________________
૮૫૨
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
જ્ઞાનસાર શુદ્ધ સ્વરૂપના તત્ત્વનો સાચો જ્ઞાતા બની શકે છે તેથી પાંચમું તત્ત્વજ્ઞાનાષ્ટક કહ્યું છે. જે આત્મા આત્માના સ્વરૂપનો તત્ત્વજ્ઞાની બને છે તે જ આત્મા રાગ-દ્વેષ ઉપર વિજયવાળો બનવાથી શાન્ત થઈ શકે છે. તેવા જીવમાં જ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે. તે માટે છે શમાષ્ટક કહ્યું છે. જે જીવ શાન્ત હોય છે તે જ પોતાની પાંચ ઈન્દ્રિયોનો વિજય કરી શકે છે. સમતાભાવ વિના ઈન્દ્રિયવિજય શક્ય નથી તે માટે સાતમું ઈન્દ્રિયજયાષ્ટક કહેલ છે.
જે આત્મા ઈન્દ્રિયોના વિષયોનો વિજેતા બને છે તે જ આત્મા ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી શકે છે. વિષયોથી દૂર રહી શકે છે તે માટે આઠમું ત્યાગાષ્ટક સમજાવેલ છે. આ બાબતમાં પ્રશમરતિપ્રકરણમાં પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રી જણાવે છે કે -
“બંધુઓનો, ધનનો અને ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવાથી ભય અને ક્લેશથી મુક્ત બનેલા સાધુ અહંકારનો (માનાદિ કષાયોનો) અને મમકારનો (મમતાદિનો) ત્યાગ કરીને સાચા ત્યાગી નિગ્રંથ મહાત્મા બને છે.”
આ કારણથી આઠમું ત્યાગાષ્ટક કહ્યું છે. ત્યાગી બનેલા મુનિ વચનાનુષ્ઠાનના ક્રમ પ્રમાણે (એટલે કે બાહ્યભાવોનો ત્યાગ કર્યો છે) એટલે વધારે વધારે શાસ્ત્ર અભ્યાસ કરીને શાસ્ત્રોનાં વચનોને અનુસાર અનુસાર અસંગ દશા લાવવાની ભાવનાથી ધર્મક્રિયામાં લીન થાય છે. આ કારણથી નવમું ક્રિયાષ્ટક કહ્યું છે. આ પ્રમાણે સમ્યજ્ઞાન, સમ્યકત્યાગ અને સમ્યક્રિયા પ્રાપ્ત થવાથી ખુશ ખુશ થયેલો આ આત્મા ઘણો જ તૃપ્ત બને છે સંતુષ્ટ બને છે તે માટે દશમું તૃપ્તિ અષ્ટક સમજાવ્યું છે.
જે આત્મા સ્વભાવમાં તૃપ્ત બને છે તે વિભાવદશાથી નિર્લેપ બને છે એ જીવને વિભાવદશાનો લેપ હવે ટકતો નથી તે માટે અગિયારમું નિર્લેપાષ્ટક કહ્યું છે અને નિર્લેપ આત્મા જ નિઃસ્પૃહ બને છે. માટે બારમું નિઃસ્પૃહાષ્ટક કહેલ છે અને જે આત્મા બાહ્યભાવોથી નિઃસ્પૃહ થાય છે તે જ આત્મા બાહ્યભાવોથી મૌન સ્વીકારે છે એટલે યથાર્થ મુનિ બને છે માટે તેરમું મૌનાષ્ટક કહેલ છે. ll૧||
પુનઃ - તથા विद्याविवेकसंपन्नो, मध्यस्थो भयवर्जितः । अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ॥२॥
ગાથાર્થ - વિદ્યા અને વિવેકથી સંપન્ન એવો આત્મા મધ્યસ્થ, નિર્ભય, અસ્વપ્રશંસક થયો છતો તત્ત્વદૃષ્ટિવાળો બનીને સર્વ સમૃદ્ધિવાળો બને છે. રા.