________________
જ્ઞાનમંજરી
परिहेयत्वविज्ञान- पूर्वकनिमित्तोपादानकारणनिर्द्धारशुद्धाविनश्वरस्वसिद्धपरिणतौ धर्मत्वप्रतीतिः सम्यग्दर्शनम् । इत्येवं सम्यग्दर्शनयुक्तस्य रुचिकृतपरमात्मभावस्य तत्साधनो - पायानवच्छिन्नकथनं शास्त्रम् ।
શાસ્રાષ્ટક-૨૪
૬૫૯
જીવ, અજીવ વગેરે છએ દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન જેને હોય, ગુણો અને પર્યાયોનો વિભાગ જેનામાં જે રીતે છે તેનામાં તે રીતે જેઓ જાણતા હોય, સર્વથા આશ્રવોનો ત્યાગ કરનારા હોય અર્થાત્ મુનિમહાત્મા હોય તો પણ જો તે મહાત્માઓ વડે વીતરાગ પરમાત્મા પ્રત્યે નિશ્ચયથી શ્રદ્ધા કરાઈ હોય, પરમવિશ્વાસ પ્રાપ્ત કર્યો હોય, અતિશય રુચિ પેદા થઈ હોય તો જ સમ્યગ્દર્શન કહેવાય છે. અન્યથા નહીં, સાધિક નવ પૂર્વે ભલે ભણે પણ મિથ્યાર્દષ્ટિ હોય તો કદાચ વાક્પટુતા સારી આવી જાય, જીવાજીવાદિની પ્રરૂપણા કદાચ સારી કરે, પણ અંતર કોરું હોવાથી, અંતર ભેદાયું ન હોવાથી આટલું વિશાલ જ્ઞાન હોવા છતાં પણ તે સભ્યશ્રુત કહેવાતું નથી.
તે કારણથી યથાર્થપણે જે મહાત્માઓએ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિભાગ કર્યો છે, સ્વદ્રવ્યનું સ્વરૂપ શું ? અને પરદ્રવ્યનું સ્વરૂપ શું ? આવા પ્રકારનો ભેદ જેઓએ કર્યો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે. બન્ને દ્રવ્યોના સ્વરૂપનો વિભાગ કરીને જે સ્વસ્વરૂપ છે તેમાં જ ઉપાદેયબુદ્ધિ અને જે પરસ્વરૂપ છે તેમાં હેયત્વ બુદ્ધિ જે મહાત્માઓએ કરી છે. આ ઉપાદેય-હેયબુદ્ધિ વિષયક વિશિષ્ટ જ્ઞાનપૂર્વક નિમિત્તકારણ અને ઉપાદાનકારણ આમ બન્ને પ્રકારનાં કારણોના યોગથી જ્યાં કાર્યસિદ્ધિ થાય છે આવું પણ જેઓએ યથાર્થ જાણ્યું છે, માણ્યું છે અને અનુભવ્યું છે. એકાન્તે એકલા નિમિત્તમાત્રથી કે એકાન્તે એકલા ઉપાદાનમાત્રથી કાર્ય થતું નથી–આવી જે મહાત્માઓની બુદ્ધિ સંસ્કારિત થઈ છે, આવા પ્રકારના નિર્ણયપૂર્વક શુદ્ધ, અવિનાશી અને પોતાને સિદ્ધ થયેલી દૃઢ – નિર્મળ પરિણતિમાં જ ધર્મપણાની પ્રતીતિ જે કરવી તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે.
સ્યાદ્વાદશૈલિ પૂર્વક, હેય-ઉપાદેયના જ્ઞાનપૂર્વક, નિમિત્ત-ઉપાદાનની સાપેક્ષતાપૂર્વક, સ્વસ્વરૂપ-પરસ્વરૂપના ભેદજ્ઞાનપૂર્વક જે નિર્મળ પરિણતિ તે જ સત્યધર્મ છે, આવી દંઢ પરિણતિ (પરિણામ) તે જ સમ્યગ્દર્શન છે. જે જે મહાત્મા પુરુષો આવા સમ્યગ્દર્શનથી યુક્ત છે અને વીતરાગસર્વજ્ઞપરમાત્મા પ્રત્યે રુચિવાળો કરાયો છે પરમ એવો આત્મભાવ જેઓ વડે તેવા મહાત્મા પુરુષોનું પોતાના આત્માને વીતરાગ સર્વજ્ઞપરમાત્મા બનાવવા માટે તેને સાધવાના ઉપાયો રૂપે સતત જે કથન-નિરંતર જે સદુપદેશ તે જ શાસ્ત્ર કહેવાય છે. બાકી રાજા-રાણીની વાર્તા માત્ર જ હોય અથવા આ લોકની નીતિ કે રાજ્યનીતિ કે યુદ્ધનીતિનું