________________
૬૩૨ ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર વહાણમાં પ્રવેશે, તેનાથી વહાણ ડૂબી જાય. તે રોકવા માટે તેવા તેવા છિદ્રોમાં તેને અનુસારે ખીલાઓ મારીને છિદ્રો અટકાવવામાં આવે છે જેનાથી પાણી અંદર પ્રવેશ, પામતું નથી અને વહાણ ડૂબતું નથી. તેમ આ ચારિત્રમાં બેંતાલીસ પ્રકારના આશ્રવો. રૂપી જો છિદ્રો પડે તો કર્મરૂપી જલ પ્રવેશ પામે, તે માટે તે આશ્રવોને અટકાવવા સત્તાવન પ્રકારના સંવર ધર્મનું પાલન કરવારૂપી ખીલાઓ મારી મારીને અટકાવી નાખ્યાં છે-બંધ કર્યા છે આશ્રવો રૂપી છિદ્રો જેમાં એવું આ ચારિત્ર રૂપી વહાણ છે. જેમ વહાણમાં લોકોની બેઠક માટે બે માળા (ઉપર-નીચે) હોય છે તેમ અહીં શાસ્ત્રોમાં કહેલાં સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર રૂપી બે પ્રકારના ઉપર-નીચે
એમ ભિન્ન ભિન્ન મનોહર છે બે મજલા (બે માળ) જેમાં એવું આ વહાણ છે. (૮) જેમ વહાણમાં ઉપરથી વરસાદનું પાણી પ્રવેશે નહીં તે માટે ઉપર ઢાંકણ-છજું મજબૂત
કરવામાં આવે છે. તેમ આ ચારિત્રમાં મોહના સૈનિકો પ્રવેશી ન જાય તે માટે સાધુપણાની સામાચારીનું પાલન કરવું (નિત્ય પ્રતિક્રમણ-પડિલેહણ-દેવવંદન-સ્વાધ્યાયવ્યાખ્યાન-ગોચરીચર્યા ઈત્યાદિ રૂપે સામાચારીનું પાલન કરવું) તે રૂપી ઉપરનો મંડપઉપરનું મજબૂત છજું-ઉપરનું મજબૂત ઢાંકણ કલ્પવામાં આવ્યું છે એવું આ ચારિત્રરૂપી વહાણ છે. જેમ વહાણમાં ચારે તરફ મજબૂત પાટીયાંની મજબૂત દિવાલ હોય છે જેનાથી વહાણ સુરક્ષિત બને છે. તેમ મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓના વિસ્તાર રૂપી
મજબૂત દિવાલ વડે ચારિત્ર રૂપી વહાણ અત્યન્ત ગુપ્ત બને છે, સુરક્ષિત બને છે. (૧૦) જેમ વહાણમાં બખ્તરધારી શસ્ત્ર સાથે દર્જય એવા હજારો યોદ્ધાઓ ઉભા હોય તો
તેને લુંટનારા લોકો તે વહાણ સામે નજર પણ નાખી શકતા નથી. (તો લુંટવાની વાત તો કેવી ?) તેની જેમ આ ચારિત્ર રૂપી વહાણમાં જે અસંખ્યાત શુભ અધ્યવસાયો મુનિ મહાત્માઓમાં વર્તે છે તે બખતરધારી સશસ્ત્ર અને દુર્જય એવા સેંકડો યોદ્ધાઓ ઉભા છે. તેથી તે વહાણને લુંટવા મોહરાજાના લુંટારુ સૈનિકો માટે દુરવલોક = તેના સામે નજર પણ નાખવી દુષ્કર બની ગઈ છે તો ચારિત્રરૂપી
વહાણને લુંટવાની વાત તો હોય જ કેમ ? તેવું આ વહાણ છે. (૧૧) જેમ વહાણમાં બરાબર વચ્ચે કૂપ-સ્તંભ હોય છે કે જેની સાથે શ્વેત પટ તથા લંગર
જોડવામાં આવે છે. તેમ આ ચારિત્ર રૂપી વહાણમાં નિયમિતપણે ગોઠવાયેલો ઉત્તમ ગુરુજીનો વિવિધ ઉપદેશ (હિતશિક્ષા) રૂપી વેલડીઓના સમૂહવાળો, મધ્યમાં ઉભો