________________
જ્ઞાનમંજરી ભવોઢેગઅષ્ટક- ૨૨
૬૩૩ કરાયેલો, અત્યન્ત સ્થિર અને અત્યન્ત સરળ એવો સર્બોધ રૂપી કૂપસ્તંભ છે જેમાં એવું આ વહાણ છે. જેમ કૂપસ્તંભ વડે વહાણ બરાબર બેલેન્સમાં રહે છે. એકબાજુ નમી જતું નથી તેમ સદ્ધોધના કારણે ચારિત્ર બરાબર બેલેન્સમાં રહે છે પણ રાગ
દેષ તરફ ઢળી જતું નથી. (૧૨). વહાણમાં બરાબર વચ્ચે ઉભા કરાયેલા કૂપ-સ્તંભની ઉપર જેમ શ્વેત જાડું વસ્ત્ર હોય
-જેને સઢ કહેવાય છે તે સઢ પવનના વેગને ઝીલવા માટે રખાય છે. તેમ આ ચારિત્ર રૂપી વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલા છે પ્રકૃષ્ટ (અતિશય શ્રેષ્ઠ) શુભ અધ્યવસાય રૂપી સઢના કારણે મોહરાજા રૂપી પવન વહાણને ડુબાડી કે એકતરફ નમાવી શકતો
નથી. શુભ અધ્યવસાય રૂપી સઢ મોહરાજા રૂપી પવનના વેગને ઝીલી લે છે. (૧૩) વહાણની અંદર મુખ્ય પ્રવેશદ્વારમાં જેમ મજબૂત અને બલિષ્ઠ એવો દ્વારપાલ હોય
છે કે જે દ્વારપાલ ગમે તેવા માણસને વહાણમાં પ્રવેશ આપતો નથી. તેમ આ ચારિત્રરૂપી વહાણના અગ્રભાગે-મુખ્ય દરવાજે પાંજરામાં (ગુપ્ત રીતે) ઉભો રખાયો છે મજબૂત શક્તિવાળો બળવાન સદુપયોગ-સમ્યફ ઉપયોગરૂપી દ્વારપાલ જેમાં એવું આ વહાણ છે. આ સદુપયોગરૂપી દ્વારપાલ પાંજરાની અંદર એવો ગુપ્તપણે રહે છે કે જે ગુપ્તચરનું કામ કરે છે અને વહાણને સુરક્ષિત રાખે છે. મોહના કોઈ પણ
લુંટારા સૈનિકોને ક્યાંયથી વહાણમાં પ્રવેશવા દેતો નથી. (૧૪) તે વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલા (પોતપોતાની બેઠકમાં બેસાડાયેલા) અને
સાવધાન એવા નગરજનોના સમૂહ વડે ભરપૂર ભરેલું અને વહાણના સર્વ અંગો વડે પરિપૂર્ણ એવું વહાણ જેમ શોભે છે તેમ આ ચારિત્ર રૂપી વહાણ પણ તેમાં આવેલા અને વ્યવસ્થિતપણે (સાધુપણાની મર્યાદામાં) વર્તતા અને પ્રમાદ વિનાના અર્થાત્ સાવધ એવા સાધુજનોના સમૂહથી ભરેલું તથા સર્વ પ્રકારે સંપૂર્ણ (કોઈપણ જાતના નથી દોષો જેમાં) એવું આ વહાણ એટલે કે ચારિત્ર રૂપી સ્ટીમ્બર શોભે છે. (અહીં કદાચ ન ર શબ્દને બદલે પાર લઈએ તો તે વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલાં અને તુટે નહીં તેવાં લંગરોના સમૂહ વડે યુક્ત અને સર્વ અવયવોથી ભરેલું આ વહાણ છે. આવો અર્થ પણ થઈ શકે છે. પણ હાલ તો નાર શબ્દ છે આમ સમજીને અર્થ કરેલ છે.).
આવા પ્રકારના ચારિત્ર રૂપી મહાવહાણ-મોટી સ્ટીંબર દ્વારા આ સંસારસમુદ્રને તરવાના ઉપાયો આ મુનિ મહાત્મા શરૂ કરે છે. આપણા