SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ શાસ્ત્રાષ્ટક- ૨૪ જ્ઞાનસાર વર્ણન માત્ર હોય તેને શાસ્ત્ર કહેવાતું નથી. સારાંશ કે મોક્ષની સાધનતા જેમાં હોય તેને જ શાસ્ત્ર કહેવાય પણ ભવની સાધનતા જેમાં હોય તેને શાસ્ત્ર ન કહેવાય. तच्च नामादिभेदतः, नामतः आचाराङ्गादि । स्थापनातः सिद्धचक्रादौ स्थापितं श्रुतज्ञानम् । द्रव्यतः पुस्तकन्यस्तम्, अथवा अनुपयुक्तपुरुषस्य क्षयोपशमगतं जैनागमम् । (उपयुक्तसम्यग्दृष्टिपुरुषस्य क्षयोपशमगतं जैनागमं भावश्रुतम्) । તે શાસ્ત્ર નામાદિ નિપાના ભેદથી ચાર પ્રકારે છે. ત્યાં આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ આવા પ્રકારનાં શાસ્ત્રોનાં જે નામ તે નામશાસ્ત્ર, સિદ્ધચક્ર આદિ યંત્રોમાં સ્થાપના કરાયેલું લખાયેલું આલેખાયેલું જે શ્રુત તે સ્થાપનાશાસ. પુસ્તકાદિમાં, વસ્ત્રાદિમાં, તાડપત્રાદિમાં લખાયેલું જે શ્રુત તે દ્રવ્યશ્રુત અથવા જે મહાત્મા પુરુષોએ આચારાંગાદિ જૈનાગમોનો સુંદર અભ્યાસ કર્યો હોય પણ વ્યવહારકાલે તેનો ઉપયોગ ન હોય તો તેવા પ્રકારનું, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમાત્મક ઉપયોગશૂન્ય એવું જે જૈનાગમનું શ્રુત તે દ્રવ્યશ્રુત (અહીં મૂલ ટીકામાં ભાવશ્રુતની વ્યાખ્યા આપી નથી, પરંતુ અમને એમ લાગે છે કે લહીયા આદિના હાથથી લખવી રહી ગઈ હશે એમ સમજીને પ્રકરણના અનુસાર અહીં લખેલ છે). જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમાત્મક જૈનાગમનો ઉપયોગપૂર્વકનો સમ્યગ્દષ્ટિ આત્માનો જે અભ્યાસ તે ભાવકૃત જાણવું. नयविचारे तु-नैगमेन वचनोल्लापव्यञ्जनाक्षरादिकम् । सङ्ग्रहतः जीवपुद्गलौ-द्रव्येन्द्रियभावेन्द्रिये शास्त्रं, तद्धेतुत्वात् । व्यवहारतः पठनपाठनश्रवणात्मकम् । ऋजुसूत्रतः मनननिदिध्यासनरूपम् । शब्दतः तत् श्रुताधारात्मस्पर्शज्ञानपरिणामलक्षणं भावक्षयोपशमोपयुक्तस्य । समभिरूढतः तन्मयस्य सर्वाक्षरलब्धिवतः शुद्धोपयोगः । एवम्भूततः सर्वाक्षरसम्पन्नस्य निर्विकल्पोपयोगकाले उत्सर्गभावशास्त्रपरिणमनोपयुक्तत्वात् इति । अतः परमकारुणिकोपदिष्टं शास्त्रं हितम् । उक्तञ्च तत्त्वार्थभाष्ये હવે શાસ્ત્ર ઉપર નયોથી વિચારણા કરાય છે. નૈગમાદિ સાતે નયોથી કોને કોને શાસ્ત્ર કહેવાય? તે કહે છે. (૧) નૈગમનય - વચનોનો ઉલ્લાપ કરવા રૂપ વ્યંજનો અને અક્ષરોથી લખાયેલું-રચાયેલું બનાવેલું જે શાસ્ત્ર તે, મુદ્રિત પુસ્તક પ્રત વગેરે. આવી પંક્તિ કોઈ પુસ્તકોમાં દેખાતી નથી, પરંતુ ચાર નિપાનું પ્રકરણ ચાલતું હોવાથી ભાવનિક્ષેપને જણાવનારી પંક્તિ હોવી જોઈએ પણ તે દેખાતી ન હોવાથી અમે સ્થાનપૂર્તિ માટે કલ્પના કરીને આ પંક્તિ લખી છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy