________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૭૧
શુભક્રિયા છે તે ક્રિયા કરવામાં જે તત્પર-ઉદ્યમશીલ છે. તેનું નામ ક્રિયાપર, અર્થાત્ ક્રિયામાં
તત્પર.
તથા “શાન્ત” એટલે કે ક્રોધ-માન-માયા અને લોભ એમ ચારે પ્રકારના કષાયોના તાપ વિનાનો જે આત્મા છે રાગ-દ્વેષાદિ વિકારી ભાવો જેના શાન્ત થઈ ગયા છે અર્થાત્ જેના વિકારી ભાવો ચાલ્યા ગયા છે તેવા પ્રકારનો જે આત્મા તે શાન્ત. તથા “ભાવિતાત્મા’ ભાવિત એટલે સુસંસ્કારોથી વાસિત અર્થાત્ આત્માના શુદ્ધ સ્વરૂપમાં-રત્નત્રયીમાં જ રમણતા કરનારો એવો જે આત્મા તે ભાવિતાત્મા-સંસ્કારોથી વાસિતાત્મા,
તથા “જિતેન્દ્રિય” પાંચે ઈન્દ્રિયોના વિષયોના વ્યાપારનો જેણે પરાભવ કર્યો છે તેવો આત્મા, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ ઈન્દ્રિયોના વિષયો છે તેના ૨૩ ઉત્તરભેદ છે. આમ પાંચ અથવા ત્રેવીસ વિષયો અનુકુલ મળે તો રાગ નહીં કરનારો અને પ્રતિકુલ મળે તો દ્વેષ નહીં કરનારો એવો જે આત્મા તે જિતેન્દ્રિય આત્મા, વિષયોને અનુભવે ખરા, વિષયોને સેવે ખરા, પણ રાગાદિ ન કરે તે.
આવા પ્રકારના વિશેષણવાળો અર્થાત્ જ્ઞાની, ક્રિયાતત્પર, શાન્ત, ભાવિતાત્મા અને જિતેન્દ્રિય જે આત્મા છે તે જ આત્મા આ ભવસાગરથી સ્વયં પોતે તરે છે. અર્થાત્ પારને પામે છે. અને પરને-પોતાના આશ્રયે આવનારા શિષ્યવર્ગાદિને ઉપદેશ-હિતશિક્ષા અને માર્ગ
જણાવવા વગેરે દ્વારા આ સંસારસમુદ્રથી તારવાને શક્તિમાન છે
સારાંશ કે જે આત્મા પોતે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના ભાવમાં પરિણત થયો છે, આત્મામાં જ રમનારો છે, આત્મતત્ત્વમાં વિશ્રાન્તિ કરનારો છે. આત્માના શુદ્ધસ્વરૂપની જ રટણતાવાળો છે, તેમાં જ મગ્ન છે. આવો ઉત્તમ જે આત્મા છે તે જ આત્મા પોતે સ્વયં આ સંસારથી નિવૃત્ત થાય છે, સાંસારિક વાસનાઓથી રહિત બને છે શુદ્ધ-બુદ્ધ થાય છે, સંસાર-સમુદ્ર તરીને મુક્તિપદ પામે છે અને તેમની સેવામાં તત્પર એવા શિષ્યવર્ગને અને ભક્તવર્ગને પણ તેવા પ્રકારના ગુણો આપવા દ્વારા આ સંસાર-સાગરથી તારે છે.
આવા મહાત્મા પુરુષ જ સંવેગ-નિર્વેદ આદિ ઉત્તમોત્તમ પરિણામવાળા થયા છતા વૈરાગ્યભાવથી અત્યન્ત વાસિત થઈને સંસાર તરે છે અને સેવકોને પણ તેવો જ ઉપદેશ આપવા દ્વારા તારનારા બને છે.
अत्र द्रव्यज्ञानं-भावनारहितं वचनव्यापारमनोविकल्परूपं संवेदनज्ञानं यावत्, तच्च भावज्ञानं तत्त्वानुभवरूपोपयोगस्य कारणम्, द्रव्यक्रिया योगव्यापारात्मिका, साऽपि भावक्रियाया: स्वगुणानुयायिस्वगुणप्रवृत्तिरूपायाः कारणम्, अत्र "ज्ञानस्य