________________
૬૮૪ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર મમતા વિનાના, મૂછ વિનાના, આસક્તિ વિનાના અને પરદ્રવ્યની અપેક્ષા વિનાના નિઃસ્પૃહ અને નિરીહ થઈને આત્મતત્ત્વની સાધનામાં પ્રવર્તે છે. ઉદાસીન એટલે કે મધ્યસ્થ થઈને પ્રવર્તે છે. તેઓ મનમાં આવા વિચારો કરે છે કે આ પરિગ્રહ એ મોહની ઉત્પત્તિ અને મોહની વૃદ્ધિનું કારણ છે. આત્માની વ્યાસંગદશા (આકુળ-વ્યાકુલતા વાળી દશા) કરવાનું કારણ છે. આ પરિગ્રહ તે આત્માના શત્રુતુલ્ય છે. તેને મેળવવામાં પણ ઘણાં દુઃખો વેઠવા પડે છે. મેળવેલાને સાચવવામાં પણ ઘણી ઉપાધિઓ હોય છે. અને તેમ છતાં વિયોગ થાય ત્યારે ઘણું જ દુઃખ આપે છે માટે શત્રુતુલ્ય છે. આત્માનું ઘણું જ અહિત કરનાર છે. તથા પારમાર્થિક રીતે નિઃસાર છે. તેનાથી રાગ-દ્વેષ, કડવાશ અને વેર-ઝેર વિના બીજું કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. માટે મારે આવા પરિગ્રહ વડે શું કામ છે ? આવા પરિગ્રહ વડે સર્યું. આ મહાત્મા આવા વિચારો કરે છે.
આ ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહ પુગલદ્રવ્ય હોવાથી મારું દ્રવ્ય નથી, હું તેનું દ્રવ્ય નથી, મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહ એ મારું સ્વરૂપ નથી. હું તેનું સ્વરૂપ નથી. કર્મોદયજન્ય વિકૃત સ્વરૂપ છે. બાહ્ય અને અભ્યત્તર આ પરિગ્રહ વડે હું સુખી નથી. પણ દુઃખીદુઃખી છું. કારણ કે તે પરિગ્રહ મારા આત્મસ્વરૂપની પ્રગટતા કરવામાં બાધક તત્ત્વ છે. તેથી મદિરાનું પાન કરવાથી મદોન્મત્ત (ગાંડો) બનેલો પુરુષ સેન્સ ગુમાવેલ હોવાથી પોતાના શરીર ઉપર જેમ કાદવનો લેપ કરે પરંતુ તે લેપ જેમ પારમાર્થિકપણે સુખનું કારણ નથી, તેવી જ રીતે આ પરિગ્રહ પણ ઉપાધિભૂત હોવાથી સુખનું સાધન નથી. પરંતુ ગુણના આવિર્ભાવમાં બાધક તત્ત્વ છે. હું તો ચેતનદ્રવ્ય હોવાથી જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણોથી પૂર્ણ છું. માટે બાધક, દુઃખદાયી, ગુણોના આવારક એવા ધન-ધાન્યાદિ પરિગ્રહ રૂપ પુગલદ્રવ્યમાં કેમ રમું ? તે દ્રવ્યોમાં આનંદ કેમ પામું? આવી ઊંચી ભાવના ભાવવા વડે આ મહાત્મા પરિગ્રહના ત્યાગી બને છે.
જે જે મહાત્મા પરિગ્રહના ત્યાગી બને છે. તેમના ચરણકમલની ત્રણે લોકના જીવો ઉપાસના-સેવા કરે છે. ત્યાં અધોલોકવાસી ભવનપતિ, વ્યંતર એટલે કે અસુરદેવો, મધ્ય લોકવર્તી મનુષ્ય, તિર્યંચો અને જ્યોતિષ્ક દેવો તથા ઊર્ધ્વલોકવાસી વૈમાનિક દેવો અર્થાત્ સુરવર દેવો ત્યાગીના ચરણ-કમળમાં નમે છે. આ રીતે નિષ્પરિગ્રહી જીવ ત્રણે જગતને વંદનીય બને છે. માટે આત્માના સ્વરૂપમાં જ જે રસિક હોય છે તે મહાત્માઓને પરિગ્રહની આસક્તિ હોતી નથી. તેવા મહાત્માઓ દર્શનીય, વંદનીય અને પૂજનીય છે. [૩
પુનઃ જીવીટ્ટર નિભ્યત્વમનિ શિક્ષતિ - તથા બાહ્યત્યાગ માત્ર વડે પોતાને નિર્ગસ્થ માનતા કેટલાક પુરુષો હોય છે. તેઓને માત્ર વ્યવહારવાદીને) શિક્ષા આપતાં જણાવે છે કે -