________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૨૯
(૧) સ્નિગ્ધ પુદ્ગલોની સાથે સ્નિગ્ધ પુદ્ગલો જોડાય અને રૂક્ષ પુદ્ગલોની સાથે રૂક્ષ ગુણવાળા પુદ્ગલો જોડાય તેને સદેશ અથવા સજાતીયબંધ કહેવાય છે અને સ્નિગ્ધ ગુણવાળાની સાથે રૂક્ષ ગુણવાળાં અને રૂક્ષ ગુણવાળાની સાથે સ્નિગ્ધ ગુણવાળાં પુદ્ગલો જે જોડાય તેને વિદેશ અથવા વિજાતીયબંધ કહેવાય છે.
(૨) ઓછામાં ઓછી સ્નિગ્ધતા હોય તેને જઘન્યસ્નિગ્ધતા અથવા એકગુણસ્નિગ્ધતા કહેવાય છે. એવી જ રીતે ઓછામાં ઓછી રુક્ષતાને જઘન્યરુક્ષતા અથવા એકગુણરુક્ષતા કહેવાય છે. આવા પ્રકારની જઘન્યસ્નિગ્ધતા અને જઘન્યરૂક્ષતા ગુણવાળાં પુદ્ગલોનો કોઈપણ પુગલો સાથે બંધ થતો નથી. પરંતુ અધિક સ્નિગ્ધતા અને અધિક રૂક્ષતા ગુણવાળાં પુદ્ગલોનો જ બંધ થાય છે. “ન નથી Tનામ્' તત્ત્વાર્થ-પ-૩૩.
(૩) સ્નિગ્ધતાગુણ કે રૂક્ષતાગુણની સામ્યતા (સમાનતા) હોતે છતે સદેશ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જે પુગલોમાં જેટલી સ્નિગ્ધતા હોય તેટલી જ સ્નિગ્ધતાવાળાં પુગલો જો સામે આવે તો તે બન્ને સજાતીય પુદ્ગલોનો સ્નિગ્ધતા સમાન હોવાથી પરસ્પર બંધ થતો નથી. એવી જ રીતે સમાન રુક્ષતા ગુણવાળાં પુગલોનો પણ સમાન રુક્ષતાગુણવાળાં પુદ્ગલો સાથે બંધ થતો નથી. જેમકે ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુગલો સાથે બંધ થતો નથી. એવી જ રીતે ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુદ્ગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુગલો સાથે બંધ થતો નથી. પરંતુ ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાં પુગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળાં પુદ્ગલો સાથે બંધ થાય છે. કારણ કે ગુણની સામ્યતા છે પરંતુ સજાતીય (સદેશ) પુદ્ગલો નથી. સુપાસી શાનામ્ તત્ત્વાર્થ, પ-૩૪.
(૪) સજાતીય (સદેશ) પુદ્ગલોમાં બે અધિક આદિ ગુણોવાળાં પુદ્ગલો હોય તો અવશ્ય બંધ થાય છે. જે પુદ્ગલોમાં ગુણની સજાતીયતા (સદેશતા) છે. એટલે કે રુક્ષની સામે રુક્ષ અને સ્નિગ્ધની સામે સ્નિગ્ધ પુદ્ગલો આવ્યાં હોય તો ત્યાં બે ગુણથી અધિક, ત્રણ ગુણથી અધિક, ચાર ગુણથી અધિક ઈત્યાદિ હોય તો જ બંધ થાય છે. એક ગુણ અધિકતા કે સામ્યતા હોય તો બંધ થતો નથી. જેમકે ત્રણ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોની સાથે બંધ થાય છે. પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાંનો સાત ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે બંધ થાય છે. એમ સર્વત્ર બે ગુણ સ્નિગ્ધતાવાળાંનો ચાર ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે, ચાર ગુણ સ્નિગ્ધતાવાળાંનો છ ગુણ સ્નિગ્ધતાવાળાંની સાથે અને છ ગુણવાળાનો આઠ ગુણવાળાની સાથે બંધ થાય છે. પણ પાંચ ગુણ સ્નિગ્ધતાવાળાંનો છ ગુણ સ્નિગ્ધતાવાળાં સાથે બંધ થતો નથી. આ પ્રમાણે રુક્ષ ગુણવાળામાં પણ સમજી લેવું. દ્વધાવિગુITનાં તું તત્ત્વાર્થ, પ-૩૫.