________________
જ્ઞાનમંજરી તૃઢષ્ટક - ૧૦
૩૦૯ આવા પ્રકારનું જ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે. પણ સ્વધર્મો સ્વમાં જ છે અને પરધર્મો પરમાં જ છે આવા પ્રકારનું ભેદજ્ઞાન કરીને યથાર્થપણે જાણે છે. શરીરની ચામડી ગોરી હોય તો શરીર રૂપાળું છે એમ માને છે, પણ હું રૂપાળો છું એવું માનતો નથી.
આ કારણથી ધારો કે ચૈત્ર અને મૈત્ર મિત્ર હોય તો ચેત્રનું ધન-ધાન્યાદિ વધ્યું હોય ત્યારે તે ચૈત્ર જેવો ખુશ થાય તેવો મૈત્રમાં ધન-ધાન્યાદિ વધે તો તેનાથી ચૈત્ર ખુશ થતો નથી. કારણ કે તે સમજે છે કે આ ધન-ધાન્યાદિ મારાં નથી. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ મહાત્મા હીરા-માણેક-મોતી-સુવર્ણાદિ પદ્ગલિક પદાર્થોનો ઉપચય (વધારો) થયે છતે રાજી થતો નથી, કારણ કે આ સર્વે પરપદાર્થો છે. મારું સ્વરૂપ નથી, હું સાથે લાવ્યો નથી અને સાથે લઈ જવાનો નથી. માત્ર બે દ્રવ્યોનો સંયોગ થયો છે. આમ સમજીને તે તેમાં રંગાતો નથી. પુગલના પદાર્થોનું આસ્વાદન કરવા દ્વારા “આ સુખ છે, સુખદાયી છે” “તેનાથી હું સુખી છું” આવી સુખબુદ્ધિ કરવી તે જ મિથ્યાજ્ઞાન છે. પરપદાર્થમાં સ્વબુદ્ધિ એ જ મિથ્યાત્વ જાણવું. શાસ્ત્રમાં કહ્યું છે કે -
જે તપને તપે, ચારિત્રને આચરે, નવપૂર્વ સુધીનું શ્રુત પણ ભણે છતાં ના = જ્યાં સુધી પરપદાર્થોના સુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી સમ્ય વિજ્ઞાન કહેવાતું નથી.”
આત્મા શ્રુતજ્ઞાની હોય, શીલવાન હોય, ત્યાગી હોય, જિનેશ્વરના માર્ગની આચરણા કરવામાં રતિવાળો હોય, પરંતુ પરધર્મને કે પરપદાર્થના સંગને આત્મધર્મ માનતો હોય તો તે જડ (મૂખ) સમજવો. રા.
તેથી આત્માનું જે જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે સ્વાભાવિક સ્વરૂપ છે તેને જ પોતાનાં માનવાં, તે જ મારું છે એમ સમજવું, તેની જ પ્રાપ્તિ કરવી, તેમાં જ આનંદ માનવો, તેમાં જ લયલીન રહેવું તે જ સાચો ધર્મ (આત્મધર્મ) છે આમ જાણવું. પણ
मधुराज्यमहाशाकाग्राह्येऽबाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिर्या, जनास्तां जानतेऽपि न ॥६॥
ગાથાર્થ - મનોહર ઘી અને ઘણાં શાકોવાળા ભોજનથી અગ્રાહ્ય તથા ગોરસ (દહીદૂધાદિ) વાળા ભોજનથી જે તૃપ્તિ થતી નથી, તે તૃપ્તિ પરમબ્રહ્મમાં છે જેને લોકો જાણતા પણ નથી. અથવા મનોહર રાજ્યની ઘણી આશાવાળા જીવો વડે અગ્રાહ્ય અને વાચાથી અગોચર એવા પરમબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા પણ નથી. All