________________
જ્ઞાનસાર
૭૫૪
નિયાગાષ્ટક - ૨૮ આત્માના પરમાત્મપદની પ્રાપ્તિ કરવા માટે કરવાનું શાસ્ત્રમાં વિધાન કરેલ છે. અર્થાત્ વીતરાગપ્રભુની પૂજાનું ફળ પરમાત્મપદની પ્રાપ્તિ છે. પણ પરમાત્મપદની સાધના સિદ્ધ થવાના ઉદ્દેશને છોડીને પુણ્યપ્રાપ્તિ (ધનપ્રાપ્તિ-સ્વર્ગપ્રાપ્તિ) આદિની વાચ્છાના ઉદ્દેશથી કરાયેલું વિતરાગપ્રભુની પૂજા આદિ ધર્મકાર્ય કર્મનો ક્ષય કરીને પરમાત્મપદની પ્રાપ્તિ કરાવવા રૂપ વાસ્તવિક જે ફળ છે તે ફળપ્રાપ્તિ કરાવવામાં અસમર્થ બને છે. જેમ અમને ધર્મપ્રાપ્તિ થાય એવા સાધ્યથી શૂન્ય લોકો સંસારમાં માન-પાન, પ્રતિષ્ઠા, મોટાઈ અને યશ વગેરે મેળવવાના આશયથી દયા-દાન આદિ ધર્મનાં કાર્યો કરે તો તેવા પ્રકારના ધર્મની પ્રાપ્તિ થવારૂપ સાધ્યથી શુન્ય જીવોની આ દયા-દાનાદિની ધર્મ પ્રવૃત્તિ એ સત્યવૃત્તિ કહેવાતી નથી. કર્મક્ષયાત્મક ફળને આપનારી બનતી નથી. ધર્મપ્રવૃત્તિ રૂપ બનતી નથી. પણ બાળજીવોની તુલ્ય અજ્ઞાનક્રિયા બને છે. કારણ કે તે ક્રિયા યથાર્થ સાધ્યથી શૂન્ય છે તેમ સર્વત્ર સમજવું.
જે કાર્યનો જે અધિકાર હોય તે અધિકારને છોડીને તે કાર્યમાં બીજો અધિકાર જો કલ્પાય તો તે કાર્ય પોતાના નિયત ફળની પ્રાપ્તિ કરાવવામાં અસમર્થ જાણવું. વેદોમાં પુત્રપ્રાપ્તિ માટે જે યજ્ઞ કહ્યો છે તે યજ્ઞ કરતી વખતે જો પુત્રપ્રાપ્તિ સિવાય બીજું કંઈ ફળ મનમાં ઈચ્છાય તો તે યજ્ઞ કર્યો હોવા છતાં પણ તેનું જે ફળ હતું તેની ઈચ્છા ન રાખી હોવાથી તે ફળની પ્રાપ્તિ જેમ થતી નથી, તેમ અહીં સમજવું. આ વિષય ઉપર એક કથાવાર્તા કહે છે.
. કોઈ એક સ્ત્રી પાણી ભરવાના કાર્યની અર્થી થઈ છતી બાળકને કેડમાં તેડીને કૂવા ઉપર પાણી ભરવા જાય છે. તે સ્ત્રી કૂવાની ચારે બાજુની બનાવેલી પાળ રૂપ ઓટલા ઉપર ઉભી છતી કૂવામાંથી પાણી કાઢવા માટે કૂવામાં ઘટ ઉતારવા સારુ તે ઘટના કાંઠલે દોરડું બાંધવાનું કામ કરે છે. થોડેક દૂર કોઈ રૂપવાન રાજકુમાર તુલ્ય પુરુષ આવે છે તેને દેખીને તેના રૂપમાં જ આકુળ-વ્યાકુલ ચિત્તવાળી થઈ છતી તે સ્ત્રી મોહાશ્વેતાના કારણે તે દોરડું ઘટને બાંધવાને બદલે પોતાના પુત્રના જ ગળામાં બાંધતી છતી ઘટને બદલે પોતાના પુત્રને જ પાણી ભરવા માટે કૂવામાં ઉતારે છે. બેધ્યાન હોવાથી આવી મોટી ભૂલ કરે છે પછી તે પસ્તાય છે. દુઃખનું ભાન બને છે. પાણી તો આવતું નથી પણ પોતાનો પુત્ર પણ ગુમાવે છે. આ જ પ્રમાણે જે ક્રિયા જે સાધ્ય માટે હોય તે ક્રિયા તે સાધ્ય માટે કરવી જોઈએ. જો તે સાધ્ય ચૂકી જવાય અને બીજું સાધ્ય મનમાં લેવાય તો તે તે સાધ્ય ચૂકેલા જીવોની તે તે ક્રિયા દુઃખનું જ કારણ બને છે તેમ અહીં પણ સમજવું /પા
ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । . ब्रह्माग्नौ कर्मणो युक्तं, स्वकृतत्वस्मये हुते ॥६॥