________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
૨૭૨
फलं विरतिः " तेन ज्ञानं विरतिकारणम् । उक्तञ्च तत्त्वार्थटीकायां "दर्शनज्ञाने चारित्रस्य कारणं, चारित्रं मोक्षकारणम्" । उत्तराध्ययने
नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मुक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं ॥३०॥ (ઉત્તરાધ્યયન-અધ્યયન ૨૮ ગાથા-૩૦)
अतो ज्ञानं क्रियायुक्तं हिताय, नैकमेवेत्याह- ॥१॥
અહીં જ્ઞાન પણ બે પ્રકારનું હોય છે અને ક્રિયા પણ બે પ્રકારની હોય છે દ્રવ્યજ્ઞાન અને ભાવજ્ઞાન એવી જ રીતે દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા. દ્રવ્યજ્ઞાન એ ભાવજ્ઞાનનું કારણ બને છે અને દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ બને છે.
જે જ્ઞાન વચનોના વ્યાપારાત્મક છે એટલે સમજવા અને સમજાવવાના વિષયવાળું છે તથા મનના વિકલ્પવાળું છે એટલે કે માનસિક ચિંતન-મનનવાળું છે. આવા પ્રકારના વચનવ્યવહાર અને મનના વ્યવહારવાળું અનુભવાત્મક જે જ્ઞાન હોય પરંતુ ભાવજ્ઞાનરહિત હોય એટલે આત્મ-સ્પર્શી ન હોય, શાસ્ત્ર સારાં આવડે, સારાં ભણે, સારાં ભણાવે, સારું ચિંતન-મનન કરે પણ મોહને તોડીને આત્મગુણોની પ્રાપ્તિને અભિમુખ ન થાય, તે જ્ઞાનને દ્રવ્યજ્ઞાન કહેવાય છે. આવા પ્રકારનું આ દ્રવ્યજ્ઞાન એ ભાવજ્ઞાનનું કારણ બને છે. ભાવજ્ઞાનનું લક્ષ્ય રાખીને વર્તે તો કાળાન્તરે તે દ્રવ્યજ્ઞાનથી ભાવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મતત્ત્વનો અનુભવ થવા રૂપ જે ઉપયોગ આત્મક જ્ઞાન તે ભાવજ્ઞાન કહેવાય છે. મોહનો નાશ કરતાં કરતાં આ જ દ્રવ્યજ્ઞાન ભાવજ્ઞાન સ્વરૂપે પરિણામ પામે છે.
મન-વચન-કાયા સંબંધી યોગોના વ્યાપારાત્મક-ધાર્મિક અનુષ્ઠાનો આચરવા રૂપ જે ક્રિયા છે તે દ્રવ્યક્રિયા કહેવાય છે. તે પણ ભાવક્રિયાનું લક્ષ્ય હોય તો કાળાન્તરે ભાવક્રિયાનું કારણ બને છે. પોતાના આત્માના ગુણોને અનુસરનારી (શુદ્ધિ-વૃદ્ધિ કરનારી) પોતાના ગુણોની અંદર પ્રવૃત્તિ કરવા રૂપ જે ક્રિયા છે તે ભાવક્રિયા કહેવાય છે અથવા પોતાના ગુણોને અનુસરવા સ્વરૂપ પ્રવૃત્તિ કરવી તે ભાવક્રિયા કહેવાય છે. આ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને છે. એટલું જ નહીં પણ જે દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને તેવી દ્રવ્યક્રિયાને જ નિશ્ચયનયથી દ્રવ્યક્રિયા કહેવાય છે. તત્ત્વ જેમ જેમ સમજાતું જાય છે, આત્મતત્ત્વનું જેમ જેમ ભાન થતું જાય છે, તેમ તેમ હેય-ઉપાદેયનો વિવેગ જાગૃત થતાં, હેયનો ત્યાગ અને ઉપાદેયનો આદર એ રૂપ ક્રિયા જીવનમાં આવે જ છે. તેથી જ્ઞાન એ ક્રિયાનું કારણ બને છે. તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે “જ્ઞાનનું ફળ વિરતિ છે” જ્ઞાન દ્વારા હેય-ઉપાદેયનો વિવેક