________________
૮૭૮ સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
જ્ઞાનસાર ટીકાકારશ્રીએ આ શ્લોકનો ભાવાર્થ લખવાનું ટાળ્યું છે એક કારણ એ છે કે આ લગ્નની વાત છે જે સાંસારિક વાત કહેવાય. બીજું કારણ એ છે કે શ્લોકના શબ્દો જોતાં જ અર્થ સમજાઈ જાય તેમ છે, સહેલો અર્થ છે, માટે સ્વયં જાણી લેવા ભલામણ કરી છે. જ્ઞાનસારાષ્ટક નામના ગ્રન્થના અભ્યાસના બહાનાથી આત્માની સાથે ચારિત્ર રૂપી લક્ષ્મીનો લગ્નમહોત્સવ પ્રવર્તે છે આમ સટા-સંબંધ કરવો. બાકીનો વિષય સ્વયં જાણી લેવો. /૧૫
भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव सर्वत्र भूः, संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः । । अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः; पूर्णानन्दघने पुरं प्रविशति स्वीयं कृतं मङ्गलम् ॥१६॥
ગાથાર્થ :- આ શાસ્ત્રમાં ઉંચા ઉંચા ભાવોના સમૂહ રૂપી કામધેનુ ગાયના પવિત્ર છાણ વડે ભૂમિ સર્વ બાજુ લેપાયેલી છે તથા સમતારસના પાણી વડે આ શાસ્ત્રની ભૂમિ ઉપર છંટકાવ કરાયેલો છે. તથા માર્ગમાં વિવેકરૂપી પુષ્પની માળાઓ પાથરેલી છે. આગળ ઉપર અધ્યાત્મરસ રૂપી અમૃતથી ભરપૂર ભરેલ પૂર્ણ કામકુંભ સ્થાપન કરેલો છે. આ રીતે પૂર્ણ આનંદના સમૂહ સ્વરૂપ આ આત્મા પોતાના શુદ્ધસ્વરૂપાત્મક નગરમાં (ઘરમાં) પ્રવેશ કરતે છતે સ્વયં સુંદર મંગળ કરાયું છે. ૧૬/
* ટીકા :- “માવતો રૂત્યાદ્રિ વૃત્ત” પૂનાને-શુદ્ધાત્માને પુર પ્રવતિ स्वीयं कृतं मङ्गलमिति वाक्यमिति' -
શુદ્ધ આત્મજ્ઞાન થયું છે જેને એવો પૂર્ણ આનંદના સમૂહ સ્વરૂપ આ આત્મા જ્યારે પોતાના નગરમાં (સ્વભાવદશામાં) પ્રવેશ કરે છે ત્યારે આ શ્લોકમાં કહ્યા પ્રમાણેનું સ્વયં મંગલ કરાયું છે. એમ જાણવું અર્થાત્ આ આત્મા અનાદિ કાળથી ભવ-અટવીમાં રખડતો હતો, તેને સદ્ગુરુનો યોગ થયો, સદ્ગુરુએ ઉપદેશ આપી મોક્ષમાર્ગ તરફ આ જીવને વાળ્યો, રસ્તામાં કોઈ તકલીફ ન પડે એટલે જ્ઞાનસારનું ભાતું સાથે બાંધી આપ્યું પછી આ જીવ કોઈપણ જાતના માનસિક વિકલ્પો વિના મોક્ષ તરફનો માર્ગ કાપવા લાગ્યો, આમ આ આત્મા સ્વભાવ-દશા તરફ વળીને સ્વ-નગરમાં પ્રવેશ કરે છે ત્યારે મંગળભૂત કુંભ-કળશની કલ્પના કરેલી છે. આ પ્રમાણે આ શ્લોકનો સાર છે.
૧. અહીં ટીકાનાં પદોના અર્થો બરાબર સમજાય એટલા માટે સ્વતંત્રપણે ટીકા ન લખતાં અન્વય
સ્વરૂપે ટીકાનાં વાક્યો લખીને અર્થ સમજાવેલ છે.