ ધાતુ ધાતુપાઠમાં આત્મનેપદી છે. છતાં ગ્રંથકારે મૂલશ્લોકમાં વિદ્યુતિ લખીને પરઐપદનો પ્રયોગ કર્યો છે. તેનું કારણ એ છે કે “કાવ્યની રચનામાં ક્યાંક ક્યાંક પરઐપદનો પ્રયોગ પણ દેખાય છે. જેમકે “વૃિદ્ઘતિ ાવ્યે નડો'' = જડપુરુષ અર્થાત્ અજ્ઞાની માણસ મનોહર કાવ્યમાં પણ ખેદ ધરે છે. આ રીતે પ્રયોગ સંભવતા હોવાથી મૂલગાથામાં કરેલો પ્રયોગ નિર્દોષ જાણવો.