________________
જ્ઞાનમંજરી શાસ્ત્રાષ્ટક- ૨૪
૬૬૧ (૨) સંગ્રહનય :- જીવાત્મક ભાવેન્દ્રિય અને પુદગલની બનેલી દ્રવ્યેન્દ્રિય એ શાસ્ત્ર કહેવાય
છે. બન્ને પ્રકારની ઈન્દ્રિયો દ્વારા શાસ્ત્ર સમજી શકાય છે. શાસ્ત્ર સમજવામાં ઈન્દ્રિયો પ્રધાનહેતુ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી ઈન્દ્રિયો એ જ શાસ્ત્ર છે. વ્યવહારનય :- શાસ્ત્રોનું પઠન-પાઠન કરવું, ભણવું-ભણાવવું-સાંભળવું અને
સંભળાવવું તે જ્ઞાનપ્રાપ્તિનો હેતુ છે. માટે શાસ્ત્રોના પઠન-પાઠનને શાસ્ત્ર કહેવાય છે. (૪) ઋજુસૂત્રનય - શાસ્ત્રોનું ચિંતન-મનન કરવું, વધારે ઊંડું વિચારવું, નિદિધ્યાસન
કરવું તે શાસ્ત્ર. (૫) શબ્દનય - ભાવક્ષયોપશમથી યુક્ત એવા જીવનો (મોહનો પરાભવ કરે તેવા
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી યુક્ત એવા જીવનો) શ્રુતના આધારે આત્માને સ્પર્શ કરે તેવો ભાવનાપૂર્વકનો જ્ઞાનપરિણામ (ક્ષયોપશમવિશેષ) તે શાસ્ત્ર.
- જ્ઞાનાવરણીયકર્મના વિશિષ્ટ ક્ષયોપશમભાવથી યુક્ત અને સર્વ અક્ષરોના લબ્ધિશ્રુતવાળા એવા ચૌદ પૂર્વધર, દશ પૂર્વધર આદિ શ્રુતકેવલી વગેરે આત્માનો જે શુદ્ધ ઉપયોગ તે શાસ્ત્ર.
- સર્વાક્ષરની લબ્ધિથી સંપન્ન એવા ચૌદપૂર્વધારી અથવા દશપૂર્વધારી આદિ ઋતકેવલી મહાત્માનો નિર્વિકલ્પ એવા ઉપયોગકાલે પ્રવર્તતો શાસ્ત્રરચના કરવાનો શુદ્ધોપયોગ રૂપ પરિણામ તે શાસ્ત્ર, કાલે ભોલેમ્પિયોગ ઉત્સર્ગથી ભાવશાસ્ત્ર રૂપે પરિણામ પામે છે માટે.
સારાંશ કે પ્રથમ નૈગમનયથી જડ એવાં પુસ્તકો અને પ્રતો વગેરે શાસ. અહીં જડપદાર્થમાં શાસ્ત્રનો ઉપચાર છે માટે, સંગ્રહનયથી પુદગલાત્મક દ્રવ્યન્દ્રિયો અને જીવસ્વરૂપ ભાવેન્દ્રિયો એ શાસ્ત્ર. કારણ કે ઈન્દ્રિયો શ્રુતજ્ઞાનનું મુખ્ય કારણ હોવાથી ઈન્દ્રિયો એ જ શ્રુતજ્ઞાન છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી જ્ઞાનની કિંચિત્ માત્રા છે માટે, વ્યવહારનયથી ભણવું-ભણાવવું-સાંભળવું અને સંભળાવવું એ શાસ્ત્ર છે. કારણ કે તે જ્ઞાનાત્મક હોવાથી શાસ્ત્ર. ઋજુસુત્રનયથી મનન-ચિંતન-નિદિધ્યાસન એ જ વિશિષ્ટપણે જ્ઞાનાત્મક હોવાથી શાસ્ત્ર છે. શબ્દાદિ પાછલા ત્રણે નમો ભાવનય હોવાથી આત્મામાં મોહનીકર્મનો નાશ કરે તેવો પ્રગટ થયેલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ શબ્દનયથી શાસ્ત્ર, ઉપયોગાત્મક ક્ષયોપશમ એ સમભિરૂઢનયથી શાસ્ત્ર અને શાસરચના કરવાના પરિણામમય ઉપયોગાત્મક ક્ષયોપશમ એ એવંભૂતનયથી શાસ્ત્ર કહેવાય છે. આ કારણથી મોહનીય અને જ્ઞાનાવરણીયકર્મના અતિશય વિશિષ્ટ ક્ષયોપશમભાવવાળા અને પરમ કરુણાવાળા મહાત્મા પુરુષો વડે ઉપદેશાયેલું જે શાસ્ત્ર છે તે જ યથાર્થ શાસ્ત્ર છે અને તે જ શાસ્ત્ર હિત કરનારું છે. શ્રી તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે -