________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૨૩
हर्यक्षतुल्यैः-सिंहोपमैः, समाधिः स्वरूपानुभवलीलाविश्रान्तिः स एव धनं - सर्वस्वम्, तद्धरणे तस्करास्तैः, एवमिन्द्रियैः यः असौ पुरुषः नमि- गजसुकुमालादिसदृशः न जितः-इन्द्रियाधीनो न जातः, स पुरुषः धीराणां धुरि - आदौ गण्यते श्लाघ्यते । उक्तञ्च -
धन्यास्ते ये विरक्ता, गुरुवचनरतास्त्यक्तसंसारभोगाः । योगाभ्यासे विलीना, गिरिवनगहने, यौवनं ये नयन्ति ॥ तेभ्यो धन्या विशिष्टाः, प्रबलवरवधूसङ्गपञ्चाग्नियुक्ताः । नैवाक्षौघे प्रसत्ताः, परमनिजरसं तत्त्वभावं श्रयन्ति ॥ १ ॥
વિવેચન :- આ પાંચે ઈન્દ્રિયો સંસારી જીવોને વિષયોમાં આસક્તિ કરાવવા દ્વારા આત્માના ગુણરૂપી ધનનો નાશ કરે છે. ગુણાત્મક ધન લુંટી લે છે. આ વાત બે ઉપમાઓ દ્વારા સમજાવે છે
-
(૧) જેમ જંગલમાં ફરતા (દ્વિપ=) હાથીઓને (ર્યક્ષ=) સિંહ મારી નાખે છે. તેમ આ જીવમાં જે કંઈ વિવેકદશા ખીલી હોય છે. તેનો નાશ કરવામાં આ ઈન્દ્રિયો સિંહની તુલ્ય છે. વિવેકદશા એટલે સ્વ-પરનું ભેદજ્ઞાન, શરીર તે હું નથી અને હું તે શરીર નથી પુદ્ગલ એ મારું દ્રવ્ય નથી, હું પૌદ્ગલિક પદાર્થોથી ન્યારો છું. અનંતગુણી આત્મા એ જ હું છું, શેષ બધું જ પર છે. આ ભવમાં આવીને જ પ્રાપ્ત કર્યું છે અને અહીં જ રહેવાનું છે. આવો વિવેક-ભેદજ્ઞાન જીવને મોક્ષ તરફ લઈ જાય છે. પણ વિષયાસક્તિ આ વિવેકનો (ભેદજ્ઞાનનો) નાશ કરે છે. જેમ સિંહ હાથીનો નાશ કરે છે તેમ ઈન્દ્રિયો વિવેકબુદ્ધિનો નાશ કરે છે. માટે સ્વ-પરવિવેચન રૂપ જે વિવેકબુદ્ધિ છે. તે જ હાથી છે. તેનો વિઘાત કરવામાં ઈન્દ્રિયો હર્યક્ષની તુલ્ય છે અર્થાત્ સિંહની ઉપમાવાળી છે.
(૨) ચોર લોકો જેમ ધન લુંટી લે છે તેમ આ ઈન્દ્રિયો આત્મામાં આવેલી સમાધિ (સમતાગુણ)ને લુંટી લે છે. તેથી સમાધિ રૂપ જે ધન છે તેને હરણ કરવામાં તસ્કરતુલ્ય (ચોર સમાન) આ ઈન્દ્રિયો છે. કારણ કે વિષયોની આસક્તિ આ જીવને આકુલ-વ્યાકુલ કરે છે. તેથી સમતા ચાલી જાય છે. સમાધિ એટલે કે આત્મતત્ત્વનું જે સ્વરૂપ છે તેનો જ અનુભવ કરવામાં એકાકારતા-સ્વભાવદશાની રમણતા, તે જ ધન છે, અર્થાત્ આત્માનું તે જ સાચું સર્વસ્વ છે. તેને ચોરી લેવામાં આ ઈન્દ્રિયો ચોરતુલ્ય છે.
આવા પ્રકારની ઈન્દ્રિયો વડે નમિરાજર્ષિ અને ગજસુકુમાલાદિ તુલ્ય જે પુરુષો નથી જીતાયા, એટલે કે જે પુરુષો ઈન્દ્રિયોને આધીન થયા નથી તે જ પુરુષો ધીરપુરુષોમાં (રિ) અગ્રેસર ગણાય છે. તે જ પુરુષ જિતેન્દ્રિય કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -