________________
૭૪૨ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર ઘણું નુકશાન કરે, અને છેવટે પોતે પણ અપજશ આદિ પ્રાપ્ત કરીને અકાલે મૃત્યુ પામે. તેમ અપાત્રને સૂત્રદાન કરવાથી ભવિષ્યમાં તે વ્યાખ્યાનાદિ આપે, તેમાં ઉસૂત્ર પ્રરૂપણા કરે, તથા તે ભણેલ પંડિત હોવાથી ભવિષ્યમાં કોઈ અધિકાર પ્રાપ્ત કરે તો મન ફાવે તેમ સ્વચ્છંદપણે શાસ્ત્રોની પ્રરૂપણા કરે, શાસનને છિન્ન-ભિન્ન કરે, અનેક સંપ્રદાયો અને મતો ચલાવે. મૂલમાર્ગનો નાશ કરે, નવા ચિલા પાડે.
ભિન્ન ભિન્ન સંપ્રદાયો અને ભિન્ન ભિન્ન મતો થાપવાથી કાલાન્તરે મૂળસૂત્ર અને મૂલભૂત ક્રિયામાર્ગનો નાશ થઈ જાય. આ જ સાચો તીર્થનો ઉચ્છેદ કર્યો કહેવાય તથા આવી ઉસૂત્ર પ્રરૂપણા કરનારો જીવ પણ ઉત્સુત્ર પ્રરૂપણા કરવા વડે અનંત સંસારી થાય, નરકગામી થાય, તેનું પણ અહિત થાય. માટે અપાત્રને વિદ્યા ન આપવી. કોઈ સ્વયં મૃત્યુ પામી જાય તે જુદી વસ્તુ છે, પણ આપણે તેને મારવો તે ઉચિત નથી. અર્થાત્ સ્વયં મરે અને મારી નાખવામાં આવે આ બન્ને સરખા નથી તેમ સ્વયં તીર્થનો ઉચ્છેદ થાય અને આપણે અપાત્રને વિદ્યા આપીએ અને તેના દ્વારા આ રીતે તીર્થનો ઉચ્છેદ કરાવીએ તે બન્ને સમાન નથી.
તથા અપાત્રને સૂત્રદાન કરનારા આચાર્યની પણ અવહેલના (નિંદા-ટીકા) થાય, જ્યારે અપાત્ર દ્વારા તીર્થને નુકશાન પહોંચાડાય ત્યારે સંઘના લોકો જ આવી વાત પ્રસારિત કરે કે આ શિષ્ય અયોગ્ય હતો એમ ગુરુજીને ખબર હતી છતાં જાણીબુઝીને આવાને શું કામ અધિકાર આપ્યો હશે? આ આચાર્ય મહારાજમાં પણ કંઈ દીર્ઘદર્શીપણું નથી. દૂધ પાઈને સાપ ઉશ્કેર્યો છે. આવી લોકવાયકા પણ ચાલે, આવી આવી ઘણી ઘણી નુકશાની થાય. માટે અપાત્રને વિદ્યા આપવામાં મહાદોષ છે. છતાં આ વિષય શ્રી યોગવિંશિકાના વિવેચનમાં અમે ઘણા વિસ્તારથી લખ્યો છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
આ પ્રમાણે સૌથી પ્રથમ તો સ્થાનયોગ, વયોગ, અર્થયોગ ઈત્યાદિ ભાવો દ્વારા આત્માની વિશુદ્ધિ કરીને ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપે પરિણામ પામીને અનુક્રમે પ્રતિમાજી આદિ બાહ્ય આલંબન દ્વારા કાલાન્તરે નિરાલંબન અવસ્થામાં આવીને પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનું જ અવલંબન ગ્રહણ કરીને પ્રીતિઅનુષ્ઠાન-ભક્તિઅનુષ્ઠાન આદિમાં પ્રવેશ કરતાં કરતાં અંતે છેલ્લા અસંગ અનુષ્ઠાનમાં ગયેલો આ જીવ સર્વજ્ઞ બનીને અયોગી ગુણઠાણાવાળી અવસ્થા પામીને સિદ્ધ થાય છે. આ રીતે ક્રમસર આત્મતત્ત્વની સાધના કરવી એ જ કલ્યાણકારી માર્ગ છે. આ પ્રમાણે યોગાષ્ટક સમજાવ્યું. ૮
ને
જ સત્યાવીસમું યોગાષ્ટક સમાપ્ત