________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
૭૨૫ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર વગેરે જે જે શુદ્ધ આત્મગુણો છે તેની દિન-પ્રતિદિન વૃદ્ધિ-પ્રવૃદ્ધિ કરવામાં કારણભૂત એવી ધર્મક્રિયા કરવારૂપ ક્રિયાયોગનું અને શાસ્ત્રાભ્યાસ કરવા રૂપ જ્ઞાનયોગનું ઉત્કૃષ્ટપણે જે પાલન કરવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. સાધન-સામગ્રીના અભાવકાલમાં યોગ સેવી ન શકાય પણ સેવવાની તમન્ના તે ઈચ્છાયોગ અને સાધન-સામગ્રીવાળા સાનુકૂળકાલમાં તે તે યોગ-સેવવામાં જોડાવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. યોગવિંશિકામાં ગાથા પાંચમીના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે
“સર્વ ધર્મક્રિયાના આચરણમાં ઉપશમભાવ રાખવાપૂર્વક જોડાવું, પાલન કરવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે.”
___ इत्येवं योगद्वयं बाह्यरूपत्वात् क्रियामुख्यत्वात् साध्यावलम्बिना कारणरूपम् । शेषाणां तु शुभबन्धनिबन्धनं स्थैर्य बाधकाशुद्धाध्यवसाया अतिचाराः, तेषां भीर्भयं, तस्या हानि:-अभावः । निरतिचारगुणपालनारूपं यत्र क्षयोपशमोऽपि अतिगुणसाधनापरिणमनेन सहजभावत्वाद् निर्दोषगुणसाधना भवति यत्र तत् स्थैर्यम् । उक्तञ्च
"तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं ।।
આ પ્રમાણે સ્થાનયોગ અને વર્ણયોગ આ બન્ને યોગો બાહ્યક્રિયારૂપ હોવાથી (કાયા અને વચન ઉપર આધારિત હોવાથી) અને ક્રિયાની જ પ્રધાનતા હોવાથી (પ્રથમ યોગમાં કાયિકક્રિયા અને બીજા યોગમાં વાચિકક્રિયા મુખ્ય હોવાથી) કર્મયોગ (અર્થાતુ) ક્રિયાત્મક યોગ કહેવાય છે અને તે બન્ને યોગો જ્ઞાનયોગ રૂપ સાધ્યનું અથવા આત્મહિત રૂપ સાધ્યનું અવલંબન લેનાર સાધક આત્માઓને તે સાધનાના કારણરૂપે બને છે. અર્થાત્ આ કર્મયોગ કારણ છે અને જ્ઞાનયોગ તેનું ફળ છે. તથા આત્મતત્ત્વની પ્રાપ્તિ એ તેનું ફળ છે.
બાકીના જીવોને એટલે કે જે જીવોને સાધ્યનું બરાબર લક્ષ્ય આવ્યું નથી, ગાડરીયા પ્રવાહે આ યોગમાં જે જોડાયા છે તેવા સાધ્યશૂન્ય આરાધના કરનારાને આ ધર્મક્રિયા શુભયોગ હોવાથી પુણ્યબંધનું કારણ બને છે. કર્મનિર્જરા રૂપી ફળપ્રાપ્તિ થતી નથી, પરંતુ શુભક્રિયા હોવાથી પુણ્યબંધના કારણ રૂપ અને સ્વર્ગાદિની પ્રાપ્તિના કારણ રૂપ બને છે.
ત્રીજો સ્થિરતાયોગ કોને કહેવાય તે સમજાવે છે કે સાધ્ય સાધવામાં બાધક એવા જે અશુદ્ધ અધ્યવસાયો છે તે સાધનામાં દોષ લગાડનાર હોવાથી અતિચાર કહેવાય છે. તે અતિચારો લાગશે એવો જે ભય છે તેનો અભાવ થવો એટલે કે અતિચારો ન લાગે તેવી જાગૃત અવસ્થા તેને સ્થિરતાયોગ કહેવાય છે. સાધનામાં નિરતિચારપણે પાલન કરવું, લીધેલા