________________
જ્ઞાનમંજરી
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
चित्तेऽन्तर्ग्रन्थगहने, बहिर्निग्रन्थता वृथा ।
त्यागात्कञ्चुकमात्रस्य, भुजगो न हि निर्विषः ॥४॥
ગાથાર્થ :- અંદરનું ચિત્ત પરિગ્રહની ગાંઠથી ગ્રસ્ત હોય ત્યારે બાહ્યનિગ્રન્થતા નિરર્થક છે. જેમ કાંચળીમાત્રના ત્યાગથી સર્પ વિષ વિનાનો થતો નથી. ॥૪॥
૬૮૫
ટીકા :- “ચિત્તેન્તઈન્ય કૃતિ'' અન્તઃ-ચિત્તે ચેતનાપરિાતી, ગ્રન્થ:, तेन गहने परिग्रहलालसामग्ने बहिनिर्ग्रन्थता वृथा - निष्फला, यथा कञ्चुकमात्रत्यागाद् भुजगःसर्पः निर्विषो न हि भवति । एवं बाह्यत्यागेन त्यागी न भवति । अन्तर्ममत्वपरिहारेण ત્યાગી મતિ ॥૪॥
વિવેચન :- જો ચિત્ત (મન-અંતઃકરણ) મમતાના પરિગ્રહથી ભરેલું છે. મમતાસ્પૃહા-લાલસા આદિ વિકૃત ભાવોથી ભરેલું છે. એટલે કે આત્માની ચેતના પરિણતિ જો મમતા-મૂર્છાથી એટલે કે પરિગ્રહની લાલસાથી વ્યાપ્ત થયેલી છે તો ધન-ધાન્ય, સ્ત્રી, ગૃહ આદિ બાહ્યત્યાગ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ બનતો નથી. જો મન મોહદશાથી ઘેરાયેલું છે તો તેવા બાહ્યત્યાગ માત્રથી સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તે કારણે પ્રાપ્ત કરેલી આ બાહ્યનિગ્રન્થતા વૃથા થાય છે, નિષ્ફળ થાય છે.
જેમ કાંચળી માત્ર તજવાથી સર્પ નિર્વિષ થતો નથી, તેમ બાહ્ય-ત્યાગમાત્રથી અંદરનું ચિત્ત નિરિગ્રહી બનતું નથી તેથી ત્યાગી એવા પણ મુનિ ત્યાગી કહેવાતા નથી, ત્યાગના ફળની પ્રાપ્તિ કરી શકતા નથી. અંદરની મમતા-મૂર્છા છોડે તો જ મુનિ ત્યાગી કહેવાય છે. કારણ કે ચિત્તમાંથી પરિગ્રહની ગાંઠ (ગ્રન્થિ) દૂર કરે તો જ આ જીવ નિષ્પરિગ્રહતાના ફળરૂપે આત્માની શુદ્ધ દશા પામી શકે છે અને ત્યારે જ સાચો ત્યાગી કહેવાય છે.
આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રગટતા બાહ્યત્યાગમાત્રથી થતી નથી, પરંતુ અંદરનો મમતારૂપ જે પરિગ્રહ છે તેના ત્યાગથી જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. માટે હે જીવ ! માત્ર બાહ્યત્યાગથી તું ખુશ ન થા, પરંતુ આન્તરત્યાગ તરફ તું જા. આવો ઉપદેશ છે. ।।૪।।
૧૨
त्यक्ते परिग्रहे साधोः, प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव, सरसः सलिलं यथा ॥५॥
ગાથાર્થ :- જેમ સરોવરની પાળનો નાશ કરાયે છતે સરોવરમાંથી પાણી ક્ષણમાત્રમાં જલ્દી જલ્દી બહાર નીકળી જાય છે તેમ પરિગ્રહનો ત્યાગ કરાયે છતે સાધુમાંથી સર્વ કર્મરૂપી રજ ક્ષણવારમાં જ નીકળી જાય છે. પા