________________
૨૮૪ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર અનુકૂળ ક્ષેત્ર-કાળાદિનો યોગ મળતાં ધર્મક્રિયા થાય છે. પરંતુ તે કાલે રાગ અથવા દ્વેષ એમ મોહનો ઉદય તીવ્ર હોવાથી મોહથી આ ક્રિયા કરાય છે અથવા મોહની પુષ્ટિ-વૃદ્ધિ માટે પણ આ ક્રિયા કરાય છે. તેથી તેવી ક્રિયા તે દ્રવ્યક્રિયા છે.
અન્તરાયકર્મના ઉદયથી અને ઉચ્ચગોત્રના ઉદયથી તપ અને કૃતાદિ આઠ પ્રકારનો જીવને લાભ થાય છે. એવું પન્નવણા સૂત્રમાં કહેલું છે. ત્યાં ઋષભદેવ પ્રભુને એક વર્ષ સુધી (તેર માસ સુધી) અંતરાય કર્મના ઉદયથી શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થઈ, તેથી વર્ષીતપ થયો. ઢંઢણમુનિને અંતરાયકર્મના ઉદયથી શુદ્ધ આહારની અપ્રાપ્તિ થઈ તેથી તપનો લાભ થયો. તપક્રિયા થઈ. આમ આહારાદિ વિષયક અંતરાય કર્મના ઉદયથી તપક્રિયા થાય ત્યારે મોહનીયકર્મનો ક્ષયોપશમ હોય તો તે ભાવતપ અને અગ્નિશર્માની જેમ મોહનીયનો ઉદય હોય તો તે દ્રવ્યતપ કહેવાય છે.
તથા ઉચ્ચગોત્રના ઉદયથી જાતિ-કુલ-બળ-રૂપ-તપ-શ્રુત-લાભ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એમ પન્નવણા સૂત્રમાં કહેલું છે. તેથી ઉચ્ચગોત્ર કર્મના ઉદયને આશ્રયી ઔદયિકભાવે પણ તપ-શ્રુત આદિના લાભની ક્રિયા થાય છે. તે પન્નવણા સૂત્રનો પાઠ આ પ્રમાણે છે –
उच्चागोत्तस्स णं भंते ! कम्मस्स जीवेणं पुच्छा, गोयमा ! उच्चागोत्तस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव अट्टविहे अणुभावे पण्णत्ते, तं जहा-जातिविसिट्ठया १, कुलविसिट्ठया २, बलविसिट्ठया ३, रूपविसिट्ठया ४, तवविसिट्ठया ५, सुयविसिट्ठया ६, लाभविसिट्ठया ७, इस्सरियविसिट्ठया ८, जं वेदेति पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणाम तेसिं वा उदएणं નાવ પ્રવિદે મનુભાવે નિત્તે . (પન્નવણા સૂત્ર પદ-૨૩, સૂત્ર-૨૧)
તપ-શ્રુત-સામાયિક-પ્રતિક્રમણ-પૂજા-દાનાદિ ધર્મક્રિયાની પ્રાપ્તિમાં ઉચ્ચગોત્રકર્મનો ઉદય પણ કારણ છે. ઉચ્ચકુલ-ઉચ્ચક્ષેત્ર-આર્યદેશ આદિ ભાવો પુણ્યોદયથી મળે છે અને તેમાં જીવની દૃષ્ટિ બદલાય તો ધર્મક્રિયાની પ્રાપ્તિ પણ થાય છે. એટલે કે ઉચ્ચગોત્રના ઉદયથી પ્રાપ્ત થયેલ તપ, શ્રુત આદિ રૂપ ધર્મક્રિયામાં જો મોહનીયનો ઉદય ભળે તો તે દ્રવ્યક્રિયા કહેવાય છે. અને મોહનીયનો ઉદય ન ભળે તો તે ભાવક્રિયા કહેવાય છે.
- તથા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી સંસાર ઉપરનો રાગ મોળો પડવાથી પણ ધર્મક્રિયા કરાય છે. અથવા સત્તામાં રહેલા શુદ્ધ ધર્મનો પ્રાદુર્ભાવ કરવા માટે પણ ધર્મક્રિયા કરાય છે. તે ધર્મક્રિયા આત્માના ગુણોનો પ્રકાશ કરનારી છે. ઘાતકર્મોના ક્ષાયોપથમિકભાવથી કરાતી ધર્મક્રિયા આત્માના ગુણોનો ઉઘાડ કરનારી છે.