SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર पूर्वकर्मनिर्जराभिनवाग्रहणाविर्भावभूतस्वरूपसम्पदानुभवमग्नः सुखी' । अत एवागमश्रवणविभावविरतितत्त्वावलोकनतत्त्वैकाग्रतायुपायैः स्वरूपानुभवमग्नत्वमेव कार्यम् । संसारे कर्मक्लेशसन्तप्तत्वमवगम्य संसारोद्विग्नेन विरागमार्गानुगप्रवर्तिना आत्मस्वरूपाविर्भावहेतुषु सम्यग्दर्शनज्ञानचारित्रेषु वर्तितव्यमित्यर्थः ॥८॥ ઉપર સમજાવેલ વસ્તુનો ભાવાર્થ આ પ્રમાણે છે - અનાદિકાલથી આ જીવને લાગેલા કર્મબંધના હેતુઓ (૧) મિથ્યાત્વ, (૨) અસંયમ, (૩) કષાય અને (૪) મન-વચન અને કાયાના યોગોની ચંચળતા, તેના કારણે નિરંતર કર્મોના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં જ રચ્યા પચ્યા રહેવાના કારણે, વિનાશ પામ્યો છે આત્માનો શુદ્ધ સ્વભાવ જેનો એવા સંસારી જીવોને, ઈષ્ટ એવા પરભાવને (પુગલદ્રવ્ય અને પરજીવદ્રવ્યને) જ ગ્રહણ કરવામાં અને અનિષ્ટ એવા પરભાવને (અણગમતા પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્યને) ગ્રહણ નહીં કરવામાં જ રસિકતા હોવાથી તે ઈષ્ટપુદ્ગલાદિની પ્રાપ્તિકાલે રતિ અને અપ્રાપ્તિકાલે અરતિ (તથા અનિષ્ટ પુગલાદિની પ્રાપ્તિકાલે અરતિ અને અપ્રાપ્તિ કાલે રતિ) પામવા દ્વારા મોહોદયજન્ય અશુદ્ધ અધ્યવસાયવાળા જીવોને, આત્માના શુદ્ધ સ્વરૂપની મગ્નતા આવવી ક્યાંથી સંભવે ? દારૂના મદમાં મસ્ત બનેલા દારૂડીયાને ડાહ્યા માણસના જેવી વિવેકબુદ્ધિ ક્યાંથી સંભવે ? તેમ મોહના મદમાં મસ્ત બનેલા મોહાલ્વ જીવને આત્મસ્વરૂપની મગ્નતા રૂપી વિવેકચક્ષુ ક્યાંથી સંભવે ? ન જ સંભવે. મતઃ = આ કારણથી સત્સંગ, સ્વાધ્યાય, સતશાસ્ત્રોનું વારંવાર શ્રવણ, સતશાસ્ત્રોના અર્થનું વારંવાર મનન, સ્વાધ્યાયપ્રેમી જીવોનો નિરંતર સંગ, યથાશક્તિ ધર્માનુષ્ઠાનોની લયલીનતા, યથાશક્તિ વ્રતાદિનું પાલન ઈત્યાદિ ઉત્તમ ઉપાયોના વારંવાર સેવનથી જ શંકાઆકાંક્ષા આદિ અતિચારો રહિત પ્રાપ્ત કર્યું છે નિરતિચાર સમ્યગ્દર્શન જેણે એવો જીવ, શુદ્ધ આશયવાળો થયો છતો, ૩૫હત = ઉદયમાં આવેલા મોહરૂપી મહાઈધણ વડે જાજ્વલ્યમાન કરાયેલા એવા કર્મોરૂપી અગ્નિમાં ઉકળતા (મોહજન્ય કામ-ક્રોધાદિ વિકારોમાં બળતા) અને અશરણ એવા ત્રણે ભુવનને જોઈને “આત્માના ગુણો આવૃત થયેલા છે. આ જ આ સંસારમાં મોટું દુઃખ છે” આવું તત્ત્વ સમજીને ગુણોના આવરણના કારણે જ દુઃખથી ઉદ્વેગી બનેલો ૧. પૂજ્ય રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં તથા ઘણી પ્રતોમાં મના: અવિન: એમ બહુવચન છે. પરંતુ શેષ બધા જ વિશેષણવાચી શબ્દો એકવચનમાં છે. તેથી તેના વિશેષ્યરૂપે આ બન્ને શબ્દો પણ એકવચનમાં હોવા સંભવે છે. ૨. કોઈ કોઈ પ્રતોમાં સતતત્વ-સંતતત્વ શબ્દ પણ છે. તેનો અર્થ કર્મો અને ક્લેશોની નિરંતરતા જાણીને આવો અર્થ સંભવી શકે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy