________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
રમણતાથી જે આનંદ આનંદ અર્થાત્ તૃપ્તિ થાય છે, તેવી તૃપ્તિ તીખા-ખાટા-મીઠા-તુરા
કડવા અને ખારા એમ છએ રસવાળા ભોજનથી જિલ્લા ઈન્દ્રિય દ્વારા ક્યારેય પણ થતી નથી. આ રસ જ એવો છે કે જે માણે તે જ જાણે અને આ ૨સ માણ્યા પછી પુદ્ગલના સુખોના રસનો આસ્વાદ જ મનમાંથી ચાલ્યો જાય છે.
૩૦૩
જિહ્વા ઈન્દ્રિય દ્વારા પુદ્ગલના રસનો અનુભવ અવશ્ય થાય છે. પણ તે પરદ્રવ્ય છે. આત્માનું એ દ્રવ્ય નથી. જ્યારે આત્મા તો મૂલસ્વરૂપે જો વિચારીએ તો પોતાના સ્વરૂપનો અનુભવ કરનારો છે. પરના સ્વરૂપનો અનુભવ કરનાર નથી, પુદ્ગલના ગુણોનો જ્ઞાતા છે પણ ભોક્તા નથી. જેમ કોઈ પણ પુરુષ પરની સ્ત્રીને ઓળખનાર-જાણનાર છે પણ ભોગવનાર નથી, પરના ધનને ગણનાર-જાણનાર છે, પણ વાપરનાર નથી. જો તે પુરુષ પરસ્ત્રીનો કે પરધનનો ઉપભોગ કરે તો તે વ્યભિચારી અને ચોર કહેવાય. આ દોષરૂપ છે. તેમ આ આત્મા પણ પોતાના સ્વરૂપનો ભોક્તા છે અને પરના સ્વરૂપનો જ્ઞાતા છે પણ પરના સ્વરૂપનો ભોક્તા નથી, પુદ્ગલદ્રવ્યના ગુણો અભોગ્ય છે. એટલે કે ન ભોગવવા લાયક છે. કારણ કે આખા જગતની એંઠ છે. સર્વ જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને વમાયેલા છે. ક્ષણિક આનંદ માત્ર છે. લાંબા કાળની ઉપાધિ અને દુઃખ આપનારાં છે. તેને પ્રાપ્ત કરવામાં પણ ઘણો પ્રયત્ન કરવો પડે અને છતાં વિયોગ થાય જ, અને વિયોગ કાલે દુઃખ જ આપે, માટે પણ અભોગ્ય જ છે.
ન
નામકર્મના ઉદયથી (ઔદારિક શરીરાદિ નામકર્મ અને આહારપર્યાપ્તિનામકર્મના ઉદયથી) આ જીવને આહારની સંજ્ઞા લાગુ પડેલી છે. તે આહારની સંજ્ઞાથી જીવ આહાર લે છે અને મોહના ઉદયથી તેમાં રસનો આસ્વાદ માણે છે. આહાર લેવો તે નામકર્મનો ઉદય છે અને રસાસ્વાદ માણવો તે મોહનીયનો ઉદય છે. પણ આહાર લેવો કે રસાસ્વાદ
માણવો તે આત્માનું સ્વરૂપ નથી. તેથી આ આત્મા જે આહારગ્રહણ કરે છે તે પોતાનું સ્વરૂપ નથી. જો આહાર લેવો એ જીવનું સ્વરૂપ હોય તો સિદ્ધ પરમાત્માને પણ આહારગ્રહણ સંભવે. પણ આમ બનતું નથી. આત્માનું સ્વરૂપ તો અણાહારી થવું અને જ્ઞાનનો અનુભવ કરવો તે જ છે. તેથી જ આત્માના ગુણોનો અનુભવ કરવો તે જ સાચી તૃપ્તિ છે. પણ પૌદ્ગલિક સુખોનો આનંદ માણવો તે સાચી તૃપ્તિ નથી. પણ મોહ દશા માત્ર જ છે, વિભાવદશા જ છે, મહા-ઉપાધિ રૂપ છે, ભ્રમાત્મક તૃપ્તિ છે. અનંત સંસાર વધારનારી દુઃખદાયી આ તૃપ્તિ છે. ॥૩॥