________________
મોહત્યાગાષ્ટક - ૪
" एगोहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्स वि । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥२६॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥२७॥
જ્ઞાનમંજરી
संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंधं, सव्वं तिविहेण वोसिरे ॥ २८ ॥
૧૧૩
(આઉરપચ્ચક્ખાણ (પઈન્ના) ગાથા ૨૬, ૨૭, ૨૮) (સંથારા પોરિસી ગાથા ૧૧-૧૨-૧૩)
इत्येवं विभाव्य द्रव्यकर्मतनुधनस्वजने भिन्नतां नीतेषु स्वभावैकत्वेन मोहजयो दृष्टः, अत: अहङ्कारममकारत्याग इष्ट इति ॥ १ ॥
“હું એકલો જ છું, મારું પોતાનું વાસ્તવિક કોઈ નથી, હું પણ અન્ય કોઈનો નથી, આ પ્રમાણે દીનતા વિનાના મનવાળા થઈને પોતે જ પોતાના આત્માને પ્રતિદિન સમજાવવો જોઈએ. ॥૨૬॥
“એક મારો આત્મા જ શાશ્વત છે. તે આત્મા જ્ઞાન અને દર્શનગુણથી યુક્ત છે. બાકીના સર્વે પણ ભાવો મારાથી બાહ્ય છે અને તે સર્વે ભાવોનો માત્ર મારી સાથે સંયોગ જ છે. પરમાર્થથી તેમાં મારું કંઈ જ નથી. ।।૨૭।
“આ આત્મા વડે જે દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાઈ છે તેનું મૂલ કારણ “પરદ્રવ્યોનો સંયોગ’ જ છે તેથી સર્વ પ્રકારના પરદ્રવ્યના સંયોગમાત્રને જ ત્રિવિધે ત્રિવિધે ત્યજી દઉં છું.
॥૨૮॥
આ ત્રણે ગાથાઓ આઉરપચ્ચક્ખાણ નામના પયન્નાની ગાથા ૨૬-૨૭-૨૮ છે તથા સંથારાપોરિસિમાં પણ આ જ ત્રણ ગાથા ૧૧-૧૨-૧૩ નંબરે આવે છે.
આ પ્રમાણે બહુ જ ચિંતન-મનન કરીને જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ દ્રવ્યકર્મ તથા શરીર-ધન અને સ્નેહીજનો રૂપી નોકર્મને વિષે પોતાના આત્માથી ભિન્નતા વિચારીને તેના ઉપર રાગદ્વેષ કરવારૂપ ભાવકર્મને ત્યજીને આત્માના શુદ્ધ સ્વભાવની સાથે જ એકતા કરવા દ્વારા મોહનો વિજય પ્રાપ્ત કરવા જેવો છે. આમ કરીએ તો જ મોહનો જય થાય એવું શાસ્ત્રોમાં જોવાય છે. આ કારણથી અહંકાર અને મમકારનો ત્યાગ કરવો એ જ ઈષ્ટ છે. આત્માને હિતકારી છે. ૧