________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
પ્રગટ થતાં હેયનો ત્યાગ આપોઆપ થાય છે તેથી એ વિરતિનું કારણ બને છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે - “દર્શન અને જ્ઞાન એ ચારિત્રનું કારણ છે અને ચારિત્ર એ મોક્ષનું કારણ છે.’
ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ અઠ્યાવીસમા અધ્યયનની ત્રીસમી ગાથામાં કહ્યું છે કે - “અદર્શની આત્માને (સમ્યગ્દર્શન વિનાના આત્માને) સમ્યજ્ઞાન થતું નથી, સમ્યજ્ઞાન વિનાના આત્મામાં ચારિત્રના ગુણો આવતા નથી અને ચારિત્ર સંબંધી ગુણ વિનાના જીવનો મોક્ષ થતો નથી તથા મુક્તિની પ્રાપ્તિ વિનાના જીવને નિર્વાણ સંભવતું નથી.’ આ કારણથી સમ્યકૃક્રિયાથી યુક્ત એવું જે જ્ઞાન છે તે જ હિતકારક છે પણ ક્રિયા વિનાનું એકલું જ્ઞાનમાત્ર હિતકારક થતું નથી - તે માટે ગ્રંથકારશ્રી હવે કહે છે કે –
क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् ।
गतिं विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ॥२॥
2
૨૭૩
ગાથાર્થ :- ક્રિયા વિનાનું કેવલ એકલું જ્ઞાન (અભિમાનાદિ કરાવવા દ્વારા) અનર્થક બને છે. માર્ગને જાણનારો માણસ પણ ગમન ક્રિયા વિના ઈષ્ટ નગરને પામી શકતો નથી. ॥૨॥
ટીકા :- “યિાવિહિત હૈંન્ત' રૂતિ, યિાવિરતિ-યિા સાધનપ્રવૃત્તિરૂપા, तया विरहितं ज्ञानमात्रं - संवेदनज्ञानम्, अनर्थकं न मोक्षरूपकार्यसाधकम् । दृष्टान्तः-पथज्ञोऽपि-मार्गज्ञातापि, गतिं विना - चरणविहारक्रियां विना ईप्सितं - इच्छितं पुरं नगरं नाप्नोति न प्राप्नोति, चरणचङ्क्रमेणैव ईप्सितनगरप्राप्तिः इति ‘‘નાળચરોળ મુવો' કૃતિ વચનાત્ ।
सण्णाणनाणोवगए महेसी, अणुत्तरं चरिउं धम्मसंचयं ।
अणुत्तरे णाणधरे जसंसी, ओभासइ सूरिए वंतलिक्खे ॥२३॥
(શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૨૧, ગાથા-૨૩) ॥૨॥
વિવેચન :- ક્રિયાવિરહિત એટલે ક્રિયા વિનાનું જે જ્ઞાન તે અનર્થક છે અર્થાત્ મુક્તિદાયક બનતું નથી. અહીં ક્રિયા તે સમજવી કે જે મુક્તિના સાધનરૂપ રત્નત્રયી છે તેમાં સતત પ્રવૃત્તિ કરવી. અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ જે મુક્તિનાં સાધનો છે, તે ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ વધારે વધારે કેમ થાય ? એ માટેની જે પ્રવૃત્તિ કરવી તેને સમ્યક્રિયા કહેવાય છે.