________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૨૯૭
पीत्वा शुद्धात्यन्ताविच्छिन्नचिद्वारापरीक्षितहेयोपादेयवस्त्ववलोकनोपयोगं पीत्वा, क्रिया - सद्योगप्रवृत्तिः । तत्त्वप्राग्भाव-विभावाभावभावितचेतना श्रद्धानपूर्वका या वीर्यप्रवृत्तिः, सा एव सुरलता - कल्पवल्ली तस्याः फलं स्थिरत्वेन तत्त्वानुभवलक्षणं भुक्त्वा, साम्यं - समता, शुभाशुभेषु पुद्गलादिषु तुल्यत्वं तदेव ताम्बूलं स्वादिमोपमानमास्वाद्य, मुनिः परामुत्कृष्टां तृप्तिं यातीत्यन्वयः ।
"
વિવેચન :- મુનિપુરુષ પરમતૃપ્તિ પામે છે. જે ક્યારેય સાવદ્ય (પાપકારી વચનબીજાને દુઃખ થાય તેવું કે હિંસા થાય તેવું) વચન બોલતા નથી તથા પોતાના આત્મતત્ત્વનું જ અવલોકન કરવામાં લયલીન હોય છે. અર્થાત્ સદા સ્વભાવદશાને અભિમુખ જ હોય છે તે મુનિપુરુષ કહેવાય છે. પરમતૃપ્તિ એટલે ઉત્કૃષ્ટતૃપ્તિ, તેવી ઉત્કૃષ્ટતૃપ્તિને તે મુનિપુરુષો પામે છે. અર્થાત્ ખાણી-પીણીથી થતી લૌકિક જે તૃપ્તિ અને કુપ્રાવચનિક લોકોના અસ્તવ્યસ્ત અને હસાહસીનાં પ્રવચનો સાંભળવાથી થતી જે તૃપ્તિ, એમ આવા પ્રકારની આ બન્ને તૃપ્તિથી સર્વથા ભિન્ન, અંદરનો આત્મા જ કલ્યાણ પામે એવી લોકોત્તર જે તૃપ્તિ છે તે ઉત્કૃષ્ટતૃપ્તિ અર્થાત્ પરમતૃપ્તિ કહેવાય છે. અહીં તૃપ્તિનો અર્થ સંતોષવાળી-હાર્દિક આનંદવાળી અવસ્થા.
પ્રશ્ન :- મુનિપુરુષ શું કરવાથી આવી લોકોત્તર પરમતૃપ્તિ પામે છે ?
:
ઉત્તર ઃ- જ્ઞાનામૃતનું પાન કરીને, સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષોનાં ફળોનું ભોજન કરીને અને સમભાવ રૂપી તાંબુલ (મુખવાસ)નું આસ્વાદન કરીને મુનિપુરુષ સાચી પરમતૃપ્તિ પામે છે.
જેમ અમૃતનું પાન જીવને અમર બનાવે છે, તેથી જ તેને અમૃત કહેવાય છે. તેમ સ્વપદાર્થ (આત્મતત્ત્વ) અને પરપદાર્થ (પુદ્ગલાદિ અન્ય દ્રવ્ય)ના સ્વરૂપનો યથાર્થ જે બોધ સ્વ-પરનું જે ભેદજ્ઞાન છે. તેને સમ્યાન કહેવાય છે. નિરંતર આવા પ્રકારના સમ્યજ્ઞાનનું જે પાન કરે છે અર્થાત્ શુદ્ધ (નિર્મળ) એવી અને અત્યન્ત અખંડ એવી જે જ્ઞાનધારા પ્રવર્તતી હોય છે. તેવા પ્રકારની તે જ્ઞાનધારા વડે પરીક્ષા કરાયા છે હેય પદાર્થો અને ઉપાદેય પદાર્થો જેમાં એવા સમ્યજ્ઞાનનો નિરંતર ઉપયોગ કરીને મુનિ પરમતૃપ્તિ પામે છે. સ્વ અને પરનો ભેદ કરાવીને પરને હેય અને સ્વને ઉપાદેયપણે જણાવનારું જે પારમાર્થિક જ્ઞાન તે ભેદજ્ઞાન, આવા પ્રકારના ભેદજ્ઞાનનું નિરંતર પાન કરીને વૈરાગ્ય દ્વારા મુનિ પરમતૃપ્તિને પામે છે.