________________
૨૯૮ તૃપ્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર તથા સક્રિયા એટલે મન-વચન અને કાયાના યોગોની જે સમ્યમ્ પ્રવૃત્તિ તે ક્રિયા, જે ક્રિયામાં આત્મતત્ત્વનો (પ્રામ્ભાવ=) ઉઘાડ (વિકાસ) છે અને વિભાવદશાનો અભાવ છે. આવા પ્રકારની ક્રિયા કરવાથી તેવા પ્રકારના વિશિષ્ટ સંસ્કારોથી વાસિત ચેતના અને શ્રદ્ધાપૂર્વકની મન-વચન-કાયા દ્વારા થતી જે વીર્યપ્રવૃત્તિ રૂપ ધર્મક્રિયા તે અહીં સમજવી. મોહનો નાશ કરનારી અને આત્મતત્ત્વનો પ્રાદુર્ભાવ કરનારી સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષની વેલડીનાં જે ફળો છે. તેનું ભોજન કરીને મુનિ પરમ તૃપ્તિ પામે છે.
પ્રશ્ન :- સમ્યક્રિયા રૂપી કલ્પવૃક્ષનાં ફળ શું છે? કે જેના ભોજનથી મુનિ તૃપ્તિ (સંતોષ) પામે?
ઉત્તર :- અત્યન્ત સ્થિર થઈને પૌદ્ગલિક સુખો સંબંધી ચંચલતા ત્યજીને આત્મદશામાં લયલીન થવા વડે આત્મતત્ત્વનો અનુભવ કરવો તે સમ્યક્રિયાનું ફળ જાણવું. ભોજન અને પાન એ તૃપ્તિનું કારણ છે તેમ ભોજન-પાન કર્યા પછી કરાતું તાંબૂલનું (મુખવાસનું) સેવન એ પણ તૃપ્તિનું વિશેષ કારણ છે. માટે તે મુનિ સમભાવરૂપી તાંબૂલનો આસ્વાદ કરે છે. શુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય કે અશુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય, એમ બન્ને પ્રત્યે તુલ્યતા દાખવવી તે સમભાવ, શુભ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ નહીં અને અશુભ વસ્તુની પ્રાપ્તિથી દુઃખ નહીં તેને સમભાવ કહેવાય છે. આવા પ્રકારનું જે સમભાવપણું તે તાંબૂલ કહેવાય છે. જેને
સ્વાદિમ નામના ચોથા આહારની ઉપમા ઘટે છે. તેનું આસ્વાદન કરીને મુનિ પરમતૃપ્તિ પામે છે. સાર એ છે કે જેમ માણસ ભોજન કરીને પાણી પીને તાંબૂલ ખાઈને ઘણો જ આનંદિત થાય છે, સંતોષ ધારણ કરે છે, પરમતૃપ્તિ પામે છે. તેમ મુનિ પુરુષ ક્રિયા રૂપી કલ્પવૃક્ષના ફળોનું ભોજન કરીને જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને સમભાવરૂપી તાંબૂલનું આસ્વાદન કરીને આત્મિકગુણોથી જન્ય એવી પરમતૃપ્તિને પ્રાપ્ત કરે છે.
सांसारिकोपाधिपुद्गलोद्भवविभावभावितात्मनो अनादिमिथ्याज्ञानासत्क्रियारक्तद्विष्टतासक्तस्य जगदुच्छिष्टाभोग्यवर्णाद्यनुभवमग्नत्वेन या आरोपजा तृप्तिः, न सा तृप्तिः, यतः तत्प्राप्तावपि तृष्णा प्रगुणीभवति, तेन न तृप्तिः स्वतत्त्वानन्दभोगेनैव तृप्तिः । अत एव सत्पुरुषास्त्यजन्ति दामिनीचलान् कामिनीविलासान्, हीलयन्ति उदयागतान् सद्विपाकान्, निःसङ्गयन्ति रङ्गाभिष्वङ्गिसङ्गसङ्गान्, विरङ्गयन्ति अङ्गरागान्, वसन्ति (विशन्ति) स्वाध्यायाध्ययनेन तत्त्वश्रवणमनननिदिध्यासन-परिशीलनेषु, धन्यं मन्यन्ते परमात्मावस्थामिति ॥१॥ ૧. અહીં ધન્ય ક્રિયાવિશેષણ સમજવું. જો એમ ન કહીએ અને પ૨માત્માવસ્થામ્ નું વિશેષણ કરીએ
તો ધન્ય થાય.