________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૩ નથી. તેથી તેઓને અપ્રશસ્તનું સેવન નથી માટે તેના નિવારણ અર્થે તેઓએ પ્રશસ્તનું આલંબન સેવવું ઉચિત નથી. તે માટે તેઓ તો જ્ઞાનમાર્ગમાં જ રમણતા કરતા છતા આત્મતત્ત્વને સાધે છે. સારાંશ કે જે મુનિ બાહ્ય ભાવની પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય છે તે જ્ઞાનમાં રમણતા કરે તો પણ ચિત્ત બાહ્યભાવવર્તી હોવાથી તત્ત્વસાધના પ્રાપ્ત કરી શકતા નથી. માટે બાહ્યભાવ છોડીને જ્ઞાનરમણતા કરવી. આ રીતે યથાસ્થિતપણે સમજવું.
भिन्नोद्देशेन विहितं, कर्म कर्मक्षयाक्षमम् । क्लृप्तभिन्नाधिकारञ्च, पुढेष्ट्यादिवदिष्यताम् ॥५॥
ગાથાર્થ - ભિન્ન ઉદ્દેશથી કરાયેલું ધર્મ અનુષ્ઠાન કર્મક્ષય માટે થતું નથી. કલ્પાયો છે બિન અધિકાર જેમાં એવો પુત્રપ્રાપ્તિ માટેનો યજ્ઞ જેમ કર્મક્ષય માટે અક્ષમ (અસમર્થ) છે. તેમ આ સમજવું. પણ
ટીકા :- “fમનોનેતિ” fમનોદેશન-પરમાત્મસાધનોÈમન્તરે મને-पुण्यादिवाञ्छोद्देशेन विहितं-कृतम्, कर्म-पूजादिकार्यम्, कर्मक्षयाय-अक्षम-असमर्थ भवति । न हि भिन्नसाध्येन कृतं दयादानादिकं धर्मसाध्यशून्यानां सत्प्रवृत्तिः, बालक्रीडातुल्या । कल्पितभिन्नाधिकारं कर्म-कार्यं पुत्रेष्ट्यादिवत् इष्यतामिति । यथा च जलार्था वनिता कुपोपकण्ठे जलार्थं घटे च रज्जुबन्धं कुर्वती परपुरुषरूपव्याकुलितचित्ता स्वपुत्रमेव पाशबन्धं कृतवती दुःखभाजनं भवति । एवं साध्यच्युतानां क्रिया दुःखहेतुरूपा उक्ता ॥५॥
વિવેચન :- જે કાર્ય જે ફળપ્રાપ્તિ કરાવનારાં હોય તે કાર્ય જો તે ફળપ્રાપ્તિની ઈચ્છાથી કરાય તો તો તે કાર્ય તે ફળપ્રાપ્તિ અવશ્ય કરાવે જ, પરંતુ જે કાર્ય જે ફળપ્રાપ્તિ કરાવનાર હોય તે ફળપ્રાપ્તિનો ઉદ્દેશ છોડીને બીજી ફળપ્રાપ્તિ માટે જો તે કાર્ય કરાય તો તો તે કાર્ય પોતાના પ્રથમના વિવક્ષિત ફળની પ્રાપ્તિ કરાવવામાં અસમર્થ થાય છે. જેમકે તપ, જાપ, સ્વાધ્યાય આદિ ધર્મનાં કાર્યો કર્મોની નિર્જરા રૂ૫ ફળપ્રાપ્તિ આપનારાં છે. પરંતુ માનપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સ્વર્ગપ્રાપ્તિ વગેરેના આશયથી જો આ ધર્મનાં કાર્યો કરાય તો તે કરાયેલાં ધર્મનાં કાર્યો કર્મનિર્જરા રૂપ પોતાનું પ્રથમનું વાસ્તવિક વિવક્ષિત ફળ આપવામાં અસમર્થ બને છે, કારણ કે ધર્મ કરનારા તે જીવે વાસ્તવિક તે ફળપ્રાપ્તિ પોતાના ચિત્તમાંથી ત્યજી દીધી છે.
વીતરાગ પરમાત્માની પૂજા આદિ કરવા રૂ૫ ધર્મકાર્ય, કર્મોનો ક્ષય કરીને પોતાના