________________
૭૫૨
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
વર્તે છે ત્યાં સુધી તે રાગને કાઢવા તેના પ્રતિસ્પર્ધીપણે પ્રશસ્ત રાગને કરવાનો ઉપદેશ છે. જેમ પગમાં લાગેલા કાંટાને કાઢવાનો જ છે તો પણ તેને કાઢવા માટે પણ તે કાંટો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી બીજો કાંટો (સોય) પગમાં નાખવી જ પડે છે. સોય નાખવા જેવી નથી, અંતે તો તેને પણ કાઢવાની જ છે. તો પણ પ્રથમ કાંટો ન નીકળે ત્યાં સુધી સોય નાખવા જેવી ગણાય છે તેમ સંસારનો રાગ દૂર ન થાય ત્યાં સુધી તેને કાઢવા માટે પણ પરમાત્માનો રાગ કર્તવ્ય બને છે આવો આ વિષયમાં ઉપદેશ છે.
આગમશાસ્ત્રોમાં સર્વે પણ આશ્રવ જો અપ્રશસ્ત હોય તો સંસારહેતુ છે પરંતુ જો પ્રશસ્તતા તે આશ્રવોમાં હોય તો સાધ્યની સિદ્ધિમાં સહાયક હોવાથી તેને સાધનમાં ગણાવેલી છે. જેમકે વંદનાદિ કરવા રૂપે મુનિ-મહારાજનો વિનય કરવામાં અને શાસનની પ્રભાવના કરવા રૂપે વિનય કરવામાં હર્ષાદિ થાય (રાગ થાય), ઉભા થઈને વંદન લેતાં જીવઘાત થાય, ઉપાશ્રયે બીરાજમાન મહારાજશ્રીને વંદન કરવા જતાં માર્ગમાં વરસાદ આદિ હોવાથી જીવઘાત થાય, વરઘોડા આદિ કાઢવામાં જીવઘાત થાય. આ સર્વ ઠેકાણે જીવઘાત છે પણ ગુણવૃદ્ધિ અને દોષ-નિવારણ અર્થે છે માટે પ્રશસ્ત છે. અપ્રશસ્ત ચાલુ હોય ત્યાં સુધી પ્રશસ્ત એવું કાર્ય સાવદ્ય હોય તો પણ કર્તવ્ય બને છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે તે પાઠ “ક્ષતિ જ અંતે માસન્નાયા પUUIT ! ગોયમાં ! વારિ માસMાયા” ઈત્યાદિ પાઠ પદ ૧૧ સૂત્ર ૧૧૭૪ થી જાણી લેવો. મુનિને ચાર પ્રકારની ભાષા હોય છે ત્યાં પ્રવચનની મલીનતા કોઈ કરતું હોય અથવા પ્રવચનની કોઈ નિંદા કરતું હોય તો પ્રવચનની રક્ષા કરવાના આશયથી જો મૃષા ભાષા બોલે તો પણ તે મુનિ આરાધક થાય છે. વિરાધક થતા નથી તેમ અપ્રશસ્તને ટાળવા પ્રશસ્તરાગનો આશ્રય લે તો તે પણ તે કાલે કર્તવ્ય બને છે.
તે કારણથી શ્રાવક-શ્રાવિકાના જીવનમાં હિંસા આદિ પાપ સ્થાનકો તો છે જ, પરંતુ તે પાપસ્થાનકો જે અશુભ માટે સેવે છે તેને બદલીને પ્રાથમિક અભ્યાસકાલે શુભ માટે જો સેવાય તો કંઈ ખોટું થતું નથી. તેથી તે પાપસ્થાનકોની પરાવૃત્તિ કરાય છે. બદલો કરાય છે અને તે પરાવૃત્તિ ગુણી મહાત્માઓની ભક્તિ સ્વરૂપે કરાય છે. માટે હિતકારી છે, કલ્યાણકારી છે. કર્તવ્ય સ્વરૂપ છે.
પરંતુ જો તે શ્રાવક-શ્રાવિકા સર્વ આશ્રવો ત્યજીને સંસારનો ત્યાગ કરીને સંવરધર્મ સ્વીકારે, અર્થાત્ સાધુ-સાધ્વીજી બને તો ત્યાગી થયેલા, યોગી બનેલા જીવોને અપ્રશસ્ત કે પ્રશસ્ત કોઈ આશ્રવ ઉપકારી નથી, તેઓને તો જ્ઞાનયજ્ઞ જ કરવો હિતકારી છે. જ્ઞાનમાર્ગમાં રમણતા કરવી એ જ કલ્યાણકારી માર્ગ છે. મુનિ મહારાજા બાહ્યપ્રવૃત્તિમાં ઓતપ્રોત હોતા